• Gujarati News
 • National
 • Beneficiaries Of The Ownership Scheme Will Be Given A Letter Of Authority; Farmers Of Sihor, Harda And Dindori Will Have A Virtual Dialogue With The PM

MP ના ખેડૂતો સાથે PMની વાત:મોદીએ કહ્યું- સરકાર ભારતીય કંપનીઓ પાસેથી જ ડ્રોન ખરીદશે, MPના લોકો વિકાસ માટે ઉત્સાહિત છે

ભોપાલ14 દિવસ પહેલા
 • મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કર્યા બાદ કહ્યું કે અમે ટીવી પર જોઈએ છીએ કે MP ગજબનું છે. MP દેશનું ગૌરવ પણ છે. MPમાં ઝડપ પણ છે અને MPમાં પણ વિકાસની ઈચ્છા પણ છે. લોકોના હિતમાં યોજના બનાવવામાં આવે છે, તો તરત જ તેને મધ્યપ્રદેશમાં જમીન પર ઉતારવા માટે રાત-દિવસ એક કરી દેવામાં આવે છે. મને આનંદ થાય છે. તેમણે કહ્યું કે સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી રાઇટ્સ કાર્ડ બન્યા બાદ લોકોને બિઝનેસ માટે લોન લેવાનું સરળ બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે MPના હરદા જિલ્લાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ જમીન ડિજિટલાઇઝેશનમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સ્વામિત્વ યોજના તે માત્ર કાનૂની યોજના નથી, તે આધુનિક ટેકનોલોજીની મદદથી દેશના ગામડાઓમાં વિકાસ અને વિશ્વાસનો મંત્ર છે. ગામડાઓમાં ઉડતા ડ્રોન ગામોને નવી ઉંચાઈ આપશે. દેશના લગભગ 60 જિલ્લાઓમાં સર્વે કરવામાં આવ્યો છે.જમીનના રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ રેકોર્ડ ગ્રામ પંચાયતની વિકાસ યોજનાને સુધારવામાં મદદ કરશે. આ ખૂબ જ મોટા અભિયાનનો ભાગ છે. ગામડાઓ અને ગરીબોને ઉપર લાવવાની યોજના છે.

PM મોદીની 5 મહત્વની વાતો

 • કોરોના હોવા છતાં, અમે એક અભિયાન ચલાવીને 2 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપ્યા છે. પશુપાલકો અને માછલી પકડનારાઓ ઉમેરવામાં આવ્યા છે. મુદ્રા યોજનાએ લોકોને ગેરંટી વગર કામ શરૂ કરવાની તક આપી. છેલ્લા 6 વર્ષમાં, મુદ્રા યોજના હેઠળ 15 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
 • આધુનિક ટેકનોલોજી પહેલા શહેરોમાં અને પછી ગામડાઓમાં જાય છે. હવે આ પરંપરા બદલાઈ ગઈ છે. જ્યારે હું ગુજરાતનો સીએમ હતો ત્યારે મેં ત્યાં પણ જમીનની માહિતી ઓનલાઈન કરવાનું શરૂ કર્યું. ઈ-ગ્રામ સેવા શરૂ કરી. જે આજે પણ એક ઉદાહરણ છે. આ જ મંત્રને અનુસરીને ગામ સમૃદ્ધ બની રહ્યું છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી સૌથી મુશ્કેલ કામ પણ સરળતાથી કરી શકાય છે.
 • પ્રારંભિક તબક્કામાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં પીએમ સ્વામિત્વ યોજના લાગુ કરવામાં આવી હતી. અહીં રહેતા 22 લાખ પરિવારો માટે મિલકતના કાગળો તૈયાર કરવામાં આવ્યા છે
 • હવે તે સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવ્યું છે. MPએ પોતાની પરિચિત શૈલીમાં કામ કર્યું છે. એમપીના 3 હજાર ગામોના 1 લાખ 70 હજાર પરિવારોને મળેલું કાર્ડ તેમની સમૃદ્ધિનું સાધન બનશે.તમે આ કાર્ડ તમારા મોબાઈલ પર પણ ડાઉનલોડ કરી શકો છો.
 • કોરોનાની વેક્સિન દૂરસ્થ વિસ્તારોમાં ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવી. ખેડૂતો અને દર્દીઓને ડ્રોનથી મહત્તમ લાભ મળે તે માટે હાલમાં નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ભારત ડ્રોન ઉત્પાદનમાં આત્મનિર્ભર બને આ માટે PLI સ્કીમ તૈયાર કરવામાં આવી છે. ભારતમાં ઓછા ખર્ચે ડ્રોન બનાવો. ભારતીય કંપનીઓ પાસેથી ડ્રોન અને સંબંધિત સેવાઓ ખરીદવામાં આવશે. મોટી સંખ્યામાં વિદેશીકંપનીઓને ભારતમાં ડ્રોન બનાવવાની સંભાવનાઓ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના હરદાના ખેડૂત સાથે વર્ચ્યુઅલ વાત કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- જેમને અધિકાર પત્ર મળ્યો છે, તે બધા સમગ્ર ભારતને બતાવે કે ભાજપ અને મોદી કઇ રીતે કામ કરે છે. PM મોદીએ ગુજરાતનું આવું મોડેલ આપ્યું છે, જે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયું છે. મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે વડાપ્રધાન તરીકે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનો કાર્યકાળના 20 વર્ષ પૂરોરા થયા છે. આજે વિશ્વ ભારતને અવગણી શકે નહીં, જેના પર દરેક ભારતીય ગર્વ અનુભવે છે.

હરદાના પવન સાથે પીએમ મોદીએ વાત કરી હતી.
હરદાના પવન સાથે પીએમ મોદીએ વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હંડિયા તહસીલના પવન કુમાર સાથે વાત કરી. પવને વડાપ્રધાનને કહ્યું- 'મારા ઘરમાં 6 સભ્યો છે. મેં આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બુટ-ચંપલની દુકાન છે.' PM મોદીએ તેને કહ્યું - તમને પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે, આ મળ્યા બાદ તમે શું-શું કર્યું, શું લાભ થયો, ક્યારે મળ્યું? પવને કહ્યું- પહેલા વિવાદ થતો હતો. પૂર્વજોનું ઘર મારું હોવા છતાં તે મારું નહોતું. લોન મળી રહી ન હતી. જ્યારથી આ અધિકાર કાર્ડ મળ્યું છે, હું ઘરનો માલિક બની ગયો છું. હવે હું લોન લઈને મારી દુકાન અને ધંધો વધારી રહ્યો છું.

પવન બાદ મોદીએ ડિંડોરીના પ્રેમ સિંહ સાથે વાત કરી

મોદી- ગામમાં કેટલા ઘર છે? પ્રેમ સિંહ- અમારા ઘરમાં 5 સભ્યો છે. ગામમાં 150 ઘર છે. મોદી- તમને દસ્તાવેજ મળી ગયો છે, આગળ શું વિચાર્યું છે? પ્રેમ સિંહ- હક મળ્યા બાદ અમે ઘર બનાવીશું અને લોન લઈને ધંધો-વેપાર કરીશ. એક દીકરો ભણે છે, જ્યારે એક ખેતી કરે છે. મોદી- સર્વે બાબતે ગામમાં જણાવવામાં આવ્યું છે કે નહીં? પ્રેમ સિંહ- પટવારીજીએ જણાવ્યુ હતું કે ગામમાં સર્વે થઈ રહ્યો છે, પટવારી પર આખા ગામને વિશ્વાસ છે.

પ્રેમ સિંહ બાદ મોદીએ સિહોર જિલ્લાના બુધનીની વિનીતા સાથે વાત કરી

મોદી- તમે તમારી બાબતે જણાવો? વિનીતા- ઘરમાં 6 સભ્યો છે, હું મજૂરી કરું છું.મોદી- કાર્ડ મળ્યા બાદ શું નવું કરવાનું વિચારી રહ્યા છો? વિનીતા- કંઈક વેપાર શરૂ કરીશ. મોદી- કૈ વસ્તુનો વેપાર કરશો? વિનીતા- કરિયાણાની દુકાન શરૂ કરીશ. 50 હજાર રૂપિયા મળી જશે એટલે દુકાન શરૂ કરી દઇશ. મોદી- પહેલા અધિકાર પત્ર ન હતો ત્યારે ચિંતા થતી હશે, હવે કેવું લાગી રહ્યું છે? વિનીતા- હું ખુશ છું.

PM સાથે વાત કરવા દરમિયાન સિહોરમાં વિનીતા બાઈ ઓઝા.
PM સાથે વાત કરવા દરમિયાન સિહોરમાં વિનીતા બાઈ ઓઝા.

સ્વામિત્વ યોજનાથી આ ફાયદો

 • જમીનના દસ્તાવેજો મળ્યા પછી લોકો કાયદાનો આધાર મેળવી શકશે
 • મરજી મુજબ ઘર બાંધવાનું અને અતિક્રમણની મુશ્કેલીઓથી છુટકારો મળશે
 • એકવાર મિલકતની નોંધણી થઈ જાય પછી બેંક લોન લઈ શકાય છે.
 • જમીન સંબંધિત વિવાદો પણ સમાપ્ત થશે.
 • જમીન અને મકાનનું ટ્રાન્સફર સરળતાથી થઈ શકે છે.
 • સરકારી ઇમારતો પણ આયોજનબદ્ધ રીતે બનાવી શકાય છે.
 • ગામમાં વસતીની જમીન અંગેની મૂંઝવણનો અંત આવશે.
અન્ય સમાચારો પણ છે...