તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Benazir's Return To Pakistan In 2007 Was Greeted With A Suicide Attack; Death Of Thomas Alva Edison, Maker Of Light Bulbs

ઈતિહાસમાં આજે:2007માં બેનઝીર પાકિસ્તાન પરત ફરતાં જ આત્મઘાતી હુમલાથી થયું સ્વાગત; વીજળીના બલ્બ બનાવનાર થોમસ આલ્વા એડીસનનું મોત

13 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિશ્વની સૌથી વધુ પ્રતિભાશાળી નેતાઓમાંથી એક બેનઝીર ભુટ્ટોએ નવ વર્ષનો સેલ્ફ-એક્સાઈલ કાપ્યા બાદ 2007માં પાકિસ્તાન પરત ફરી હતી. જેના થોડા કલાક બાદ જ તેમના કાફલા પર આત્મઘાતી હુમલો થયો અને 139 લોકોના મોત નિપજ્યા હતા.

બેનઝીર પાકિસ્તાનની પહેલી મહિલા વડાપ્રધાન હતી અને તેઓએ માત્ર 35 વર્ષની ઉંમરમાં જ આ જવાબદારી સંભાળી હતી. 1988-90 અને 1993-96માં બે વખત તેઓએ દેશના પીએમની જવાબદારી સંભાળી હતી. ભ્રષ્ટાચારના મામલામાં દોષી જાહેર થયા બાદ બેનઝીરને 1999માં દેશ છોડવાની ફરજ પડી હતી. 2007માં જ્યારે સૈન્ય શક્તિ છેલ્લાં શ્વાસ લઈ રહી હતી અને લોકો લોકશાહી માટે અવાજ ઉઠાવી રહ્યાં હતા, ત્યારે બેનઝીર ભુટ્ટો પરત ફરી હતી. તે સમયની પરવેઝ મુશર્રફ સરકારે પરત ફરવાની મંજૂરી તો આપી દીધી, પરંતુ તેમના પર જીવલેણ હુમલો થશે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી. તે વર્ષે જ 27 ડિસેમ્બરે રાવલપિંડીમાં પોતાની રેલીમાં જ તેમની હત્યા કરવામાં આવી હતી.

1931: મહાન વૈજ્ઞાનિકે લીધા અંતિમ શ્વાસ

મહાન અમેરિકી વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી, 1847નાં રોજ થયો હતો. તેમના નામે 1,993 પેટન્ટ છે જે જણાવે છે કે તેઓ કેટલા આવિષ્કારક હતા. નાનપણ ગરીબીમાં પસાર કરનાર મહાન વૈજ્ઞાનિકને વીજળીના બલ્બની શોધ માટે ઓળખવામાં આવે છે.

એડિસન બલ્બ બનાવવામાં 10 હજારથી વધુ વખત અસફળ થયા હતા. જેના પર તેઓએ એમ પણ કહ્યું હતું કે હું ક્યારેય નિષ્ફળ નથી થયો પરંતુ મને 10,000 એવા રસ્તા મળ્યા જે મારા કામમાં ન આવ્યા. એડિસને 10 વર્ષની ઉંમરમાં જ પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રયોગ કરવા માટે પૈસાની જરૂર પડે તો તેઓ ટ્રેનમાં અખબાર અને શાકભાજી પણ વેચી લેતા હતા. 1879થી 1900 સુધીમાં એડિસને પોતાની તમામ પ્રમુખ શોધ કરી ચુક્યા હતા અને એક અમીર વેપારી પણ બની ગયા હતા. પહેલો બલ્બ બનાવવામાં 40 હજાર ડોલરનો ખર્ચ થયો હતો. 40 ઈલેક્ટ્રિક બલ્બ શરૂ થતો જોવા માટે ત્રણ હજાર લોકોની ભીડ એકઠી થઈ હતી. થોમસ એડિસનનું નિધન 18 ઓક્ટોબર 1931નાં રોજ થયું હતું.

ઈતિહાસમાં આજનો દિવસ આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છેઃ

 • 1386: જર્મનીમાં હેંડલબર્ગ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ.
 • 1564: ઈંગ્લેન્ડના નેવી કમાન્ડર જોન હોકન્સે બીજી વખત અમેરિકાની યાત્રા શરૂ કરી.
 • 1572: સ્પેનની સેનાએ માસ્ટ્રિચ પર હુમલો કરી દીધો.
 • 1648: ઉત્તર અમેરિકી કોલોનીમાં 'બોસ્ટન શુમેકર્સ' પહેલું શ્રમ સંગઠન બન્યું.
 • 1892: અમેરિકામાં શિકાગોથી ન્યૂયોર્ક વચ્ચે પહેલી લાંબા અંતરની વાણિજ્યિક ફોન લાઈનને શરૂ કરવામાં આવી.
 • 1898: અમેરિકાએ સ્પેન પાસેથી પ્યૂર્ટો રિકોને પોતાના કબજામાં લીધું.
 • 1900: કાઉન્ટ બર્નાર્ડ વૉન બુલો જર્મનીના ચાન્સેલર બન્યા.
 • 1922: બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ, જેનું નામ બાદમાં બદલીને બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન કરવામાં આવ્યું.
 • 1925: પ્રસિદ્ધ રંગમંચ નિર્દેશક અને નેશનલ સ્કૂલ 'ફ' ડ્રામાના પૂર્વ ડાયરેકટર ઈબ્રાહિમ અલ્કાઝીનો જન્મ.
 • 1944: બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી જર્મનીથી ચેકોસ્લોવાકિયાની સ્વતંત્રતા માટે સોવિયેત સંઘે લડાઈ શરૂ કરી.
 • 1954: ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ કંપનીએ પહેલાં ટ્રાંઝિસ્ટર રેડિયોનું નિર્માણ કર્યુ.
 • 1972: પહેલાં મલ્ટી-પર્પઝ હેલીકોપ્ટર એસએ-315નો બેંગલુરુમાં હવાઈ પરીક્ષણ કરાયું.
 • 1976: વિલિયમ એન લિપ્સકોબ જૂનિયરને રસાયણનું નોબેલ પુરસ્કાર એનાયત કરાયું.
 • 1980: પહેલી હિમાલય કાર રેલીને બોમ્બે (મુંબઈ)ના બ્રેબોર્ન સ્ટેડિયમથી ગ્રીન સિગ્નલ આપીને રવાના કરવામાં આવી.
 • 1985: સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક વિરોધ છતા દક્ષિણી આફ્રિકા સરકાર દ્વારા અશ્વેત કવિ બેન્જામિન મોલોઇસને ફાંસી.
 • 1991: દક્ષિણ પશ્ચિમ એશિયા અને દક્ષિણી પૂર્વી યુરોપના મુહાને પર સ્થિત અઝરબૈજાને તત્કાલીન સોવિયત રુસથી સ્વતંત્ર થવાની જાહેરાત કરી.
 • 1995: કોલંબિયાના કાર્ટાઝેનામાં નિરપેક્ષ દેશોના જૂથોનું 11મું શિખર સંમેલનનો પ્રારંભ થયો.
 • 1998: ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયારના ખતરાને રોકવા સહમત થયા.
 • 2004: કુખ્યાત ચંદન ચોર વીરપ્પન માર્યો ગયો.
 • 2012: સીરિયાએ મારેત અલ નુમાનમાં સૈન્ય હવાઈ હુમલો કર્યો જેમાં 40 લોકોના મોત નિપજ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો