તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ben Baba Came From Switzerland To Bathe Aquarius On Foot, Left Luxurious Life, And Adopted Spirituality

હરિદ્વાર:સ્વિટ્ઝરલૅન્ડથી પગપાળા કુંભ સ્નાન કરવા આવ્યા બૅન બાબા, લગ્ઝૂરિયસ જિંદગી છોડી આધ્યત્મનો માર્ગ અપનાવ્યો

2 મહિનો પહેલા

હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં આસ્થાના અનેક રંગરૂપ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પવિત્ર કુંભ મેળામાં સ્વિટ્ઝરલૅન્ડથી પગપાળા ચાલતાં આવેલાં બૅન બાબાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મૂળ વેબ ડિઝાઈનર અને કલાકના 10 ડૉલર (ભારતના 720 રૂપિયા) કમાતા બૅન ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને યોગથી પ્રભાવિત થઈ સ્વિટ્ઝરલૅન્ડથી પગપાળા ભારત આવ્યા છે. બૅન બાબા 18 દેશની બોર્ડર પર વિઝા એપ્લાય કરતાં-કરતાં 4 વર્ષે ભારત પહોંચ્યા હતાં. તેઓ છેલ્લાં એક વર્ષથી ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે અને મંદિર, મઠમાં રહીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અધ્યયન કરી રહ્યા છે. 33 વર્ષીય બૅન બાબાના જણાવ્યા મુજબ, ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતા અદભૂત છે. યોગ ધ્યાન અને ભારતીય વેદ પુરાણ સૌથી મૂલ્યવાન છે. જેને લીધે બાબાએ સનાતન ધર્મ અને યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે પગપાળા વિશ્વયાત્રાને જ પોતાની સાધના બનાવી લીધી છે. બાબા હિમાચલ પ્રદેશના કાંગડાથી 25 દિવસ સુધી પગપાળા ચાલી હરિદ્વાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, બૅને સ્વિટ્ઝરલેન્ડમાં રહીને જ હિન્દી ભાષા શીખી હતી. આ ઉપરાંત તેમને ગાયત્રી મંત્ર અને ગંગા આરતી કંઠસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...