સિનિયર એડવોકેટ સૌરભ કૃપાલીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સમલૈંગિક હોવાના કારણે તેમનું જજ તરીકે પ્રમોશન નથી થઈ રહ્યું છે. તેઓએ પોતાની જાતને ગે તરીકેની વ્યાખ્યા આપી કહ્યું કે આજ કારણથી વર્ષ 2017થી મારું પ્રમોશન અટકી ગયું છે.
કૃપાલે વધુમાં જણાવ્યું કે મને નથી લાગતું ભારત સરકાર ખુલીને એક સમલૈંગિક વ્યક્તિને જજ તરીકે નિયુક્ત કરશે. તેમની આ ટિપ્પણી આવા સમયે આવી છે જ્યારે સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણૂક પર નવા સિરેથી ધ્યાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેને સુપ્રીમ કોર્ટ તરફથી મંજૂરી નથી મળી.
સુપ્રિમ કોર્ટના કોલેજિયમે સીનિયર એડવોકેટ સૌરભ કૃપાલનું નામ હાઈકોર્ટના જજ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે. સૌરભ કૃપાલ સમલૈંગિક છે અને જો સરકાર તેમના નામ પર મુહર લગાવે તો તેઓ કોઈપણ હાઈકોર્ટમાં જજ બનનારા પ્રથમ સમલૈંગિક વ્યક્તિ હશે.
કોણ છે એડવોકેટ સૌરભ કૃપાલ
સૌરભ કૃપાલ રિયાર્ડ જસ્ટિસ બીએન કૃપાલના પુત્ર છે. જસ્ટિસ કૃપાલ મે 2002થી નવેમ્બર 2002 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. સૌરભ કૃપાલીએ દિલ્હી યુનિવર્સિટીથી ગ્રેજુએશન કમ્પલીટ કર્યા પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીથી લોનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી સૌરભે થોડા સમય માટે જેનેવામાં યુનાઈટેડ નેશન્સની સાથે કામ કર્યું. તેઓ વર્ષ 1990માં પરત ભારત આવ્યા અને સુપ્રીમ કોર્ટમાં વકાલત શરૂ કરી. તેઓ છેલ્લા બે દાયકાથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
કલમ 377 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
સૌરભ કૃપાલ સમલૈંગિકના અધિકારોને લઈને અવાજ ઉઠાવે છે. તેમનું નામ નવતેજ સિંહ જોહાર વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસને લઈને ચર્ચામાં આવ્યું હતું. આ મામલો કલમ 377ના તે ભાગનો હતો જે સમલૈંગિક સંબંધોને ગેરકાયદે માનતા હતા. સૌરભે અન્ય ઘણા વકીલો સાથે મળીને કલમ 377 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર લાવવાની તરફેણમાં કેસ લડ્યા હતા. આ કેસના કારણે સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે કલમ 377ની તે કલમો હટાવી દીધી હતી જે સમલૈંગિક સંબંધોને ગેરકાયદે માનતી હતી.
ચાર વખત રિજેક્ટ થયું નામ
એવું નથી કે સૌરભ કૃપાલનું નામ હાઈકોર્ટના જજ માટે પહેલીવાર સૂચવવામાં આવ્યું હતું. અગાઉ 2017માં પણ તેમનું નામ સૂચવવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ભારત સરકારે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારથી તેમના નામના સૂચનને ચાર વખત રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે.
2 માર્ચ 2021ના રોજ, જ્યારે સૌરભ કૃપાલના નામાંકનની વાત ફરી ઉઠી, ત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ પ્રતિક્રિયા નહોતી આપી. હવે 11 નવેમ્બર 2021ના રોજ મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાના નેતૃત્વ હેઠળના કોલેજિયમે સૌરભ કૃપાલની દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂકની ભલામણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.