88 વર્ષના સત્યવતી શુક્લા...સીતાપુરમાં એક સ્વાતંત્ર્ય સેનાનીના ઘરે જન્મ લીધો. તેમના જીવનની આ સૌથી મોટી વાત હતી. આ સિવાય આખું જીવન સંઘર્ષોથી ઘેરાયેલું રહ્યું. 11 વર્ષની ઉંમરમાં લગ્ન થયા. શ્યામવર્ણ હોવાના કારણે પતિએ બીજા લગ્ન કર્યા. સાસરામાં સૂકી રોટલી મળી. મીઠુ-મરચું પણ નહીં. કારણ કે પરિવારને લાગતું હતું કે તે વધારે રોટલી ખાઈ લેશે. ઠંડીમાં ક્યારેક નિર્વસ્ત્ર કરીને શરીર પર ઠંડુ પાણી નાખતા, તો ક્યારેક હાથ અને પગના નખ પર લોખંડથી માર મારતા હતા.
ગામથી નીકળીને તે સીતાપુર રેલવે સ્ટેશન પહોંચ્યા. 25 વર્ષ સુધી એક મંદિરમાં રહ્યા. પતિનું મોત થયું. પુત્ર અને પુત્રવધૂનાં પણ મોત થયાં. દીકરાના ખાતામાં 42 હજાર રૂપિયા રહી ગયા. 6 વર્ષથી બેંકમાં ધક્કા ખાઈ રહ્યા છે.
સત્યવતીની કહાની જાણવા ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી. પિતાની યાદોથી લઈને પોતે સહન કરેલી બધી પીડા તેમણે જણાવી.
લગ્નના બે વર્ષ પછી જ પતિએ બીજા લગ્ન કર્યા
સત્યવતીના પિતા મુકુટ બિહારી ત્રિવેદી સ્વતંત્રતા સેનાની હતા. દેશ માટે બીજું વિશ્વ યુદ્ધ લડ્યું. સત્યવતી કહે છે, 'જ્યારે હું 11 વર્ષની હતી ત્યારે મારા લગ્ન કચૂરા ગામના શિવગુલામ શુક્લા સાથે થયા. તે સમયે મને કંઈ ખબર નહતી. સાસરામાં કોઈ ખવડાવનાર નહતું. બધા માત્ર ઠપકો આપતા હતા.
હું શ્યામવર્ણની હતી આથી પરિવારના લોકો મારી સાથે વાત કરતા નહતા. શિવગુલામને કહેતા હતા કે બીજા લગ્ન કરી લે. શિવગુલામે લોકોની વાત પર ધ્યાન દોર્યું અને એક ગોરી છોકરી સાથે બીજા લગ્ન કર્યા. તે સમયે મારા લગ્નના માત્ર બે વર્ષ થયા હતા.'
બીજા લગ્ન થતા જ પરિવારનો માહોલ બદલાઈ ગયો. સત્યવતી એક જ ઝાટકે પત્નીથી નોકર બની ગયા. તે કહે છે, 'મારી સૌતન ગોરી અને મારા કરતા વધારે સુંદર હતી. પરિવારના લોકો તેને વધારે મહત્વ આપતા હતા. મારા પતિ મારી સાથે વાત કરતા નહતા. હું ઘરની નોકર બની ગઈ. આખા ઘરના વાસણ હું ધોતી હતી. બધાના કપડાં હું ધોતી હતી. ઝાડી રોટલી સાથે મીઠું-મરચું આપતા નહતા.'
સત્યવતી આ બધું કહેતા ભાવુક થઈ જાય છે. તે આગળ જણાવે છે કે, 'એક વખત ત્રણ દિવસ સુધી મને ખાવાનું અને પાણી નહતું આપ્યું. હું તરસથી તડપતા વાસણ ધોઈ રહી હતી. તે પાણી ખૂબ કાળું હતું, પણ તરસ એટલી લાગી હતી કે મેં બે હાથથી ઉપાડી અને તે પાણી પીધું. ત્યારે મારી નણંદે તે જોઈ લીધું અને બધાએ મારી સાથે મારઝૂડ કરી. બંને હાથની હથેળીઓ અને મસાલા ખાંડવાના દસ્તાથી મારી.'
સતત મારઝૂડથી સત્યવતી હિંમત હારી ગયા હતા. તેઓ પોતાના પિયર જતા રહ્યા. પોતાની સાથે થયેલા અન્યાયની વાત પિતાને કરી. પિતાને ફરક ન પડ્યો. તેમણે કહ્યું તારે તે જ ઘરમાં રહેવાનું છે ભલે તને ગમે તેવી રીતે રાખે. જો ક્યાંય ભાગીને ગઈ તો ગમે ત્યાંથી પકડીને ફરી તે જ ઘરમાં મૂકી આવીશ. પિતાના આવા વર્તનથી સત્યવતીના જીવનમાં કંઈ બાકી રહ્યું નહતું.
તમામ અન્યાય વચ્ચે નસીબ પલ્ટાયું. ચાલો તેના વિશે જાણીએ...
બીજી પત્નીને 9 દીકરી થઈ તો પતિએ સત્યવતીને અપનાવી
સત્યવતી ગંભીર સંઘર્ષો વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહી હતી. તે સમયે તેમની સૌતનને સંતાનો રૂપે એક પછી એક દીકરીઓ થઈ રહી હતી. ગામના લોકો તેને ટોણા મારવા લાગ્યા. આની અસર એ થઈ કે પરિવારના બાકીના લોકો તેમનાથી મોહભંગ થઈ ગયા. સત્યવતી કહે છે કે, પરિવારમાં એક વડીલ હતા તેમણે એક દિવસ મારા પતિને માર માર્યો અને કહ્યું, "તમે તેને દાસી બનાવી જે તમારી પાસે બધું લઈને આવી હતી અને જે સતત દીકરીઓને જન્મ આપે છે તેની સાથે તું ફરે છે. પરિણામે મારા પતિ શિવગુલામે મને અપનાવી લીધી. તે સમયે મારી ઉંમર 33 વર્ષની થઈ ચૂકી હતી."
સત્યવતી આગળ કહે છે કે, 'થોડા વર્ષ પછી મેં બે દીકરાને જન્મ આપ્યો. સસરા રઘુપતિ પ્રસાદ મહોલી મીલથી રિટાયર થયા તો મારા પતિને નોકરી મળી. બધું સારું ચાલતું હતું. આથી આ જ પરિવારના બીજા લોકો તે સહન ન કરી શક્યા. પરિવારમાં રોજ ઝઘડો થતો હતો. થોડા દિવસ પછી મને ઘરેથી કાઢી મૂકી. બંને દીકરાને લઈને હું સીતાપુર આવી ગઈ. પરંતુ રહેવાની કોઈ જગ્યા નહતી. ત્યારે સીતાપુર સિટી સ્ટેશનની બહાર શિવમંદિર જોયું. તેને જ પોતાનું ઘર બનાવી લીધું.'
પરિવારનો વિવાદ રોકાયો નહી. એક દિવસ ઝઘડો એટલો વધી ગયો કે સત્યવતીની નણંદના દીકરાની હત્યા થઈ ગઈ. હત્યાનો આરોપ સત્યવતીના બંને દીકરા અને સત્યવતી પર લાગ્યો. પોલીસ ઉપાડીને લઈ ગઈ. થોડા દિવસ પછી સત્યવતીને છોડી દીધી. પરંતુ દીકરા જેલમાં જ રહ્યા. ત્યારે સત્યવતીના પતિનું મોત થયું. મોટા દીકરાની પૂત્રવધૂનું પણ અવસાન થઈ ગયું. થોડા દિવસ પછી જેલથી બહાર આવેલા દીકરા કમલેશનું પણ મોત થયું.
દીકરાનું મોત થયું તો બેંકમાં જમા પૈસા આજ સુધી નથી મળ્યા
સત્યવતી આ બધી વાત કરતા વચ્ચે-વચ્ચે કહે છે કે, ખૂબ કષ્ટ ભોગવ્યું બેટા. એક લાઈનમાં તેમનું દુઃખ સ્પષ્ટ દેખાય છે. તે કહે છે કે, 'મોટા દીકરાના ખાતામાં 42 હજાર રૂપિયા છે. 2015માં પુત્ર-પુત્રવધૂનાં મોત થયાં. હું પૈસા ઉપાડવા બેંક ગઈ. ત્યારે બેંકે દીકરાનું ડેથ સર્ટિફિકેટ માગ્યું. દીકરાનું સર્ટિફિકેટ તો છે પરંતુ પુત્રવધૂનું આજ સુધી બની નથી શક્યું. જોઈન્ટ એકાઉન્ટ હતું. આથી બંનેનું સર્ટિફિકેટ આપવું પડે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.