તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ:આજીજી કરો, ઉધાર લો કે પછી ચોરી કરો, ગમે તેમ કરીને ઓક્સિજન લઈને આવો; અમે દર્દીઓને મરતા જોઈ શકીએ તેમ નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઈન્ડસ્ટ્રીઝનો ઓક્સિજન તાત્કાલિક બંધ કરવા આદેશ કર્યો છે. કોર્ટે મેક્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને લઈ દાખલ અરજી અંગે સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઓક્સિજન પર પહેલો અધિકાર દર્દીનો છે. તમે આજીજી કરો, ઉધાર લો અથવા ચોરી કરો પણ ઓક્સિજન લઈને આવો, અમે દર્દીઓને આ રીતે મરતા જોઈ શકતા નથી

ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને રેખા પલ્લીની બનેલી ખંડપિઠે સુનાવણી દરમિયાન કહ્યું કે દર્દીઓ માટે હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે. આ સંજોગોમાં સરકાર આટલી બધી બેદરકારી કેવી રીતે દાખવી શકે છે? જો ટાટા કંપની તેનો ઓક્સિજન ક્વોટાને ડાયવર્ટ કરી શકે છે તો અન્યો શા માટે આમ કરી શકતા નથી? શું માનવતાની કોઈ જ જગ્યા બચી નથી? આ એક હાસ્યાસ્પદ છે.

​​​​​​​તેનો અર્થ એ છે કે માનવ જીવન સરકાર માટે મહત્વપૂર્ણ નથી. કોર્ટે નાસિકમાં ઓક્સિજનથી થયેલા મોતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઉદ્યોગ ઓક્સિજન પુરવઠા માટે આટલા દિવસો સુધી રાહ જોઈ શકે છે, પણ અહીં વર્તમાન સ્થિતિ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ છે.

ખંડપિઠે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે આ કેવી રીતે શક્ય છે કે સરકાર જમીની હકીકતથી આટલી અજાણ છે? અમે લોકોને મરવા દેવા છોડશું નહીં. ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું કે તમે ઓક્સિજન ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તેનું શુ થયું? આ ઈમર્જન્સીનો સમય છે. સરકારે સચ્ચાઈ બતાવવી જોઈએ.

ફેક્ટરીઓ ઓક્સિજનની રાહ જોઈ શકે છે, દર્દી નહીં
ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને રેખા પલ્લીની ખંડપિઠે મંગળવારે પણ સર ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને લઈ એક અરજી પર સુનાવણી કરી હતી. ખંડપિઠે ગઈકાલે પણ કેન્દ્ર સરકારને ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે ઈન્ડસ્ટ્રીઝ ઓક્સિજનની રાહ જોઈ શકે છે, દર્દીઓ નહીં. કોર્ટે વધુમાં કહ્યું કે માનવ જીવન જોખમમાં છે. ખંડપિઠે કહ્યું કે એવું સાંભળવા મળ્યું છે કે ગંગા રામ હોસ્પિટલમાં ડોક્ટરોને કોવિડ-19 દર્દીઓને ઓક્સિજન આપવાનું પ્રમાણ ઓછું કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, શું ત્યાં ઓક્સિજનની અછત હતી.