• Gujarati News
  • National
  • He Said Before The Supreme Court That The Law Depriving People Of Their Religious Rights Should Be Abolished

વર્શિપ એક્ટ સામે કથાવાચક દેવકીનંદન:સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું- ધાર્મિક અધિકારથી વંચિત કરતા કાયદાને ખતમ કરવામાં આવે

3 મહિનો પહેલા

વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ કેસ વચ્ચે હવે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ-1991 અંગે સમગ્ર દેશમાં ચર્ચા થવા લાગી છે. આ એક્ટને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ લોકોએ અરજી દાખલ કરી છે. શનિવારે મથુરાના જાણીતા ભગવતાચાર્ય દેવકીનંદન ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં આ એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. દેવકીનંદન ઠાકુએ કહ્યું કે આ કાયદો લોકોને ધાર્મિક અધિકારથી વંચિત રાખે છે. માટે આ કાયદામાં ફેરફાર થવા જોઈએ, અથવા તો તે ખતમ થવો જોઈએ.

પૂજા કરવાનો અધિકાર મળે
દેવકી નંદને કહ્યું કે સનાતનના અનુયાયીઓને પૂજા માટે અધિકાર મળવો જોઈએ. જો કોઈ અમારી સાથે ક્રૂરતા કરે છે તો અમે કોર્ટના દરવાજા ખટખટાવી અરજી અને વિનંતી દાખલ કરી શકીએ. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે.

અત્યાર સુધી 7 અરજી દાખલ
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 અરજી દાખલ કરવામાં આવી છે. આ અગાઉ આ પ્રકારની અરજી અશ્વિની ઉપાધ્યાય, સુબ્રમણ્યમ સ્વામી, જિતેન્દ્રનંદ સરસ્વતી દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવી છે. 12 માર્ચ 2021ના રોજ વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી ઉપર નોટિસ પણ ઈશ્યુ કરવામાં આવી હતી.

શું છે વર્શિપ એક્ટ તે જાણો
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ, વર્ષ 1991માં લાગૂ કરવામાં આવ્યો હતો. આ એક્ટ હેઠળ 15 ઓગસ્ટ 1947 અગાઉ અસ્તિત્વમાં આવેલા કોઈ ફણ ધર્મના પૂજા સ્થળને કોઈ અન્ય ધર્મના પૂજા સ્થળમાં તબદિલ કરવામાં આવી શકે નહીં. આ એક્ટનું કોઈના દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે તો તેને દંડ તરીકે 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ કાયદો તે સમયની કોંગ્રેસ સરકારમાં વડાપ્રધાન પીવી નરસિંહ રાવ દ્વારા 1991માં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાયદો એવા સમયે આવ્યો હતો કે જ્યારે બાબતી મસ્જિદ અને અયોધ્યા મુદ્દે વ્યાપક વિવાદ થતો હતો.

પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991ની કલમ 2ની જોગવાઈ પ્રમાણે 15 ઓગસ્ટ 1947માં મોજુદ કોઈ ધાર્મિક સ્થળોમાં ફેરફારના વિષયમાં જો કોઈ અરજી કોર્ટ સમક્ષ પડતર છે તો તેને બંધ કરવામાં આવશે. પ્લેસ ઓફ વર્શિપ એક્ટની કલમ 3 પ્રમાણે કોઈ ફણ ધાર્મિક સ્થળને સંપૂર્ણ અથવા આંશિક રીતે કોઈ અન્ય ધર્મમાં તબદિલ કરવા મંજૂરી આપવામાં આવતી નથી. આ સાથે આ કલમ સુનિશ્ચિત કરે છે કે એક ધર્મના પૂજા સ્થળને અન્ય ધર્મના પૂજા સ્થળમાં તબદિલ કરવામાં ન આવે અથવા તો એક જ ધર્મના અલગ ખંડમાં પણ ફેરફાર કરવામાં ન આવે.