તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Before The Cabinet Expansion, Big Ministers Like Harshvardhan, Nishank, Gangwar Were Ministers Dropped Ministers Resign List

સરકાર રિશફલ:મોદી સરકારમાં ચોંકાવનારા રાજીનામા, હવે રવિશંકર-પ્રકાશ જાવડેકર સહિત 13 મંત્રીઓના રાજીનામા; કોરાના-બંગાળ ચૂંટણીની દેખાઈ અસર

3 મહિનો પહેલા
 • મોદી કેબિનેટમાંથી રમેશ પોખરિયાલ, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી, રતનલાલ કટારિયાએ પણ રાજીનામાં આપ્યાં

મોદી મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયુ. આ વિસ્તરણ પહેલાં ઘણા મંત્રીઓને ઘરભેગા પણ કરવામાં આવ્યા છે. મોદી કેબીનેટમાં હવે ચોંકાવનારા રાજીનામા પણ આવવા લાગ્યા છે. નવા મંત્રીઓના શપથ લેવાય તેના અડધો કલાક પહેલાં જ હવે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પણ રાજીનામું આપી દીધું હતું.

નવું મંત્રીમંડળ બને એ પહેલાં ડૉ. હર્ષ વર્ધન, રમેશ પોખરિયાલ, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી, રતનલાલ કટારિયા, રાવ સાહેબ દાનવે પાટીલે રાજીનામાં આપી દીધાં છે. તો આવો, જાણીએ આ મંત્રીઓને કેમ રાજીનામાં આપવા પડ્યાં...

કેબિનેટ વિસ્તરણના સૌથી પહેલા થાવરચંદ ગેહલોતને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા છે. તેઓ સામાજિક ન્યાય અને ઓફિશિયલ મિનિસ્ટર હતા. એ સિવાય થાવરચંદ ગેહલોત પાસે રાજ્યસભામાં નેતા સદન અને બીજેપી પાર્લમેન્ટરી બોર્ડનું મહત્ત્વનું સભ્યપદ પણ હતું. તેમને હવે કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

રાજીનામાં આપનારા મંત્રીઓ

 1. થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી)
 2. ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી)
 3. રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી)
 4. દેબોશ્રી ચૌધરી (મહિલા બાળવિકાસમંત્રી)
 5. સદાનંદ ગૌડા (રસાયણમંત્રી)
 6. સંતોષ ગંગવાર (શ્રમ રાજ્યમંત્રી)
 7. સંજય ધોત્રે (શિક્ષણ રાજ્યમંત્રી)
 8. બાબુલ સુપ્રિયો
 9. પ્રતાપ સારંગી
 10. રતન લાલ કટારિયા
 11. રવિશંકર પ્રસાદ
 12. પ્રકાશ જાવડેકર

થાવરચંદ ગેહલોત પછી આ મંત્રીઓનાં રાજીનામાં માગવામાં આવ્યાં છે

ડૉ. હર્ષ વર્ધનની ફાઇલ તસવીર.
ડૉ. હર્ષ વર્ધનની ફાઇલ તસવીર.

ડૉ. હર્ષવર્ધન- કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધને રાજીનામું આપી દીધું છે. કોરોનાની બીજી લહેર વિશે મોદી સરકાર સામે જે પ્રમાણે સવાલ ઊભા થયા હતા એનો જવાબ હવે હર્ષ વર્ધને રાજીનામું આપીને આપવું પડે છે. હર્ષ વર્ધન પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પણ હતું, એટલે કે તેમના રાજીનામાથી બે મોટાં મંત્રાલય ખાલી થઈ જશે.

સંભવિત કારણઃ કોરોના મહામારીની બીજી લહેરમાં આરોગ્ય વ્યવસ્થા કથળી જતાં પદભ્રષ્ટ થઈ શકે છે.

બાબુલ સુપ્રિયોની ફાઇલ તસવીર.
બાબુલ સુપ્રિયોની ફાઇલ તસવીર.

બાબુલ સુપ્રિયો- પશ્ચિમ બંગાળના આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજીનામું આપી દીધું છે. તેઓ પર્યાવરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. માનવામાં આવે છે કે બાબુલ સુપ્રિયો પાર્ટીથી નારાજ હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બાબુલ સુપ્રીયો મેદાનમાં ઊતર્યા હતા, પરંતુ 50 હજાર મતથી હારી ગયા હતા.

સંભવિત કારણઃ પાર્ટીથી નારાજ હતા. આની પાછળ પશ્ચિમ બંગાળ વિધાનસભાને જવાબદાર ઠેરવવામાં આવે છે, જેમાં સુપ્રિયો 50 હજાર વોટથી હાર્યા હતા.

રાવ સાહેબ દાનવે પાટીલ- મહારાષ્ટ્રની જલના લોકસભા સીટથી સાંસદ રાવ સાહેબ દાનવે પાટીલે રાજીનામું આપી દીધું છે. કન્ઝ્યુમર વિભાગ, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા.

દેબોશ્રી ચૌધરીની ફાઇલ તસવીર.
દેબોશ્રી ચૌધરીની ફાઇલ તસવીર.

દેબોશ્રી ચૌધરી- પશ્ચિમ બંગાળની રાયગંજ લોકસભા સીટથી બીજેપી સાંસદ દેબોશ્રી ચૌધરીએ રાજીનામું આપવાનું કહ્યું છે. તેઓ મહિલા અને બાળ વિકાસના રાજ્યમંત્રી છે. માનવામાં આવે છે કે તેમને પશ્ચિમ બંગાળ બીજેપીમાં મહત્ત્વનું પદ આપવામાં આવી શકે છે.

સંભવિત કારણઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમને પશ્ચિમ બંગાળ ભાજપમાં સારી પોસ્ટ અપાઈ શકે છે, જેથી તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું છે.

રમેશ પોખરિયાલ નિશંકની ફાઇલ તસવીર
રમેશ પોખરિયાલ નિશંકની ફાઇલ તસવીર

રમેશ પોખરિયાલ નિશંક- ઉત્તરાખંડના હરિદ્વારના સાંસદ રમેશ પોખરિયાલ નિશંકને પણ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. તેઓ માનવ સંસાધન વિકાસમંત્રી હતા. છેલ્લા કેટલાક દિવસો પહેલાં રમેશ પોખરિયાલ નિશંક કોરોના પોઝિટિવ થયા પછી એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તબિયત સારી ના હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે.

સંભવિત કારણઃ તબિયત સારી ન રહેતી હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે.

સદાનંદ ગૌડાની ફાઇલ તસવીર.
સદાનંદ ગૌડાની ફાઇલ તસવીર.

સદાનંદ ગૌડાઃકર્ણાટકના બેંગલુરુ નોર્થથી BJP સાંસદ સદાનંદ ગૌડાને રાજીનામું આપવા ટકોર કરાઈ છે. તેઓ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીમાં દવાઓની જે અછત સર્જાઈ હતી એ મુદ્દે મોદી સરકારની જે મજાક ઊડી હતી, તેની અસર સદાનંદ ગૌડા પર થઈ છે.

સંભવિત કારણઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીમાં સર્જાયેલી દવાની અછતને પરિણામે રાજીનામું આપવા ટકોર કરવામાં આવી છે.

સંતોષ ગંગવારની ફાઇલ તસવીર.
સંતોષ ગંગવારની ફાઇલ તસવીર.

સંતોષ ગંગવારઃ ઉત્તરપ્રદેશના બરેલીના સાંસદ સંતોષ ગંગવારને પણ રાજીનામું માટે કહેવાયું છે. તેઓ એજ્યુકેશન અને ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના મિનિસ્ટર ઓફ સ્ટેટ હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર PM મોદી, સંજય ધોત્રેના કામથી ખુશ નહોતા. ધોત્રેને એડજસ્ટ કરાઈ શકાશે.

સંભવિત કારણઃ તેમણે કોરોના મહામારી દરમિયાન એક પત્ર લખ્યો હતો, જેમાં UP સરકારની ટીકા કરાઈ હતી. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેમને આ પત્ર લખવાને કારણે સજા અપાઈ છે.

રતનલાલ કટારિયાની ફાઇલ તસવીર.
રતનલાલ કટારિયાની ફાઇલ તસવીર.

રતનલાલ કટારિયાઃ હરિયાણામાં અંબાલાના સાંસદ સંજય ધોત્રેને પણ રાજીનામું આપવા ટકોર કરાઈ છે. તેઓ વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર હતા. તેમના સ્થાને સિરસાથી સાંસદ સુનીતા દુગ્ગલને મંત્રી બનાવાઈ શકે છે.

સંભવિત કારણઃ તેમના સ્થાને સિરસાનાં સાંસદ સુનીતા દુગ્ગલને મંત્રી બનાવાઈ શકે છે.

પ્રતાપ સારંગીની ફાઇલ તસવીર.
પ્રતાપ સારંગીની ફાઇલ તસવીર.

પ્રતાપ સારંગી- ઓડિશાના બાલાસોરથી સાંસદ પ્રતાપ સારંગીને પણ રાજીનામું આપવા ટકોર કરી હતી. તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમની સાથે પશુપાલન, ડેરી અને મત્સ્ય મિનિસ્ટર છે.

સંજય ધોત્રેની ફાઇનલ તસવીર.
સંજય ધોત્રેની ફાઇનલ તસવીર.

સંજય ધોત્રે- મહારાષ્ટ્રની અકોલા લોકસભા સીટથી સાંસદ સંજય ધોત્રેને પણ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. તેઓ શિક્ષણની સાથે જ સૂચના અને પ્રૌદ્યોગિક મંત્રાલયના રાજ્ય મંત્રી હતા. માનવામાં આવે છે કે પીએમ નરેન્દ્ર મોદી, સંજય ધોત્રેના કામથી ખુશ નહોતા. તેમને સંગઠનમાં એડ્જસ્ટ કરવામાં આવતા હતા.

રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદ મોદી સરકારમાં કાયદા મંત્રી હતા.

પ્રકાશ જાવડેકર
મોદી સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી રહેલા પ્રકાશ જાવડેકર મોટાભાગે કેબિનેટ બ્રીફિંગમાં દેખાતા હતા.

અન્ય સમાચારો પણ છે...