પુત્રના શપથ પહેલાંનું લાલુનું સ્મિત જુઓ...:રોહિણીએ વીડિયો ટ્વીટ કરી લખ્યું- સબકો દેના હૈ સમ્માન, લાલુ જી કા યહી પૈગામ

પટનાએક મહિનો પહેલા

બિહારમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી રાજકીય હલચલ પછી મંગળવારે સરકાર બદલાઈ ગઈ. નીતીશે NDA સાથે છેડો ફાડીને મહાગઠબંધન સાથે હાથ મિલાવી લીધો છે. એવામાં આજે બપોરે 2 વાગ્યે સીએમ નીતીશ 8મી વખત મુખ્યમંત્રીના શપથ લેશે. જ્યારે તેજસ્વી ઉપમુખ્યમંત્રીના શપથ લેશે. આ દરમિયાન તેજસ્વી ઉપમુખ્યમંત્રી બને એ પહેલાંની લાલુ યાદવની પ્રથમ તસવીર બહાર આવી છે. એમાં લાલુ હસતા દેખાઈ રહ્યા છે. લાલુનો આ વીડિયો જૂનો છે, જ્યારે તેઓહોસ્પિટલમાં હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. રોહિણીએ આજે એને ટ્વીટ કર્યો છે.

બુધવારે તેજસ્વીની બહેન રોહિણી આચાર્યએ લાલુ યાદવનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં તેમણે લખ્યું કે 'સબકો દેના હૈ સમ્માન, લાલુ જી કા હૈ યહી પૈગામ...બિહાર કે વિકાસ પર ધ્યાન દેના હૈ ઈસકે સિવા ન કુછ કહના હૈ...'. તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લાલુ યાદવના હાથમાં એક ગ્રીટિંગ કાર્ડ છે, જેમાં લખવામાં આવ્યું છે ઝડપથી સાજા થઈ જાઓ અને સિંગાપોર જાઓ. ઉલ્લેખનીય છે કે આ પહેલાં રોહિણી આચાર્યએ ટ્વિટર પર લખ્યું હતું કે 'રાજતિલકની કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી.'

બુધવારે તેજસ્વીની બહેન રોહિણી આચાર્યએ લાલુ યાદવનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો.
બુધવારે તેજસ્વીની બહેન રોહિણી આચાર્યએ લાલુ યાદવનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બિહારમાં 5 વર્ષ પછી ફરી મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. રાજદ-કોંગ્રેસ સહિત 7 પાર્ટીના સહયોગથી બુધવારે રાજભવનમાં નીતીશ કુમાર 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે જ તેજસ્વી યાદવ પણ ડેપ્યુટી સીએમ બનશે. આ દરમિયાન RJDએ વિધાનસભા સ્પીકર વિજય કુમાર સિન્હાની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ફ્લોર ટેસ્ટના સમયે જ નવા સ્પીકર માટે ચૂંટણી થશે. મહાગઠબંધન તરફથી સ્પીકરની ખુરસી RJDને મળી શકે છે. જોકે કોંગ્રેસે પણ સ્પીકરની ખુરસી પર દાવો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, નક્કી ફોર્મ્યુલામાં RJDને 16 મંત્રીપદ મળ્યાં છે, જ્યારે JDUના ખાતામાં 13 અને કોંગ્રેસના 4 ધારાસભ્ય મંત્રી બની શકશે. 12 ધારસભ્યવાળી CPI(ML)એ સરકારમાં સામેલ થવા પર હાલ કોઈ નિર્ણય લીધો નથી.

અન્ય સમાચારો પણ છે...