તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટેસ્લાના ફાઉન્ડર અને અરબતિ એલન મસ્કે ઘણા મિલિયન ડોલર Bitcoinમાં રોકાણ કરી દીધું છે, જેને કારણે હાલના દિવસોમાં ક્રિપ્ટોકરન્સી Bitcoin ઘણી ચર્ચામાં છે. એલન મસ્ક Bitcoinને પસંદ કરે છે અને તેમનું માનવું છે કે આ જ ભવિષ્ય છે. હાલ Bitcoinની વેલ્યુ ઘણી વધી ચૂકી છે અને હાલ 1 Bitcoinની વેલ્યુ 45,680 અમેરિકન ડોલર છે. ભારતમાં 1 Bitcoinની વેલ્યુ લગભગ 33 લાખ રૂપિયા છે, પણ અમુક વર્ષ પહેલાં આવું ન હતું.
આજથી 10 વર્ષ પહેલાં Bitcoinની વેલ્યુ આવી ન હતી, કારણ કે ત્યારે 10 હજાર Bitcoin આપીને એક વ્યક્તિએ માત્ર બે પિત્ઝા ખરીદ્યા હતા. આ કદાચ તમને ચોંકાવનારું લાગશે, પણ સાચું છે. 2010માં 1 Bitcoinની વેલ્યુ 0.0003 અમેરિકન ડોલર હતી, જેને ભારતીય રૂપિયામાં સરખાવીએ તો ત્યારે 1 Bitcoinને લગભગ 0.22 રૂપિયામાં ખરીદી શકાતા હતા, પણ ત્યારે એવી ક્યાં ખબર હતી કે 10 વર્ષમાં 1 Bitcoinની વેલ્યુ વધીને 33 લાખ રૂપિયા થઈ જશે.
મે 2010માં લેજલો નામની એક વ્યક્તિએ Papa John’sમાંથી બે લાર્જ પિત્ઝા ઓર્ડર કર્યા. તેમનું માનવું છે કે તે પહેલી વખત હતું જ્યારે બિટકોઈન આપીને કોઈ સામાન ખરીદવામાં આવ્યો હોય. હવે ઘણી કંપનીઓ બિટકોઈનને પેમેન્ટ તરીકે લઈ રહી છે. જોકે હાલ પણ એ ભારતમાં સામાન્ય નથી.
ભારતમાં હાલ જો તમે 10,000 બિટકોઈન વેચો તો તમને 33.39 અબજ રૂપિયા મળી શકે છે
લેજલોએ બે પિત્ઝા ઓર્ડર કર્યા હતા, એની કિંમત 30 અમેરિકન ડોલર હતી. આ જ કારણે 30 અમેરિકન ડોલરના મૂલ્યવાળો બિટકોઈન આપવો પડ્યો અને ત્યારે 30 અમેરિકન ડોલરના બરાબર 10,000 બિટકોઈન હતા. 10 વર્ષ થઈ ચૂક્યાં છે અને આજે 10,000 બિટકોઈનની વેલ્યુ 200 મિલિયન અમેરિકન ડોલર કરતાં પણ વધુ થઈ ચૂકી છે. ભારતમાં હાલ જો તમે 10,000 બિટકોઈન વેચો તો તમને 33.39 અબજ રૂપિયા મળી શકે છે, એટલે કે હાલ 10,000 બિટકોઈનની વેલ્યુ એટલી વધુ થઈ ચૂકી છે.
2012માં Bitcointalk પોર્ટલ પર લેજલોએ કહાની શેર કરી
અમેરિકાના ફ્લોરિડાના રહેવાસી લેજલોનું કહેવું છે કે એ વાતનો અફસોસ નથી કે તેમણે 2010માં પિત્ઝા માટે 10,000 બિટકોઈન ખર્ચ કરી દીધા છે. 2012માં Bitcointalk પોર્ટલ પર તેમણે પોતાની કહાની શેર કરી છે અને પિત્ઝાની તસવીર પણ પોસ્ટ કરી છે, ત્યારે તે એ વાત અંગે પોર્ટલ પર લોકો સાથે ડિસ્કશન કરી રહ્યા હતા કે શું ડીલ યોગ્ય છે. તેમણે ત્યાં લખ્યું છે કે તે લોકોને એ જણાવવા માગે છે કે તેમણે પિત્ઝા માટે 10 હજાર Bitcoin ખર્ચ કર્યા છે.
પાપા જોહ્નસ પિત્ઝા શોપ પર બોર્ડ લાગેલું છે
કમ્પ્યુટર પ્રોગ્રામર લેજલોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકોએ એવું કહેવાનું શરૂ કરી દીધું કે આવું કરવું મૂર્ખામી છે. જોકે તેમનું માનવું છે કે કોઈકે તો આવી શરૂઆત કરવાની હતી. એટલે કે Bitcoinના બદલે કોઈ વસ્તુ ખરીદવાની હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.