PM બોલ્યા- દેશનો નવો ઇતિહાસ લખવામાં આવી રહ્યો છેઃ:પહેલાં જાણીજોઇને વિદેશી એજન્ડાને વધારવાનું કામ થયું, અમે ભૂલો સુધારી રહ્યાં છીએ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે ભારતના ઇતિહાસને દબાવવામાં આવ્યો. પહેલાં જાણીજોઇને વિદેશી એજન્ડા વધારવાનું કામ કર્યું. ભારતનો ઇતિહાસ, માત્ર ગુલામીનો ઇતિહાસ છે. આ યોદ્ધાઓનો ઇતિહાસ છે. અત્યાચારીઓની વિરુદ્ધ અભૂતપૂર્વ શૌર્ય અને પરાક્રમ દેખાડવાનો ઇતિહાસ છે. અમે આ ભૂલોને સુધારી રહ્યા છીએ.

PM બોલ્યા-દુર્ભાગ્યથી આપણને આઝાદી પછી પણ તે ઇતિહાસ ભણાવવામાં આવે છે, જે ગુલામીના કાલખંડમાં ષડ્યંત્રપૂર્વક રચવામાં આવ્યો હતો. આઝાદી પછી જરૂર હતી આપણને ગુલામ બનાવનારા વિદેશીઓના એજન્ડાને બદલવામાં આવે, પરંતુ એવું થયું નહીં. દેશના હરેક ખૂણામાં મા ભારતીના વીર દીકરા-દીકરીઓએ કેવી રીતે મહાપાપીઓનો મુકાબલો કર્યો, પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેને જાણીજોઇને દબાવવામાં આવ્યું.

મોદી શુક્રવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આસામના વીર સપૂત લચિત બરફુકાનની 400મી જયંતી કાર્યક્રમના સમાપન સમારોહમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સેનાપતિ લચિતના યોગદાનને યાદ કર્યું. અને દેશના ઇતિહાસને લઇને પોતાની વાત રજૂ કરી.

આ તસવીર દિલ્હીના વિજ્ઞાન ભવનની છે. અહીં પીએમ મોદીએ વીર લચિતને શ્રદ્ધાંજલિ આપી.
આ તસવીર દિલ્હીના વિજ્ઞાન ભવનની છે. અહીં પીએમ મોદીએ વીર લચિતને શ્રદ્ધાંજલિ આપી.

PMએ સેનાપતિ લચિતના સાહસને બિરદાવ્યું
PMએ કહ્યું કે હું આસામની ધરતીને પ્રણામ કરું છું, જેણે લચિત જેવા વીર આપ્યા. વીર લચિતે પોતાના જીવનમાં ખૂબ સાહસ અને વીરતા દેખાડી છે. આસામની ધરતી આની ગવાહ રહી છે. તેમણે આગળ કહ્યું કે જો કોઇ તલવારના જોરે એમને ઝુકાવવા ઇચ્છે છે, અમારી ઓળખને બદલવા ઇચ્છે છે તો અમને તેનો જવાબ આપતા પણ આવડે છે.

સેનાપતિ લચિતને શિવાજી કહેવામાં આવે છે
લચિત બરફુકનનો જન્મ 24 નવેમ્બર 1622માં થયો હતો. તેઓ અહોમ સામ્રાજ્યના પ્રસિદ્ધ સેનાપતિ હતા. લચિતને પૂર્વોત્તરના શિવાજી કહેવામાં આવે છે. કારણ કે તેમણે શિવાજીની જેમ કેટલીય વાર મોગલોને રણનીતિથી હરાવ્યા હતા. મોગલોને હરાવનાર લચિતની યાદમાં દર વર્ષે આસામમાં 24 નવેમ્બરના રોજ લચિત દિવસ મનાવવામાં આવે છે.

પીએમ મોદીએ વીર લખિતની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને તેમની હિંમતની પ્રશંસા કરી.
પીએમ મોદીએ વીર લખિતની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને તેમની હિંમતની પ્રશંસા કરી.

PM મોદીની મુખ્ય વાતો
1. દેશથી કોઈ સંબંધ મોટો નથી

PMએ કહ્યું કે સેનાપતિ લચિતનું જીવન પ્રેરણા આપે છે કે આપણે પરિવારવાદથી ઉપર ઊઠીને દેશ માટે વિચારવું જોઇએ. તેમણે કહ્યું હતું કે કોઇ પણ સંબંધ દેશથી મોટો નથી હોતો.

2.દેશની ભૂલોને અમે સુધારી રહ્યાં છીએ
PMએ કહ્યું કે લચિતનું જીવન આપણને પ્રેરણા આપે છે કે આપણે વ્યક્તિગત સ્વાર્થને નહીં દેશ હિતને પ્રાથમિકતા આપવી જોઇએ. ઇતિહાસને લઇને, પહેલાં જે ભૂલો થઇ છે, હવે દેશ તેને સુધારી રહ્યો છે.

3. સંસ્કૃતિ બચાવવામાં ભારતનો દરેક યુવા યોદ્ધો
PMએ કહ્યું કે જ્યારે કોઇ બહારની તાકાતથી આપણી સાંસ્કૃતિક વિરાસતને બચાવવાની વાત આવે છે તો ભારતનો દરેક યુવા યોદ્ધો હોય છે.

શાહ બોલ્યા- ઇતિહાસ ફરીથી લખવામાં આવે
ગૃહમંત્રી અમિત શાહે ઇતિહાસકારોને ભારતનો ઇતિહાસ ફરીથી લખવા માટે કહ્યું છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે સરકાર તેમની કોશિશોનું સમર્થન કરશે. શાહે કહ્યું કે અમારા ઇતિહાસને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યો છે. હવે અમારે તેને ઠીક કરવાની જરૂર છે.

ICHR ફરીથી લખી રહ્યું છે ભારતનો ઇતિહાસ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR)એ ઇતિહાસને ‘ફરીથી લખીશું’ માટે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. પ્રોજેક્ય હેઠળ ભારતનો ઇતિહાસ ફરીથી લખવામાં આવશે. આનો હેતુ છે કે પહેલાં જે પણ જૂઠું બતાવવામાં આવ્યું છે, તેને ખતમ કરવું છે અને ફેક્ટની સાથે ઇતિહાસ લખવાનો છે.

ICHRની તરફથી આ કામ શરૂ થઇ ગયું છે. આનો પહેલો ભાગ માર્ચ 2023માં પ્રકાશિત કરવામાં આવશે. 100થી વધુ ઇતિહાસકાર આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

4 રૂપિયા માટે મજૂરી કરતા હતા લચિતના પિતા
સેનાપતિ લચિતના પિતાને 4 રૂપિયાનું દેવું ચૂકવવા માટે મજૂર બનવું પડ્યું હતું. પછી મોમાઇના નેતૃત્વ ક્ષમતાને જોઇને અહોમ સામ્રાજ્યના દસમા રાજાપ્રતાપસિંહે તેમને પોતાના કમાન્ડર ઇન ચીફ બનાવ્યા. ત્યાર બાદ આ પરિવાર પૂરી રીતે પોતાના રાજા અને અહોમ માટે સમર્પિત થઇ ગયો.

અન્ય સમાચારો પણ છે...