તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bed Quotas Are Being Fixed For MPs And MLAs. Officials, On The Roads In Nagpur, Are Becoming Fidayeen.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં કોરોનાની કહાની:સાંસદો અને ધારાસભ્યો માટે બેડના ક્વોટા નક્કી કરી રહ્યા છે અધિકારીઓ, નાગપુરમાં રસ્તાઓ પર ફિદાઇન બનીને ફરી રહ્યા છે ગરીબ સંક્રમિત

મુંબઈ15 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

તપતા બપોરે નાગપુર મેડિકલ કોલેજના ગેટની સામે પાટા પર હું પણ બેસી ગઈ. બાજુમાં બેઠેલી એક મહિલાના હાથમાં રિપોર્ટ્સ હતો, મેં તેને પૂછ્યું, શું થયું તમને? તેણે કહ્યું, હું પોઝિટિવ છું.

જોતજોતાંમાં તો ડાબે-જમણે બધી બાજુએથી અવાજ આવવા લાગ્યો કે અમે પણ પોઝિટિવ છે, અમે પણ પોઝિટિવ છીએ. કોઈ હાથ જોડવા લાગ્યા તો કોઈ ભાવુક થઈ ગયા. તેમની એક જ વિનંતી હતી કે તેમને કોઈપણ રીતે બેડ મળે. જોકે અમે તેમની આવી કોઈ મદદ કરી શકીએ એવી સ્થિતિમાં ન હતા.

ગઢચિરોલીની સિવિલ હોસ્પિટલમાં શ્યામ બાબુના નજીકના સંબંધીનું કોવિડથી સાંજે 5 વાગ્યે મૃત્યુ થયું છે. હાલ બીજા દિવસના 12 વાગી ચૂક્યા છે. તેમને ડેડબોડી મળી નથી. તેઓ અગ્નિસંસ્કાર માટે લગભગ 2800 રૂપિયાનાં લકડાં ખરીદી ચૂક્યા છે. સ્મશાનમાં ચિતા તૈયાર કરીને અહીં આવ્યા છે.

ગત રાતે 8 વાગ્યાથી લઈને બીજા દિવસના 12 વાગ્ય સુધીમાં ગઢચિરોલીની હોસ્પિટલમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે કોઈ ડેડીબોડી ક્યારે મળશે એની માહિતી આપનાર નથી. કોઈની સાથે પણ વાત કરો તો લોકો એમ કહે છે કે અમારી સાથે વાત ન કરો, અમે બોલી પણ શકતા નથી.

ચંદ્રપુરના સિવિલ હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં અવિનાશનો ભાઈ એડમિટ હતો. રાતે ઓક્સિજન ન મળ્યો, તો ભાઈ સ્થિતિ બગડવા લાગી. અવિનાશ આખી રાત દોડતો-ભાગતો રહ્યો. પછી જોયું તો ઓક્સિજન ન હોવાથી ક્યારેક એમ્બ્યુલન્સની અંદર તો ક્યારેક એમ્બ્યુલન્સની બહાર દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે.

તે બીજા દિવસે કલેક્ટર સાથે ઝઘડવા પહોંચી ગયો કે ઓક્સિજન શા માટે નથી. જોકે તેને માત્ર સરકારી સાંત્વના મળી. ચંદ્રપુરમાં આ રાતે 13 લોકોના શબ ઊઠ્યા છે.

નાગપુરની નગરપાલિકાના એક અધિકારી કહે છે કે અમે RT-PCR ટેસ્ટ જ બંધ કરી દીધા છે, બધા થાકી ચૂક્યા છે. સાંસદ અને ધારાસભ્યો માટે 40 બેડ ખાલી કરાવ્યાં છે. હોસ્પિટલની બહાર રસ્તાઓ પર ગરીબ સંક્રમિતો ફિદાઇન બનીને ભટકી રહ્યા છે, એટલે કે આમ લોકોના રડવા અને બૂમો પાડવાની સરકાર પર કોઈ અસર નથી...

મહારાષ્ટ્રની આ ચાર કહાની અહીંની સ્થિતિનો ચિતાર આપી રહી છે. કોરોના અહીં રસ્તાઓ પર ખુલ્લે આમ ફરી રહ્યો છે. કેટલીક જગ્યાએ બેડ નથી, કેટલીક જગ્યાએ ટેસ્ટ નથી, ક્યાંક ઓક્સિજન નથી, કેટલીક જગ્યાએ વેન્ટિલેટર નથી, જ્યાં આ બધી સગવડ છે ત્યાં ડોક્ટર નથી. જ્યાં ટેસ્ટ થાય છે ત્યાં ત્રણ દિવસે રિપોર્ટ આવી રહ્યો છે.

નાગપુરમાં પ્રત્યેક દિવસે 26000 RT-PCR ટેસ્ટ થઈ રહ્યા હતા, જોકે હવે આ ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે. અહીં સવારે 6 વાગ્યાથી લાંબી લાઈન છે, જોકે કોઈ કંઈ જ કહી રહ્યું નથી.

સ્વપ્નિલના પિતાનું બેડ ન મળવાથી મૃત્યુ થયું છે અને ઘરમાં માતાનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું છે. બે દિવસથી 2 લાખ કેશ લઈને બેડ માટે ફરી રહ્યો છું, પણ હજુ કઈ વ્યવસ્થા થઈ નથી.

મહારાષ્ટ્રમાં ટેસ્ટ ન થવા પર કે રિપોર્ટ મોડા આવવાને કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. નાગપુરના ડોક્ટર અનવર સિદ્દીકી જણાવે છે કે ગત વર્ષની જેમ કોન્ટેક્ટ ટ્રેસિંગ ઝીરો છે. ગત વર્ષે પ્રશાસનમાં પણ હિંમત હતી અને મદદ કરનારાઓમાં પણ. જોકે આ વર્ષે તો મેડિકલ વિભાગ પણ થાકી ચૂક્યો છે અને મદદ કરનારાઓ પણ.

કોરોનાના બદલાયેલા રૂપથી સ્વયંસેવી સંસ્થાઓ, આમઆદમી અને મેડિકલ સ્ટાફ પણ ગભરાયો છે. લોકો સારવાર માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહ્યા છે. નાગપુરમાં બેડ મળતો નથી તો લોકો ગઢચિરોલી જઈ રહ્યા છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશથી લોકો નાગપુર આવી રહ્યા છે. ઔરંગાબાદના લોકો પુણે આવી રહ્યા છે.

ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલ જણાવે છે કે આ વખતે એનજીઓવાળાઓ પાસે પણ ભૂખ્યાને ખવડાવવા માટે પૈસા નથી. મદદ કરવાની વાત તો દૂર, બધા પોતાનો જીવ બચાવવામાં પડ્યા છે. ઔરંગાબાદમાં જ્યારે કલેક્ટર સુનીલ ચૌહાણે લોકડાઉનની જાહેરાત કરી તો સાંસદ જલીલે પૂછ્યું, લોકો શું ખાશે ?

આ અંગે કલેક્ટર સુનીલ ચૌહાણે કહ્યું, ગત વર્ષે તમામ ફન્ડ્સમાંથી રેશન પર ખર્ચ કરવામાં આવ્યો છે, હવે પ્રશાસનની પાસે લોકોને ખવડાવવાનું કોઈ સાધન બચ્યું નથી.

સરકારનું વલણ જોતાં લાગી રહ્યું છે કે અહીં સામાન્ય માણસની જિંદગીની કોઈ કિંમત નથી. નાસિકના એક કેમિસ્ટ જણાવે છે કે તેમની દુકાન પર આવનાર દરેક બીજા માણસને શરદી-ખાંસી હોય છે. જોકે લોકો ઘરમાં સારવાર કરી રહ્યા છે, કારણ કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં ફી ખૂબ વધુ છે અને સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી.

ઔરંગાબાદના કલેક્ટરે તો ત્યાં કેટલીક હોસ્પિટલોમાં વધુ ફી લેવાની વાત સામે આવતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી હતી.

નાગપુર મેડિકલ કોલેજની એક વિદ્યાર્થિની મારી પાસે આવે છે અને મને તેના ફોનમાંથી એક ફોટો બતાવે છે. આ ભયજનક ફોટામાં આઈસીયુની અંદર જમીન ઉપર, કોરિડોરમાં કોવિડના દર્દીઓ પથરાયેલા દેખાયા હતા. તેણે જણાવ્યું હતું કે અડધાથી વધુ દર્દીઓ છત્તીસગઢ અને મધ્યપ્રદેશના છે, જો તેઓ પોતાના શહેરમાં સારવાર કરાવશે તોપણ નાગપુરની હોસ્પિટલોમાં આટલો ધસારો નહીં જોવા મળે.

અત્યારે સૌથી વધુ અછત હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની છે. કેટલાક લોકો આનો પણ ફાયદો ઉઠાવીને બ્લેકમાં દવાઓનું વેચાણ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સવાળાઓએ પણ ચાર્જ વધારી દીધો છે. પુણેમાં એક હોસ્પિટલથી બીજીમાં દર્દીને લઈ જવા માટે એક એમ્બ્યુલન્સ 6 હજાર રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે.

ઔરંગાબાદની એક વિશાળ એશિયા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.શોએબે જણાવ્યું હતું કે તેમની 100 બેડની હોસ્પિટલમાં રોજ 150 ઓક્સિજન સિલિન્ડર લાગે છે, પરંતુ ઉત્પાદકોએ તેમને જણાવ્યું હતું કે માત્ર 70 સિલિન્ડર જ આપી શકીશું.

ઔરંગાબાદના કબ્રસ્તાનમાં 2 દિવસે છેક વારો આવે છે. ગઢચિરોલી જેવા નક્સલ પ્રભાવિત જિલ્લામાં એટલા બધા કેસ છે કે રાતે 8થી 11 વાગ્યા વચ્ચે 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

પુણેમાં જોવા જઈએ તો રેમડેસિવિર ઈન્જેક્શનથી લઈને પ્લાઝ્મા પણ બ્લેકમાં મળે છે. નાસિકમાં બીમારીને પરિણામે પરિસ્થિતિ વણસી ગઈ છે. મેડિકલ સુવિધાઓ પણ અહીં યોગ્ય રીતે મળી શકતી નથી. લોકો હોસ્પિટલોની સામે પૈસા લઈને ઊભા હોવા છતાં બેડ મળતાં નથી.

એશિયાનું સૌથી મોટું ડુંગળીનું માર્કેટ જે નાસિકના લાસલગાંવમાં અને એની આસપાસના વિસ્તારોમાં છે ત્યાં પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. ઘર-ઘરમાં કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. કોરોનાથી ભયભીત થયેલા ખેત-મજૂરો પણ કામ કરવા માટે નાસિક નથી આવ્યા, જેથી દ્રાક્ષ હોય કે ડુંગળી, ખેડૂતો પોતે જ પરિવાર સાથે કામ કરીને માર્કેટમાં વેચાણ અર્થે જાય છે.

મોટા જિલ્લાઓ સાથે હવે નાના પ્રદેશોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ ગયું છે. ગઢચિરોલીના સાંસદ અશોકે કહ્યું હતું કે હવે અહીં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. આ જિલ્લો પણ કોરોના સંક્રમણથી બચી શક્યો નથી.

ભારતમાં જે 10 જિલ્લા કોરોના મહામારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે એમાંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે. પુણે અને મુંબઈની પરિસ્થિતિ તો મીડિયા દ્વારા દર્શાવાય છે, પરંતુ હવે સમગ્ર મહારાષ્ટ્ર કોરોનાના સકંજામાં આવી ગયું છે.

મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ડોકટરોએ કહ્યું હતું કે સરકાર કેમ સેકન્ડ વેવ માટે સજ્જ નહોતી? પ્રશાસને પણ તૈયારી નહોતી દાખવી અને લોકોએ પણ બીજી લહેરને ગંભીરતાથી લીધી નહોતી. એક વર્ષમાં વધુ કોવિડ હોસ્પિટલો પણ ઊભી નહોતી કરાઈ, જેને કારણે સ્થિતિ કાબૂમાં આવી નથી.

સરકાર તો આંતરરાષ્ટ્રીય આંક પર જનતાથી પણ વધુ સારી રીતે નજર રાખી રહી છે, તો કેમ પરિસ્થિતિ આમ ખરાબ થઈ ગઈ હતી? આનાથી સાબિત થાય છે કે સામાન્ય જનતાની જિંદગીની કોઈપણ કિંમત નથી.

પ્રશાસને કહે છે કે લોકો લગ્ન સમારંભમાં ગયા, અગર આમ થયું તો આમને પરવાનગી કોણે આપી ? વેડિંગ હોલ કોણે ખોલ્યા અને એકસાથે આટલાબધા લોકો કેવી રીતે એકઠા થયા? પંચાયતની ચૂંટણી દરમિયાન પણ લોકોનો જમાવડો થયો હતો. આનું આયોજન કોણે કર્યું?

સચ્ચાઈ એ છે કે પ્રશાસન અને સરકાર એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહી છે, પરંતુ કોઈપણ પોતાના માથે જવાબદારી લેવા ઈચ્છતું નથી. જે કાર્ય સરકાર કરી શકે છે એ સામાન્ય સંસ્થાઓ નથી કરી શકતી.

મને માર્ગમાં ઘણાબધા લોકોએ કહ્યું હતું કે સરકારે કેમ આવી બેદરકારી દાખવી? જો વુહાનમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે, તો ભારતમાં કેમ નહીં? સરકારે બીજી લહેર અંગે વિચારણા કરી નહોતી અને ત્રીજી લહેર પણ આવશે, જેની કોઈપણ પ્રકારે ખાસ તૈયારીઓ હાથ ધરાઈ નથી. સરકારે લગ્ન સમારંભ થવા દીધા, હોસ્પિટલો નથી બનાવી, બેડની વ્યવસ્થા પણ નથી ગોઠવી.

મહારાષ્ટ્રના 7 જિલ્લાઓના 1028 કિલોમીટરની યાત્રામાં એક વસ્તુ સામાન્ય રીતે જાણવા મળી હતી કે પ્રત્યેક જિલ્લામાં બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત છે. ક્યાંક ડોકટરો નથી, તો ક્યાંક રેમડેસિવિર ઈન્જેક્શનોનું બ્લેક માર્કેટ થાય છે. હોમ ક્વોરન્ટીમાં મૃત્યુ પામનાર લોકોને મદદ કરવાની જગ્યાએ સરકાર તેમને નિયમોનો પાઠ ભણાવે છે અને હેરાન કરે છે.

સરકારી હોસ્પિટલોમાં બેડ નથી, પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચો વધારે થાય એમ છે, મૃત્યુદર વધી રહ્યો છે, મૃતદેહો મળતા નથી, કબ્રસ્તાન અને સ્મશાન હાંફી ગયાં છે, અગ્નિસંસ્કાર માટે લાંબી કતારો અને કબ્રસ્તાનો ભરાઈ ગયાં છે. પ્રશાસને કહ્યું, તેઓ થાકી ગયા છે. બસ, આ પ્રકારની અત્યારે મહારાષ્ટ્રની પરિસ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો