તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Did Trump Become A Buddhist Monk ?: Corona's Claim That Even The Enemy Has To Endure Wearing A Mask; Day night Burial Here From Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:ટ્રમ્પ બૌદ્ધ સાધુ બની ગયા કે શું?: દુશ્મની પણ માસ્ક પહેરીને નિભાવવી પડે એવો કોરોનાનો કહેર; કોરોનાથી અહીં દિવસ-રાત દફનવિધિ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રમ્પને અચાનક બૌદ્ધ પરિવેશમાં ધ્યાનમગ્ન અવસ્થામાં જૂઓ તો તમે કેવો આંચકો અનુભવો? - Divya Bhaskar
ટ્રમ્પને અચાનક બૌદ્ધ પરિવેશમાં ધ્યાનમગ્ન અવસ્થામાં જૂઓ તો તમે કેવો આંચકો અનુભવો?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ તેમના અલગ મિજાજ માટે જાણીતા છે અને તાજેતરની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમણે જે ધખારા કરેલા એ સૌ કોઈ જાણે છે પણ તમે ટ્રમ્પને અચાનક બૌદ્ધ પરિવેશમાં ધ્યાનમગ્ન અવસ્થામાં જૂઓ તો તમે કેવો આંચકો અનુભવો? વાસ્તવમાં, ટ્રમ્પ કોઈ બૌદ્ધ સાધુ તો બન્યા નથી પરંતુ ચીનમાં ફર્નિચર બનાવનાર હોંગ જિન્સીએ પોતાની મજા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પની બૌદ્ધ પરિવેશમાં હોય એવી પ્રતિમા બનાવી છે. આ કામ તેણે આનંદ ખાતર કરેલું પણ હવે તેનું વળતર પણ મળી રહ્યું છે. કેમકે તેને ટ્રમ્પની આવી પ્રતિમા માટે ચીન તથા વિદેશોમાંથી કુલ 200 જેટલા ઓર્ડર મળ્યા છે.

દુશ્મની પણ માસ્ક પહેરીને નિભાવવાની!

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો લોહિયાળ ગજગ્રાહ સર્વવિદિત છે. છાશવારે આ બંને દેશો વચ્ચે લડાયક અથડામણ થતી રહે છે. હાલમાં જ પેલેસ્ટાઈનના લોકોએ ઈઝરાયેલની સરહદ પાસે ‘લેન્ડ ડે’ નામથી દેખાવો કર્યા હતા અને એ સમયે ત્યાં હાજર ઈઝરાયેલના પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી પણ થઈ હતી. જો કે આ ઉગ્ર ઝપાઝપી અને અથડામણ વખતે પણ બંને પક્ષે લોકોએ માસ્ક પહેરી જ રાખ્યા હતા. કોરોનાનો કહેર કેવો છે એ આ વાત પરથી જ સમજી શકાય. આપણે ત્યાં ભારતમાં લોકો હજુય નિશ્ચિંત રીતે ખુલ્લા મોંએ કોરોનાને આવકાર આપી રહ્યા છે જે જીવલેણ સાબિત થઈ શકે છે.

કોરોના મહામારીની આ વરવી તસવીર

આ ડ્રોનથી લેવાયેલી તસવીર કોઈ દિવાલની તસવીર હોય એવી કદાચ તમને લાગે પરંતુ આ બ્રાઝિલના સાઓ પાઉલોનું કબ્રસ્તાન છે. બ્રાઝિલમાં કોરોના એટલી હદે વકર્યો છે કે લોકો ટપોટપ મરી રહ્યા છે. કોરોનાના કારણે અહીં સતત મૃતદેહો આવી રહ્યા હોવાથી કબ્રસ્તાનમાં દિવસ-રાત દફનવિધિ ચાલી રહી છે. કોરોના મહામારીની ભયાનકતાની આ વરવી તસવીર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો