પત્નીએ કાપી પતિની જીભ:મૂંગી હોવાને કારણે રોજ ટોણાં મારી ઢોરમાર મારતો, કંટાળીને પત્નીએ જીભે જ બચકું ભરી લીધું

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક યુવકને પોતાની મુંગી પત્નીને વારંવાર ટોણા મારવા ભારે પડ્યા છે. પત્નીએ સૂતી વખતે યુવકને ઈશારો તેમજ અવાજ કરી બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે સાંભળ્યું જ નહીં, જેનાથી નાખુશ થઈ પતિની જીભ પર બચકું જ ભરી લીધું. તેનાથી યુવક લોહીલુહાણ થઈ ગયો તેની બૂમો એટલી તીવ્ર હતી કે પાડોશીઓ પણ એકઠા થઈ ગયા અને તેને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવો પડ્યો.

ગામના લોકો આ ઘટનાને કારણે આશ્ચર્ય પામી ઉઠ્યા. ગામમાં ચર્ચા છે કે પતિ તેના મુંગા હોવાના કારણે વારંવાર ટોણા મારતો હતો. જેનાથી મહિલાએ તેની જીભ કાપીને તેને પણ મુંગો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હાલ પુરતી કોઈ ફરિયાદ પોલીસને કરવામાં આવી નથી.

મહિલા બિહારની રહેવાસી છે
બલ્લી ગામના રહેવાસી શ્રીપાલ મોર્ય ખેતીની સાથે-સાથે મજૂરી કરે છે. તેના લગ્નમાં ઘણી અડચણો આવતી હતી તેથી પરિવારજનોએ એક વર્ષ પહેલા બિહારની રહેવાસી એક મુંગી યુવતી સાથે કરી દીધી. પરિવારજનોએ જણાવ્યું કે પહેલા તો બંને ઘણા ખુશ રહેતા હતા.

મુંગી હોવાના કારણે શ્રીપાલની પત્ની જ્યારે પણ તેને ઈશારો કે અવાજ કરીને બોલાવતી હતી તો તે સાંભળતો ન હતો. પત્નીની આ વાતને લઈને ઝઘડા થતા હતા.

ટોણા મારીને માર મારતો હતો
શ્રીપાલ ઘણીબધી વાર પોતાની પત્નીને કારણ વગર માર મારતો હતો. મુંગી હોવાના કારણે પત્ની પોતાનું દુ:ખ કોઈને કહી નહોતી શકતી. આરોપ છે કે બુધવારે રાતે શ્રીપાલ મજૂરી કરીને ઘરે પરત આવ્યો અને પત્નીને ખાવાનું લાવવાનું કહ્યું. પત્નીએ કહ્યું જમવાનું હજી બની રહ્યું છે.

ત્યાર બાદ શ્રીપાલ પત્નીને ફરી મુંગી હોવાનો ટોણો મારીને તેની સાથે મારપીટ શરુ કરી દીધી અને પછી ઉંઘી ગયો. પત્નીએ જમવાનું બનાવ્યું અને પછી શ્રીપાલને જમવા માટે અવાજ કર્યો પણ તેણે સાંભળ્યું નહી. ત્યાર બાદ પત્ની તેની પાસે પહોંચી અને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તોય તે ઉઠ્યો નહીં.

પરિવારે હોસ્પિટલમાં દાખલ કર્યો
તેનાથી નાખુશ થઇને પત્નીએ શ્રીપાલની જીભે બચકું ભરી લીધું. ત્યાર બાદ શ્રીપાલ બૂમો પાડી ઉઠ્યો. પરિવારે અવાજ સાંભળ્યો તો બધા તેના રુમમાં પહોંચ્યા અને તે લોહીથી લથપથ હતો અને તેની જીભમાંથી લોહી વહી રહ્યું હતું. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...