તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતને સલામ:કોચિંગ વગર પહેલાં જ પ્રયાસે IPS બન્યા, હવે ગરીબ બાળકોને નિઃશુલ્ક કોચિંગ આપી રહ્યાં છે

નવી દિલ્હી7 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
સંદિપ ચૌધરી હાલ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં SSP તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
  • સંદીપ ચૌધરી એક IPS ઓફિસર છે, હાલ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાં SSP તરીકે કાર્યરત છે.
  • સંદીપ ચૌધરીએ 10 બાળકોની સાથે ઓપરેશન ડ્રીમ્સની શરૂઆત કરી, હાલ તેઓ 100થી વધુ બાળકોને ભણાવી રહ્યાં છે.

સંદિપ ચૌધરી એક IPS અધિકારી છે. હાલ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં SSP તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. તેઓ પોતાની ડ્યૂટીની સાથે સાથે ગરીબ બાળકોને સિવિલ સર્વિસની તૈયારીઓ કરાવી રહ્યાં છે. દરરોજ બે કલાક તેઓ આ બાળકોને નિઃશુલ્ક કોચિંગ આપે છે. હાલ 100થી વધુ બાળકોને તેઓ ભણાવી રહ્યાં છે. સંદીપે તેને ઓપરેશન ડ્રીમ્સ નામ આપ્યું છે.

આ અંતર્ગત તેઓ દરરોજ તેઓ આવા બાળકોને મફત ભણાવી રહ્યાં છે જેઓ આર્થિક રીતે સક્ષમ નથી. 2018માં તેઓએ તેની શરૂઆત કરી હતી. તેઓ જણાવે છે કે જ્યારે હું સાઉથ જમ્મુમાં પોસ્ટેડ હતો. ત્યારે કેટલાંક બાળકો SIની તૈયારીઓ કરી રહ્યાં હતા. પરંતુ કોચિંગ માટે તેમની પાસે પૈસા ન હતા. જે બાદ 10 બાળકોની સાથે કોચિંગની શરૂઆત કરી.

આજે 100થી વધુ બાળકો છે. જેમાંથી 30થી વધુ બાળકોએ અલગ-અલગ એક્ઝામમાં સફળતા પ્રાપત્ કરી છે. કોરોના દરમિયાન તેઓ ઓનલાઈન ક્લાસ લે છે. તેઓ જણાવે છે કે મારા માટે સૌથી વધુ ખુશીની વાત એ કે પિત્ઝા ડિલિવરી કરનારા યુવકે SIની પરીક્ષા પાસ કરી છે. હાલ તેઓ જમ્મુ કાશ્મીર પોલીસમાં SI છે.

સંદીપે તેને ઓપરેશન ડ્રીમ્સ નામ આપ્યું છે. જે અંતર્ગત દરરોજ તેઓ એવા બાળકોને મફતમાં ભણાવે છે, જેઓ આર્થિક રીતે સક્ષમ નથી
સંદીપે તેને ઓપરેશન ડ્રીમ્સ નામ આપ્યું છે. જે અંતર્ગત દરરોજ તેઓ એવા બાળકોને મફતમાં ભણાવે છે, જેઓ આર્થિક રીતે સક્ષમ નથી

IPS બન્યો તે પહેલાં સંદીપને અનેક મુશ્કેલી સમયમાંથી પસાર થવું પડ્યું હતું. ફેબ્રુઆરી 2004માં સંદીપના પિતાનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. ત્યારે તેઓ 12માં હતા અને 6 દિવસ પછી તેમની ફાઈનલ બોર્ડ એક્ઝામ હતી. સંદીપ માટે આ સૌથી મોટો સેટબેક હતો. તેઓએ એક્ઝામ આપી અને તેઓ પાસ પણ થઈ ગયા.

સંદીપ જણાવે છે કે તે બાદ મેં નક્કી કરી લીધું કે હવે આગળના અભ્યાસ માટે ઘરમાંથી પૈસા નહીં લઉં. તેથી મેં ઈગ્નોમાં એડમિશન લઈ લીધું કે જેથી મારે ક્લાસમાં ન જવું પડે અને પહેલાં જ દિવસથી મેં ટ્યૂશન ભણાવવાનું શરૂ કરી દીધું. જે બાદ મેં રેલવે એક્ઝામ આપી. આ મારી પહેલી કોમ્પીટિટિવ એક્ઝામ હતી, જો કે તેમાં હું સફળ ન થઈ શક્યો. જે બાદ પોસ્ટ ઓફિસમાં કલાર્કની ભરતી નીકળી, મેં તે એક્ઝામમાં ટોપ કર્યું અને ત્યાંથી મારી પહેલી નોકરીની શરૂઆત થઈ.

ભણતરની સાથે-સાથે સંદીપ બાળકોને ખેલકૂદ માટે પણ મોટિવેટ કરે છે.
ભણતરની સાથે-સાથે સંદીપ બાળકોને ખેલકૂદ માટે પણ મોટિવેટ કરે છે.

સંદીપ કહે છે, ‘આ વચ્ચે મારો ઝુકાવ પત્રકારત્વ તરફ પણ થવા લાગ્યો. અનેક અખબારોમાં મારા લેખ પણ છપાયા. જે બાદ મેં જર્નાલિઝ્મમાં એડમિશન પણ મેળવ્યું. જો કે નોકરીના કારણે અધવચ્ચે જ જર્નાલિઝ્મ છોડવું પડ્યું. જે બાદ મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી માસ્ટર્સ પણ કર્યું. અને પહેલાં જ પ્રયાસમાં UGC-NET ક્લિયર કર્યું. તેનાથી મારો કોન્ફિડન્સ વધ્યો અને પછી એક પછી એક બેંક પીઓ, એસએસસી, બીએસએફ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ, નાબાર્ડ સહિત અનેક એક્ઝામ ક્લિયર કરી.

IPS બન્યો તે પહેલાં સંદીપે બેંક પીઓ, એસએસસી, બીએસએફ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ, નાબાર્ડ સહિત અનેક એક્ઝામ ક્લિયર કરી.
IPS બન્યો તે પહેલાં સંદીપે બેંક પીઓ, એસએસસી, બીએસએફ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ, નાબાર્ડ સહિત અનેક એક્ઝામ ક્લિયર કરી.

પછી મને લાગ્યું કે એક વખત UPSCની પણ ટ્રાય કરવી જોઈએ. દિવસમાં નોકરી કરતો હતો અને રાત્રે હું ઘરે આવીને અભ્યાસ કરતો હતો. અહીં પણ પહેલાં જ પ્રયાસે મને સફળતા મળી. ત્યારે ઈન્ટરવ્યૂમાં મને દેશભરમાંથી સૌથી વધુ નંબર મળ્યા હતા. સંદીપ જણાવે છે કે અભ્યાસ માટે કોચિંગ અને પૈસાનું મહત્વ નથી. જો હકિકતમાં તમે કંઈક મેળવવા માગતા હોવ તો ઈમાનદારીથી મહેનત કરો સફળતા જરૂરથી મળશે. મેં બેચલર્સ અને માસ્ટર્સનો અભ્યાસ ઘણાં જ ઓછા પૈસામાં પૂરી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો