• Gujarati News
  • National
  • Became A Fan And Stopped For 45 Minutes Crab; The Tea Drinker Took A Selfie And Briefed The Sharpshooters

સિદ્ધુ મૂસેવાલાની રેકી:ફેન બનીને 45 મિનિટ રોકાયો હતો કેકડા; ચા પીને સેલ્ફી લીધી અને શાર્પ શૂટર્સને માહિતી આપી દીધી

ચંડીગઢ21 દિવસ પહેલા

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો ફેન બનીને રેકી કરી હતી. પંજાબ પોલીસે આ મામલે હરિયાણાના સિરસા સ્થિત કાલાંવાલી ગામમાંથી સંદીપ ઉર્ફે કેકડાની ધરપકડ કરી છે. મૂસેવાલા જેવો ઘરની બહાર આવ્યો એ સમયે જ CCTV ફૂટેજમાં જોવા મળ્યો હતો. પોલીસને શંકા છે કે તેને જ હત્યારાઓને મૂસેવાલાની એક એક ક્ષણની જાણકારી આપી છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કેકડા પોતાના સાથી સાથે મૂસેવાલાનો ફેન બનીને મૂસા ગામ પહોંચ્યો. તે લગભગ 45 મિનિટ સુધી ત્યાં રોકાયો હતો. તેણે ચા પીધી. પછી મૂસેવાલાની સાથે સેલ્ફી પણ લીધી. આ બહાને તેને એ પણ જોઈ લીધું કે મૂસેવાલાની સાથે ગનમેન જઈ રહ્યા છે કે નહીં? જે બાદ જેવો જ મૂસેવાલા સિક્યોરિટી વગર થાર જીપ ચલાવીને રવાના થયો, તેને શાર્પ શૂટર્સને માહિતી આપી દીધી હતી.

ઘરમાંથી નીકળતા સમયે સિદ્ધુ મૂસેવાલાની થારની સાથે ઊભેલા ફેન. હત્યાની 15 મિનિટ પહેલાંના આ ફૂટેજ મૂસેવાલાના ઘરની બહારના છે.
ઘરમાંથી નીકળતા સમયે સિદ્ધુ મૂસેવાલાની થારની સાથે ઊભેલા ફેન. હત્યાની 15 મિનિટ પહેલાંના આ ફૂટેજ મૂસેવાલાના ઘરની બહારના છે.

દરિયાદિલી જ મૂસેવાલાની હત્યાનું કારણ
સિદ્ધુ મૂસેવાલા પોતાના ગામમાં ફેન્સ સાથે ખુલીને મળતો હતો. તે કોઈને હવેલીની અંદર આવવા દેતો ન હતો પરંતુ બહાર એક ઝાડ નીચે દરેકને મળતો હતો. મૂસેવાલાના ઘરમાં કોઈ ફેન આવે તો તેને ચા જરૂરથી પીવડાવવામાં આવતી હતી. જે બાદ મૂસેવાલા બહાર જઈને તેની સાથે ફોટો પડાવતો હતો. મૂસેવાલાની આ દરિયાદિલી જ તેમની હત્યાનું મોટું કારણ બની ગઈ.

CCTVમાં ઝડપાયો આરોપી
જે બદમાશ કેકડાને પોલીસે પકડ્યો છે, તે મૂસેવાલાના ઘરની બહાર જ CCTV ફુટેજમાં જોવા મળ્યો. આ ફુટેજ મૂસેવાલાની હત્યાના 15 મિનિટ પહેલાંના છે. મૂસેવાલાની હત્યા 29 મે રવિવારે સાંજે લગભગ સાડા 5 વાગ્યે થઈ હતી. આ ફુટેજ સાંજના 5.15 વાગ્યાના છે. જેમાં સંદિગ્ધ કેકડા પણ જોવા મળે છે. જો કે તેને કોઈને ફોન કર્યો કે નહીં તે સ્પષ્ટ નથી થતું. પોલીસ તેની તપાસ કરી રહી છે.

સંબંધીઓના ઘરે આવતો જતો હતો કેકડા
પોલીસની તપાસમાં પણ એ વાત સામે આવી છે કે કાલાંવાલીમાં કેકડાનો કોઈ સંબંધી મૂસા ગામમાં રહે છે. તે અનેક વખત આવતો જતો હતો. એવામાં માનવામાં આવે છે કે આ કારણે જ ગેંગસ્ટર્સે તેમને પોતાની સાથે લઈ લીધો હતો. મૂસા ગામના લોકોને સિદ્ધૂ મૂસેવાલા સારી રીતે જાણતો હતો. જેનો ફાયદો ઉઠાવીને જ કેકડા મિત્રને લઈને મૂસેવાલાની ઘરે ગયો. મૂસેવાલાને પણ તેના પર શંકા થઈ ન હતી.

કામ કરનારાઓએ પણ શંકા વ્યક્ત કરી હતી
મૂસેવાલાની હત્યા પછી જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો પંજાબી સિંગરના ઘરમાં કામ કરનારાઓએ શંકા વ્યક્ત કરી હતી. તેમને પોલીસને કહ્યું હતું કે મૂસેવાલાને મળવા કેટલાંક ફેન આવ્યા હતા. તેમાંથી કોઈએ ફોન પર કહ્યું હતું કે મૂસેવાલા થાર જીપમાં નીકળી ગયો છે. જે બાદ જ પોલીસે આ CCTV ફુટેજ તપાસ્યા, જેમાં કેકડાની હરકત પોલીસને શંકાસ્પદ લાગી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી.

રેકી કરીને હત્યા કરવામાં આવી
સિદ્ધુ મૂસેવાલાની હત્યા રેકી કરીને કરાઈ હતી. શાર્પ શૂટર્સે પહેલાં મૂસેવાલાની થારના ટાયરનું પંચર કર્યું. એ બાદ માત્ર ડ્રાઈવિંગ સીટ પર ગોળીઓ ચલાવવામાં આવી. તેમને પહેલેથી જ ખબર હતી કે મૂસેવાલા જ થાર ડ્રાઈવ કરી રહ્યો છે. તેમની સાથે કોઈ ગનમેન નથી. આ કારણે જ મૂસેવાલાની સાથે બેઠેલા તેમના બે સાથી ગુરવિંદર અને ગુરપ્રીતનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...