તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Started Practice 4 Years Ago, Practiced 2 Hours A Day On The Farm, Will Now Play For Rajasthan

બકરીઓ ચરાવનારી અનીસા બની ફાસ્ટ બોલર:4 વર્ષ પહેલાં શરૂ કરી હતી પ્રેક્ટિસ, ખેતરમાં રોજ 2 કલાક પ્રેક્ટિસ કરતી હતી, હવે રાજસ્થાન માટે રમશે

બાડમેર23 દિવસ પહેલા
  • અનીસાના પિતા યાકૂબ ખાન વ્યવસાયે વકીલ છે
  • સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં થયેલી ટ્રાયેલમાં તેનું સિલેક્શન થયું છે

રાજસ્થાનના બાડમેર જિલ્લાના નાનાએવા ગામ કાનાસરની અનીસા બાનો મેહતનું ચેલેન્જર ક્રિકેટ ટ્રોફી-19માં સિલેક્શન થયું છે. 27 ઓગસ્ટે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં થયેલી ટ્રાયલમાં તેનું સિલેક્શન બેટ્સમેન તરીકે કરવામાં આવ્યું છે. અનીસા સમાજ અને જિલ્લાની પ્રથમ છોકરી હશે, જે સ્ટેટ ટીમ માટે ક્રિકેટ રમશે.

મેચ હોય તો તે બાઉન્ડરીની પાસે બેસતી હતી
અનીસા એક નાના ગામ કાનાસારમાંથી આવે છે. અહીંનાં ઘરોમાં ઢોર સિવાય ઘેટાં-બકરાં પણ હોય છે. અનીસા સ્કૂલમાંથી ઘરે પરત ફરતી વખતે બકરીઓ ચરાવવા ખેતરોમાં જતી હતી. તેને શરૂઆતથી જ મેચ જોવાનો શોખ હતો. ગામમાં કોઈ મેચ હોય તો તે બાઉન્ડરીની પાસે બેસતી હતી. બકરીઓ ચરાવવા દરમિયાન તે બે કલાક પ્રેક્ટિસ કરતી હતી. તેની શરૂઆત તેણે ધો.8થી કરી હતી.

અનીસાને જ્યારે લાગ્યું કે તે એક સારી પ્લેયર બની શકે છે તો તેણે ભાઈઓ અને ગામનાં બાળકો સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી. 4 વર્ષ સુધી તેણે ગામના ખેતરમાં જ ક્રિકેટની પ્રેક્ટિસ કરી. જ્યારે તેના ભાઈઓને ખ્યાલ આવ્યો કે ચેલેન્જર ટ્રોફી-19 માટે ટ્રાયલ ચાલી રહી છે તો અનીસાનું પણ રજિસ્ટ્રેશન કરાવી દીધું. પહેલા તેનું સિલેક્શન ટોપ 30 પ્લેયરમાં થયું. એ પછી બીજી ટ્રાયલમાં તેને ટોપ 15 ખેલાડીઓમાં બોલર તરીકે સામેલ કરવામાં આવી.

ચેલેન્જર ક્રિકેટ ટ્રોફી અન્ડર-19માં અનીસાના સિલેક્શન પછી તેમને મિઠાઈ ખવડાવતા તેમના સંબંધી.
ચેલેન્જર ક્રિકેટ ટ્રોફી અન્ડર-19માં અનીસાના સિલેક્શન પછી તેમને મિઠાઈ ખવડાવતા તેમના સંબંધી.

પોતાના ભરોસાએ મને તાકાત આપી- અનીસા
અનીસા જણાવે છે, હું નાની હતી ત્યારથી ભાઈ અને પપ્પા ટીવી પર ક્રિકેટ જોતા હતા. હું પણ તેમની પાસે મેચ જોવા બેસતી હતી. આ દરમિયાન હું ક્રિકેટની પ્રેક્ટિસ કરતી હતી. મુશ્કેલ સંજોગોમાં પણ મેં પોતાના પર ભરોસો રાખ્યો અને એને જ મેં તાકાત બનાવી. હવે રાજસ્થાન ક્રિકેટ ટીમમાં સિલેક્શન થવું એ કોઈ સપનાથી ઓછું નથી.

અનીસા 4 વર્ષ સુધી ગામના ખેતરમાં પ્રેક્ટિસ કરતી હતી.
અનીસા 4 વર્ષ સુધી ગામના ખેતરમાં પ્રેક્ટિસ કરતી હતી.

ગામના લોકો ટોણાં મારતા હતા
અનીસાના પિતા યાકૂબ ખાન વ્યવસાયે વકીલ છે. તેઓ જણાવે છે કે અનીસાને ઘણી વખત સમજાવી કે તે અભ્યાસ પર ધ્યાન આપે, કારણ કે ગ્રાઉન્ડ કે કોઈ સુવિધા નહોતી. ઘણી વખત તો ગામના લોકો પણ ટોણાં મારતા હતા. કહેતા હતા કે છોકરી છોકરાઓ સાથે શા માટે રમી રહી છે, જોકે અનીસાની જીદ હતી. તે ક્રિકેટ છોડવા તૈયાર નહોતી. આ ઝનૂનથી તે સ્ટેટ ટીમ સુધી પહોંચી છે.

ઘરમાં સૌથી નાની છે અનીસા
અનીસા બાનો(16)ની ત્રણ બહેનો- વિલાયતો(21), લીલા(19), અમીના(16) અને એક ભાઈ સાહિદાદ ખાન(25) છે. તમામ ભાઈ-બહેનનો હાલ અભ્યાસ ચાલી રહ્યો છે. અનીસા બાનોના પરિવારમાં કોઈ પણ જિલ્લાની બહાર જઈને ક્રિકેટ રમ્યું નથી. હાલ તે હાયર સેકન્ડરી સ્કૂલ કાનાસરમાં અભ્યાસ કરે છે. ભાઈ રોશન આ અંગે જણાવે છે કે ભણવાનો કે રમવાનો માહોલ ન હોવા છતાં તે સ્ટેટ ટીમ સુધી પહોંચી છે. ખેતરમાં પ્રેક્ટિસ કરીને તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધો.8થી તેણે પ્રેક્ટિસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...