• Gujarati News
  • National
  • Beating With Husband While Bathing On Ram's Foot In Ayodhya, People Said Such An Act Will Not Work Here

પતિએ પત્નીને જાહેરમાં ચુંબન કરતાં લોકોએ કરી ધોલાઈ:અયોધ્યામાં રામની પૈડી પર સ્નાન કરતા સમયે પતિ સાથે મારપીટ, લોકોએ કહ્યું- અહીં આવું કૃત્ય નહીં ચાલે

અયોધ્યા2 મહિનો પહેલા
  • તીર્થસ્થળો પર ધર્મ અને મર્યાદાનું પાલન કરવું જોઈએ

અયોધ્યામાં રામની પૈડી પર સ્નાન કરતા સમયે જાહેરમાં પતિએ પત્નીને ચુંબન કર્યું હતુ. આ જોઈને ત્યાં હાજર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે આવા કૃત્ય અહીં નહીં ચાલે. લોકો આટલેથી જ અટક્યા નહોતા, તેઓએ પતિને પહેલા ઘેરીને પકડી લીધો, પછી ઢસડીને તેને પાણીમાંથી ખેંચીને બહાર કાઢીને ખૂબ માર માર્યો હતો.

ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે
આ ઘટના મંગળવારે બની હતી. મંગળવારના રોજ યોગ-દિવસ નિમિત્તે રામની પૈડી પર યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મંત્રી ગયાના બે કલાક બાદ આ ઘટના બની હતી. મોડી રાત્રે આને લગતા બે વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં સ્નાન કરતા સમયે પતિ તેની પત્નીને ચુંબન કરતો જોવા મળે છે. બીજામાં તેને માર મારવામાં આવી રહ્યો છે. આ વિડિયો ભાસ્કર પાસે પણ છે, પરંતુ મીડિયા એથિક્સને કારણે અમે તેને બતાવી રહ્યાં નથી.

રામ કી પૌડી પર સ્નાન કરી રહેલા દંપતિએ જ્યારે જાહેરમાં ચુંબન કર્યું ત્યારે આસપાસનાં લોકોએ યુવક સાથે મારપીટ કરી હતી.
રામ કી પૌડી પર સ્નાન કરી રહેલા દંપતિએ જ્યારે જાહેરમાં ચુંબન કર્યું ત્યારે આસપાસનાં લોકોએ યુવક સાથે મારપીટ કરી હતી.

લોકો મારપીટનો તમાશો જોઈ રહ્યા હતા
આશરે 30 વર્ષની ઉંમરના પતિને 2-3 લોકોએ 20 મિનિટ સુધી માર માર્યો હતો. તેના ચહેરા, ખભા અને પીઠ પર ઈજાઓ થઈ હતી. આ દરમિયાન પત્ની રડતી રહી અને પતિને છોડી દેવા માટે આજીજી કરતી રહી હતી, પરંતુ કોઈએ તેની વાત સાંભળી ન હતી. ત્યાં હાજર અન્ય લોકો આ ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા હતા.

આસપાસ અન્ય લોકો પણ પરિવાર સાથે સ્નાન કરી રહ્યા હતા
વાંધો ઉઠાવનારાઓએ કહ્યું કે તેમના પરિવારો પણ ત્યાં હાજર હતા, તેથી તેઓ પતિ-પત્નીની અશ્લીલતા ફેલાવતા સહન કરી શક્યા નહીં. લોકોએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જાહેર સ્થળોએ આવી અભદ્રતા ન કરવી જોઈએ. માહિતી મળતાં આવી પહોંચેલા લક્ષ્મણ ઘાટ ચોકીના પોલીસકર્મીઓએ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

સંતોએ પણ નારાજગી વ્યક્ત કરી
શ્રીરામવલ્લભકુંજના વડા સ્વામી રાજકુમાર દાસે કહ્યું, "જાહેર સ્થળોએ આવી અભદ્રતા કરવી યોગ્ય નથી. તીર્થસ્થળો પર ધર્મ અને મર્યાદાનું પાલન કરવું જોઈએ. જો આ પ્રકારની અભદ્રતા જાહેર સ્થળે થાય તો સમાજના લોકોને ખોટો સંદેશો જશે."

હનુમત નિવાસના મહંત ડૉ. મિથિલેશ નંદિની શરણે કહ્યું હતુ કે, "અયોધ્યાની સરયૂ કિનારો અને રામ કી પૌડીને ચોપાટી બનાવવાનું યોગ્ય નથી. અહીં જાહેરમાં ચુંબન કરવું તે ખોટું છે. લોકોએ તેને માર મારીને સારું કર્યું. આ અંગે ટૂંક સમયમાં આંદોલન ચલાવવામાં આવશે. સાથે સાથે આવા આચરણને અટકાવી ન શકવા બદલ દોષિત વહીવટીતંત્ર સામે સંતો પણ અવાજ ઉઠાવશે.

અન્ય સમાચારો પણ છે...