MPના સિવનીમાં મંગળવારે મૉબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. ગૌમાંસની તસ્કરીની શંકામાં ત્રણ આદિવાસીઓને લાકડીઓ વડે જોરદાર મારવામાં આવ્યા. જેમાંથી બે લોકોના મોત થઈ ગયા જ્યારે એક ઘાયલ છે. મોતના સમાચારથી ગુસ્સામાં આવેલા ગ્રામીણોએ જબલપુર-નાગપુર નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો.
મામલો કુરઈ પોલીસ સ્ટેશનમાં આવતી બાદલ પાર ચોકીનો છે. હત્યા અને ચક્કાજામની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
કુરઈના ગામ સાગર અને સિમરિયા ગામના ધાનશાહ (54), સંપત બટ્ટી (60)ને કેટલાંક યુવકોએ લાઠીઓથી માર્યા હતા. મૃતકના પરિવારના લોકોનો આરોપ છે કે હત્યા કરવાવાળા બજરંગ દળ સાથે જોડાયેલા છે.
આ ઘટનાની જાણ થતા જ બરઘાટથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન સિંહ કાકોડિયા પણ કુરઈ પહોંચ્યા. તેમને રોષે ભરાયેલા લોકોની સાથે હાઈવે પર બેસીને પ્રદર્શન કર્યું. ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે આરોપી બજરંગ દળના કાર્યકર્તાઓ છે. તેમને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી.
ઘટનાસ્થળેથી 12 કિલો માંસ મળ્યું
કુરઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગનપત સિંહ ઉડકેએ કહ્યું કે ઘટના સ્થળેથી લગભગ 12 કિલો માંસ મળ્યું છે. જેને જપ્ત કરીને ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યું છે. આરોપીઓને ઝડપથી પકડવામાં આવશે.
કોંગ્રેસે કહ્યું- જંગલરાજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.