• Gujarati News
  • National
  • Bear Grylls Knows The Importance Of Vaccine ... Said Every Time Before Going To The Forest I Get Vaccinated Against Typhoid, Hepatitis

ઈન્ટરવ્યૂ:બેર ગ્રિલ્સ વેક્સિનનું મહત્ત્વ જાણે છે, કહ્યું- જંગલમાં જતા પહેલાં દર વખતે ટાઈફોઈડ, હિપેટાઈટિસની વેક્સિન લઉં છું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાણીતા સાહસવીરે કહ્યું- અનેકવાર સંક્રમણનો શિકાર થયો, એડવેન્ચર પહેલાં સુરક્ષિત થઈ જવું જરૂરી
  • જ્યારે આપણને નીચોવી લેવાય, ત્યારે જાણી શકીએ છીએ કે હકીકતમાં આપણે કઈ માટીના બન્યા છીએ

મહામારીની ચિંતાઓ અને લૉકડાઉનના પ્રતિબંધો વચ્ચે તમે ટીવી પર પ્રકૃતિ સામે અત્યંત પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરતા જાણીતા સાહસવીર બેર ગ્રિલ્સને જોઈને રોમાંચ જરૂર અનુભવતા હશો. જોકે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આઉટડોર સર્વાઈવલની મિસાલ બની ચૂકેલા ગ્રિલ્સ પણ દરેક સાહસયાત્રા પહેલાં બીમારીઓથી સુરક્ષિત રહેવા અચૂક વેક્સિન લે છે. 23 મેએ નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર ‘સન્ડે થ્રિલ્સ વિથ ગ્રિલ્સ’ નામનો પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન બેર ગ્રિલ્સે ભાસ્કર સાથેની વાતચીતમાં રસીનું મહત્ત્વ સમજાવ્યું. પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના અંશ..

  • શું તમને ક્યારેય કોઈ પ્રકારનું સંક્રમણ થયું છે?

હા, મને છેલ્લાં થોડાં વર્ષોમાં જંગલોમાં અનેક પ્રકારના સંક્રમણ થયાં છે. મધમાખીના ડંખના કારણે એનફિલેક્ટિક શૉકથી લઈને સાપના ડંખથી હું સંક્રમિત થઈ ચૂક્યો છું. તમારે જંગલમાં ઘણું સાવચેત રહેવું પડે છે અને જ્યારે સ્થિતિ વિપરીત હોય ત્યારે તમારી સુરક્ષા માટે તમામ શક્ય પ્રયાસ કરો. ક્યારેક તો તે યુદ્ધ જેવી સ્થિતિ સર્જે છે.

  • શું તમે સંક્રમણથી બચવા રસી લીધી છે? કારણ કે, તમને તો હંમેશા ખતરનાક વાતાવરણમાં સંક્રમણને આમંત્રણ આપવાની આદત છે.

હા, મને અનેકવાર જંગલોમાં જવાના કારણે ટાઈફોઈડ કે હિપેટાઈટિસ જેવી બીમારીથી બચવા રસી લેવી પડે છે. આ મારા કામનો ભાગ છે. એટલે પહેલાં સુરક્ષિત થઈ જાઓ અને પછી સાહસિક કામ કરો.

  • તમારા જીવનની સૌથી રોમાંચક અને ખતરનાક ક્ષણ કઈ છે?

એવરેસ્ટ પર જવું મારા જીવનની સૌથી મોટી ક્ષણ હતી. તેની ટોચ પરથી તિબેટમાં સૂર્યોદય જોયો તે ક્ષણે મારા મન-મગજમાં અમીટ છાપ છોડી છે. તેમાં ઘણું જોખમ હતું. એ ચઢાણમાં ચાર પર્વતારોહકના મૃત્યુ થયાં હતાં. એ એક્સપિડિશને મને અંદરથી બદલી નાંખ્યો. એ નુકસાનને સહન કરવું અત્યંત મુશ્કેલ હતું, પરંતુ ત્યારે મને જીવનદાન મળી ગયું એ માટે હું કૃતજ્ઞ છું.

  • નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર તમારો નવો પ્રોગ્રામ આવી રહ્યો છે. તેમાં શું જોવા મળશે?

એ પ્રોગ્રામમાં તમે મને દુનિયાના સૌથી ભયાનક, ડરામણા અને સૌથી સુંદર જંગલોમાં જોઈ શકશો. તેમાં તમે જોઈ શકશો કે સામાન્ય લોકો અને મશહૂર હસ્તીઓને હું અનુભવ કરાવું છું કે જંગલી વાતાવરણ આપણને કેવી રીતે બદલી નાંખે છે. જંગલો આપણને મજબૂત અને દૃઢ નિશ્ચયી બનવાની પ્રેરણા આપે છે.

  • અગાઉ પણ તમે જાણીતી હસ્તીઓને આવાં જંગલોમાં લઈ જઈ ચૂક્યા છો. કઠોર સ્થિતિમાં તમે એ લોકોને કેવી રીતે જુઓ છો?

મારું માનવું છે કે આપણે બધા જ દ્રાક્ષ જેવા છીએ. એટલે આપણને નીચોવી નાંખવામાં આવે, ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે આપણે હકીકતમાં કઈ માટીના બન્યા છીએ. જંગલ કોઈ સાથે ભેદભાવ નથી કરતું. તમે ઘરડાં હોવ કે જવાન, સામાન્ય હોવ કે સેલિબ્રિટી અને લાંબા હોવ કે નીચા.

અન્ય સમાચારો પણ છે...