બાઇડન હોસ્પિટલમાં દાખલ:હેરિસ બનશે અમેરિકાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્શિયલ પાવર મેળવનારાં પ્રથમ મહિલા બનશે

17 દિવસ પહેલા
  • જો બાઇડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લેશે
  • આજે બાઇડનનો 79મો જન્મદિવસ પણ છે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કેટલાક દિવસ માટે તેમના તમામ અધિકાર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપશે. અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલી તમામ સત્તા હવે કમલા હેરિસને આપવામાં આવશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે, જો બાઈડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લેશે. એને પગલે તેઓ રાષ્ટ્રપતિ તરીકેનો પાવર કમલા હેરિસને સોંપશે. વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિ જો બાઈડન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમની સત્તા ટ્રાન્સફર કરશે. આ સમયે તેઓ પોતાની સારવાર માટે એનેસ્થેસિયા લેશે. જો બાઈડન પ્રત્યેક વર્ષે કોલોનોસ્કોપી કરાવે છે.

આવતીકાલે બાઈડન તેમને 79મો જન્મ દિવસ ઊજવશે
બાઈડને રાષ્ટ્રપતિપદ સંભાળનાર અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે. શનિવારે બાઈડન તેમનો 79મો જન્મદિવસ ઊજવશે. CNNના અહેવાલ પ્રમાણે, જન્મદિવસના એક દિવસ અગાઉ તેઓ શુક્રવારે સવારે વોશિંગ્ટનની બહાર વોલ્ટર રીડ મેડિકલ સેન્ટર ગયા હતા. આમ તો તેઓ પ્રત્યેક વર્ષે સારવાર કરાવે છે, પણ આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ટ્રીટમેન્ટ છે. કોલોનોસ્કોપી એક્ઝામિનેશન સમયે તેમને બેભાન કરવામાં આવશે. આ સમયે પ્રેસિડેન્શિયલ પાવર હેરિસને આપવામાં આવશે.

ઉપ-રાષ્ટ્રપતિ બની અનેક બાબતોમાં પ્રથમ બન્યાં છે કમલા
આ અગાઉ પણ કમલા હેરિસ ઉપ-રાષ્ટ્રપતિ બની અનેક બાબતમાં પ્રથમ બન્યાં છે. તેઓ અમેરિકાનાં પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયા મૂળનાં ઉપ-રાષ્ટ્રપતિ બન્યાં હતાં. પાસ્કીના મતે બાઈડનના એનેસ્થેસિયાની અસરમાં રહેશે ત્યાં સુધી હેરિસ પ્રેસિડેન્શિયલ પાવર સંભાળશે, જોકે તેઓ વેસ્ટ વિંગ સ્થિત તેમની ઓફિસથી જ કામ કરશે.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

ઉપ-રાષ્ટ્રપતિને પ્રેસિડેન્શિયલ સત્તા આપવી એ નવી વાત નથી
અમેરિકામાં આ રૂટિન પ્રોસેસ છે કે રાષ્ટ્રપતિની આ પ્રકારની મેડિકલ પ્રોસેસમાંથી પસાર થાય છે, જ્યાં તેઓ એનેસ્થેસિયા આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને પ્રેસિડેન્શિયલ પાર સોંપવામાં આવે છે. જ્યોર્જ ડબ્લ્યુ બુશ અમેરિકાની સત્તા સંભાળતા હતા એ સમયના ઉપ-રાષ્ટ્રપતિ ડિક ચેનીને અનેક વખત પ્રેસિડેન્શિયલ તરીકેની સત્તા સંભાળવી પડી હતી.

અમેરિકાના બંધારણના 25માં સુધારાની કલમ-3 હેઠળ પ્રેસિડેન્શિયલ પાવર ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અમેરિકાની સંસદના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ તથા સેનેટના પ્રેસિડેન્ટ પ્રો.ટેંપોરને રાષ્ટ્રપતિ પત્ર લખી ઉપ-રાષ્ટ્રપતિને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવવા જાહેરાત કરવા કહી શકે છે.

જો બાઇડન અને કમલા હેરિસ વચ્ચે વિખવાદ
આ સાથે પ્રેસિડેન્ટ જો બાઈડન અને કમલા હેરિસ વચ્ચે વિખવાદ ચાલતો હોવાની પણ માહિતી મળી છે. હેરિસના સ્ટાફના જણાવ્યા પ્રમાણે, તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યાં છે, જ્યારે રાષ્ટપતિની ટીમનું કહેવું હતું કે હેરિસ અમેરિકાની પ્રજા સાથે રમત રમી રહ્યાં છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનામાં હેરિસની એપ્રૂવ્ડ રેટિંગ પણ બાઈડની તુલના વધારે ગગડી હતી. આ સંજોગોમાં એવી શક્યતા દર્શાવવામાં આવી રહી હતી કે હેરિસને ઉપ-રાષ્ટ્રપતિપદ પરથી હટાવવામાં પણ આવી શકે છે. બાઈડન હેરિસને સુપ્રીમકોર્ટમાં નિમણૂક કરવા અંગે વિચારણા કરી રહ્યા છે.