• Gujarati News
  • National
  • All Will Be Infected By Omicron, The Booster Cannot Stop It; The New Vaccine Will Protect Against Infection

બૂસ્ટર અંગે નિષ્ણાતનો અભિપ્રાય:ઓમિક્રોનથી સૌ સંક્રમિત થશે, બૂસ્ટર એને અટકાવી નહિ શકે; નવી વેક્સિન સંક્રમણથી સુરક્ષા આપશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

ઓમિક્રોન અને બૂસ્ટર ડોઝ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તથા ભારતીય નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે. WHOએ કહ્યું હતું કે કોવિડની વેક્સિનને વારંવાર બૂસ્ટર ડોઝ તરીકે આપવો એ નવા વેરિયન્ટ સામે અસરકારક રણનીતિ નથી. એના સ્થાને નવી વેક્સિન આપવી જોઈએ, જે સંક્રમણ સામે વધારે સારી સુરક્ષા આપી શકે છે.

ICMRના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજીના સાયન્ટિફિક એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો.જયપ્રકાશ મુલિયિલે કહ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટને બૂસ્ટર ડોઝથી અટકાવી શકાય નહીં અને એનાથી સૌ સંક્રમિત થશે.

ICMR નિષ્ણાતો આશ્ચર્યજનક મુદ્દો
80 ટકાથી વધારે લોકોને ખબર જ નથી કે તેમને સંક્રમણ ક્યારે થયુંઃ
ડો.મુલિયિલે કહ્યું હતું કે કોવિડ હવે વધારે ડરાવનારો રહ્યો નથી. એનો નવો વેરિયન્ટ સામાન્ય છે અને એમાં હોસ્પિટલાઈઝેશનનો દર પણ ઘણો ઓછો છે. ઓમિક્રોનનો સામનો કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે આપણા પૈકી ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમને સંક્રમણ થઈ ચૂક્યું છે. સંભવતઃ 80 ટકાથી વધારે લોકોને આ અંગે જાણ હોતી નથી કે તેમને ક્યારે સંક્રમણ થયું હતું.

બૂસ્ટરની સલાહ આપવામાં આવી નથીઃ તેમણે કહ્યું હતું કે કોઈ મેડિકલ સંસ્થાએ બૂસ્ટર ડોઝની સલાહ આપી નથી. આ બૂસ્ટર ડોઝ મહામારીની સ્વાભાવિક પ્રક્રિયાને અટકાવી શકાતી નથી. કોઈપણ સરકારી બોડીએ બૂસ્ટરની સલાહ આપી નથી. જ્યાં સુધી મારી માહિતી છે, પ્રિકોશનરી ડોઝની સલાહ આપવામાં આવી છે. એનું કારણ આ અહેવાલ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં 2 ડોઝ બાદ પણ સંક્રમણ સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ રહી નથી.

સંક્રમણ બે દિવસમાં બમણું થઈ રહ્યું છેઃ કોરોના ટેસ્ટિંગ અંગે તેમણે કહ્યું હતું કે આ રીતે કોઈ કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા વગર લક્ષણ ધરાવતી વ્યક્તિના ટેસ્ટિંગ પણ યોગ્ય નથી. સંક્રમણ બે દિવસમાં બમણું થઈ રહ્યું છે. એટલે કે જ્યાં સુધી ટેસ્ટમાં એની ઉપસ્થિતિ માલૂમ પડતી નથી ત્યાં સુધી સંક્રમિત વ્યક્તિ ઘણા લોકોમાં સંક્રમણ ફેલાવી ચૂકી હોય છે. જ્યારે તમે ટેસ્ટ કરાવો છો તો તમે મોડા પડી ગયા હોવ છો. આ એવી બાબત નથી કે જેને મહામારીના આંકલન પર કોઈ અસર પડે છે.

આપણે લાંબા સમય સુધી ઘરોમાં બંધ રહી શકીએ નહીંઃ લોકડાઉનની બાબત અંગે ડો.મુલિયિલે કહ્યું હતું કે આપણે ઘણા લાંબા સમય સુધી ઘરોમાં બંધ રહી શકીએ નહીં. આપણે સતત એ વાત કરી રહ્યા છીએ ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનામાં ઘણો સામાન્ય છે. 85 ટકા ભારતીય કોરોનાથી ત્યારે સંક્રમિત થઈ ગયા હતા કે જ્યારે ભારતમાં વેક્સિન લાવવામાં આવી હતી. તો ભારતમાં વેક્સિનનો પ્રથમ ડોઝ હકીકતમાં પ્રથમ બૂસ્ટર ડોઝ હતો, કારણ કે ભારતીયોમાં ઈન્ફેક્શનને લીધે સ્વાભાવિક રીતે ઈમ્યુનિટી પેદા થઈ ચૂકી હતી.

WHOની ચેતવણી
કોરોના વેક્સિન કમ્પોઝિશન અંગે WHOના ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપે કહ્યું હતું કે વર્તમાન કોરોના વેક્સિન એવા લોકો પર ઓછી અસર દેખાડે છે કે જે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે. સંક્રમણ અને એને ફેલાતા અટકાવવામાં કોરોના વેક્સિન ડેવલપ કરવામાં આવવી જોઈએ, જેથી સંક્રમણ ગંભીર ન થાય અને મોતને અટકાવી શકાય. જ્યાં સુધી આ પ્રકારની વેક્સિન ઉપલબ્ધ નથી ત્યાં સુધી વર્તમાન કોવિડ વેક્સિનને અપડેટ કરવી જોઈએ.

ભારતમાં સંક્રમણ વધશે
હેલ્થ-એક્સપર્ટનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ જ સંક્રમક છે અને ભારતમાં આગામી દિવસોમાં એની ઝડપ ખૂબ વધશે. જો વેક્સિનેશન પૂરું થાય છે અને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે છે તો મહામારીની અસર અટકાવી શકાય છે. મંગળવારે સતત ત્રીજા દિવસે 1.5 લાખ સામે આવ્યા હતા. 24 કલાકમાં 1 લાખ 63 હજારથી વધારે કેસ આવ્યા. NTGIના ચેરમેન ડોક્ટર એનકે અરોરાએ જણાવ્યું હતું કે પીક એ વાત પર આધાર રાખે છે કે વાઈરસનું ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે. એનો સામનો કરવા માટે ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. આ સાથે વેક્સિનેશન કરાવવાનું રહેશે. નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ કર્ફ્યૂ જેવા એડમિનિસ્ટ્રેટિવ સ્ટેપ્સ લેવાં પડશે.