તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Captain And Coach Were Annoyed At The Crowded Event, Not Even Approving; Now Another 2 Coaches Including Shastri Infected Corona

શાસ્ત્રી-કોહલીથી BCCI નારાજ:મંજૂરી વગર ભીડવાળી જગ્યાએ ગયા હતા કોચ અને કેપ્ટન, પછી શાસ્ત્રીને કોરોના થયો, હવે વધુ 2 કોચ સંક્રમિત, બોર્ડ જવાબ માગશે

લંડન22 દિવસ પહેલા
  • સોશિયલ મીડિયા પર આવેલા આ ઇવેન્ટના ફોટોઝ BCCIની સાથે શેર કરવામાં આવ્યા છે
  • બોર્ડ આ મામલની તપાસ માટે શાસ્ત્રી અને કોહલી પાસે જવાબ માગશે

ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે ઓવલ ટેસ્ટને જીતી, જોકે BCCI ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. ગત સપ્તાહે શાસ્ત્રી અને વિરાટ લંડનમાં એક ભીડવાળી જગ્યાએ ગયા હતા. એ પછી રવિવારે શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ અને ટીમના આરોગ્યને જોખમમાં નાખ્યું
એક રિપોર્ટ મુજબ, શાસ્ત્રી અને કોહલી કેટલાક બીજા ટીમ મેમ્બર્સની સાથે બુક લોન્ચ ઈવેન્ટમાં ગયા હતા. બંને સ્ટેજ પર પણ ગયા હતા. આ ઈવેન્ટમાં જવા માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પાસેથી મંજૂરી પણ લેવામાં આવી નહોતી. જ્યારે ટીમ આ ઈવેન્ટમાં પહોંચી તો સમગ્ર રૂમ લોકોથી ભરેલો હતો. BCCI આ લાપરવાહીથી નારાજ છે, કારણ કે કોરોના મહામારી દરમિયાન આ પગલું ટીમના સ્વાસ્થ્ય અને સમગ્ર પ્રવાસને સંકટમાં મૂકી શકતું હતું.

આ ઈવેન્ટના થોડા દિવસો પછી શાસ્ત્રીનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે શાસ્ત્રીના નજીકના બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધર આવ્યા હતા. સોમવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ટીમના ફિઝિયો નીતિન પટેલ હાલ પણ આઈસોલેશનમાં છે.

માન્ચેસ્ટરમાં સખત નિયમોનો સામનો કરશે ટીમ
સોશિયલ મીડિયા પર આવેલા આ ઈવેન્ટના ફોટોઝ BCCIની સાથે શેર કરવામાં આવ્યા છે. બોર્ડ આ મામલની તપાસ કરશે તથા શાસ્ત્રી-કોહલી પાસેથી જવાબ માગવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટનાથી બોર્ડ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. આ મામલામાં બોર્ડ ટીમના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ગિરીશ ડોંગરેના રોલની તપાસ કરી રહ્યું છે. BCCI હવે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડની સાથે સતત સંપર્કમાં છે અને તે ભરોસો અપાવવાની કોશિશ કરી રહ્યું છે કે આગળ જતાં આવી ઘટના બનશે નહિ.

જોકે આ ઘટના પછી હવે મેન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયાએ સખત નિયમોનો સામનો કરવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મેન્ચેસ્ટરમાં બાયોબબલ ખૂબ જ સખત રહેશે. આ ટેસ્ટના 5 દિવસ પછી IPL પણ શરૂ થઈ રહી છે અને UAEમાં થનારી આ ટૂર્નામેન્ટમાં પણ પ્લેયર્સ બાયોબબલમાં જશે નહિ.

BCCI સેક્રેટરી જય શાહે લખ્યો હતો પત્ર
સૂત્રોએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં સેક્રેટરી જય શાહે તમામ ટીમ મેમ્બર્સને પત્ર લખ્યો હતો. એમાં ભીડવાળી ઈવેન્ટથી બચવા અને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું હતું. આમ પણ આ ઓફિશિયલ ઈવેન્ટ નહોતી. આ BCCI કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ઈવેન્ટ નહોતી. અધિકારીઓનું માનવું છે કે આ ઈવેન્ટથી બચી શકાતું નહોતું.