• Gujarati News
  • National
  • Bathed In Dirty Water On The Highway, Said People Have Chosen Me To Work, Not To Make False Promises.

ધારાસભ્યનાં અનોખા વિરોધનો VIDEO VIRAL:હાઇવે પર ગંદા પાણીમાં નાહવા બેઠાં, કહ્યું-મને લોકોએ કામ કરવા પસંદ કરી છે; નહિ કે ખોટા વાયદા કરવા

12 દિવસ પહેલા

કોંગ્રેસના ધારાસભ્યએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેમના વિરોધનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં તેઓ ગંદા પાણીમાં બેઠાં જોવા મળી રહ્યાં છે. આ અનોખા વિરોધ અંગે ધારાસભ્ય દીપિકા પાંડે સિંહે કહ્યું હતું કે મને લોકો પર વિશ્વાસ છે, સાથે તેમના પ્રતિનિધિ તરીકે પસંદ કરી છે. મને જનતા દ્વારા કામ કરવા માટે ચૂંટવામાં આવી છે.

ધારાસભ્ય ગંદા પાણીમાં નાહવા બેઠાં
તમે દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન જોયાં હશે, પરંતુ શું તમે કોઈ મહિલાને રસ્તા વચ્ચે બેસીને ગંદા પાણીથી નાહીને વિરોધ કરતી જોઈ છે? ઝારખંડની મહાગામા વિધાનસભા સીટના કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહે રસ્તાઓની ખરાબ હાલતને લઈને વિરોધ કરવાની અનોખી પદ્ધતિ અપનાવી છે . ધારસભ્ય દીપિકા પાંડે વિરોધ કરવા માટે માત્ર રસ્તા વચ્ચે બેઠાં જ નહીં, પરંતુ રસ્તા પરના ગંદા પાણીથી નાહવા પણ લાગ્યાં હતાં. આ અનોખા વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

કહ્યું-જ્યાં સુધી રોડ બનાવવા નક્કર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી ધરણાં પર બેસશે.
કહ્યું-જ્યાં સુધી રોડ બનાવવા નક્કર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી ધરણાં પર બેસશે.

મહાગામ વિધાનસભા અંતર્ગત આવતા નેશનલ હાઈવે 133 પર મેહરામા-પીરોજપુર, સિંધુ કાન્હુ ચોક ખાતે રોડની હાલત ઘણા સમયથી ખરાબ છે. રોડની ખરાબ હાલતને કારણે દરરોજ કોઈ ને કોઈ અકસ્માત સર્જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. વારંવાર આશ્વાસન આપવા છતાં રોડ રિપેર ન થતાં નારાજ મહિલા કોંગ્રેસ ધારાસભ્ય રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને અનોખી રીતે એ જ રોડ પરના બેથી અઢી ફૂટ ગંદા પાણીમાં નાહવા લાગ્યાં હતાં.

મને જનતાએ કામ કરવા પસંદ કરી છે; ખોટા વાયદા કરવા નહીં- ધારાસભ્ય
દીપિકા પાંડેએ કહ્યું- ' તમે લોકો મૂંઝવણમાં ન મુકાવો. આ કોઈ ગંગાજળ કે નદી નથી, જ્યાં હું નાહવા બેઠી છું. આ નેશનલ હાઇવેનો રસ્તો છે, જે તળાવમાં ફેરવાયો છે. જ્યાં સુધી રોડ બનાવવા માટે નક્કર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું અહીં ધરણાં પર બેસીશ. લોકોએ મને વિશ્વાસ સાથે તેમના પ્રતિનિધિ તરીકે પસંદ કરી છે. મને જનતાએ ખોટા વાયદા કરવા નહીં, પણ કામ કરવા માટે ચૂંટી છે.

ધારાસભ્ય દીપિકા પાંડેના સમર્થનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા રાકેશ સિન્હાએ કહ્યું, “મહાગામનો આ રસ્તો ગોડ્ડા લોકસભા સીટ હેઠળ આવે છે, પરંતુ ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબે માત્ર ટ્વીટ કરીને જણાવ્યું કે સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે. તેમણે પરિવહનમંત્રી નીતિન ગડકરીને ઓછામાં ઓછું એક ટ્વીટ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે "ભાજપ સાંસદ નિશિકાંત દુબેને લોકોની સમસ્યાઓ સાથે કોઈ લેવાદેવા નથી"

હાઇવેની હાલત માટે સોરેન સરકાર જવાબદારઃ ભાજપ
ભાજપના પ્રવક્તા પ્રદીપ સિંહાએ આ મામલે કોંગ્રેસ અને મુખ્યમંત્રી હેમંત સોરેન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, “દોઢ વર્ષ પહેલાં કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ મુખ્યપ્રધાન હેમંત સોરેનને કહ્યું હતું કે તમે રૂ. 5000 કરોડ સુધીના રસ્તા સંબંધિત યોજનાઓ મોકલો, અમે તેમને અમારી મંજૂરી આપીશું, પરંતુ અઢી વર્ષ પછી પણ વર્ષોથી હેમંત સરકાર પાસે માત્ર અઢી હજાર કરોડ રૂપિયાની યોજના જ મંજૂરી માટે મોકલી છે. તેમણે કહ્યું હતું કે નિશિકાંત દુબે સતત જનતા સાથે જોડાયેલા દરેક મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરે છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...