તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Barely Returned Smile, Save It, Corona Teaches 12 Lessons, 9 Future Questions, 741 Doctors Sacrificed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉનનું એક વર્ષ:માંડ પાછું આવ્યું છે સ્મિત; એને સાચવો, કોરોનાએ શીખવ્યા 12 બોધપાઠ, ભવિષ્યના 9 સવાલ, 741 ડૉક્ટરોએ પોતાની કુરબાની આપી

ઇન્દોર/નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અંતરની તસવીર... હવે ખિલખિલાટમાં બદલાઈ, પરંતુ સાવચેતી જરૂરી. - Divya Bhaskar
અંતરની તસવીર... હવે ખિલખિલાટમાં બદલાઈ, પરંતુ સાવચેતી જરૂરી.

કોરોના મહામારી વિરુદ્ધ સામૂહિક લડાઈની શરૂઆત દેશે 25 માર્ચ, 2020ના રોજ લૉકડાઉનથી કરી હતી. ગુરુવારે એને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ દરમિયાન આપણે દુ:ખોના પર્વત ઓળંગ્યા છે, સંકટોના સમુદ્ર પાર કર્યા છે અને લાચારીના ગાઢ અંધકારમાં પણ આશાઓનો દીપક પ્રજ્વલિત રાખ્યો છે. આપણી ઈચ્છાશક્તિએ અજેય દેખાઈ રહેલી મહામારીને ઘૂંટણિયા ટેકવા મજબૂર કરી હતી. દુનિયામાં વેક્સિનના સ્વરૂપમાં આવેલી આશાઓની સવાર વચ્ચે યાદ કરીએ એક કપરો સમય.... સાથે જ એ ભૂલતા નહીં કે જોખમ હજુ ટળ્યું નથી. પછી તમારો સંયમ જ મહામારી વિરુદ્ધ જંગમાં જીત અપાવશે.

અંતરની તસવીર હવે ખિલખિલાટમાં બદલાઈ, પરંતુ સાવચેતી જરૂરી
મધ્યપ્રદેશના ઈન્દોરની આ તસવીર કોરોનાકાળમાં પિતાના સંયમ અને માસૂમ બાળકીની લાચારીનો ચહેરો બની હતી. પિતા તુકોગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિર્મલ શ્રીવાસ લૉકડાઉન દરમિયાન ડ્યુટી કરી રહ્યા હતા. ઘરની બહાર જમતા શ્રીવાસ અને દરવાજે ઊભેલી નિરાશ દીકરીની આંખમાં થયેલા સંવાદે લોકોની આંખોમાં પાણી લાવી દીધું. એક વર્ષ પસાર થઈ ચૂક્યું છે, પરિસ્થિતિ એવી રહી નથી. હવે શ્રીવાસ પરિવારને સમય આપી શકે છે... દીકરીઓના ચહેરા પર હાસ્ય પણ પાછું આવ્યું છે. જોકે, શ્રીવાસ કહે છે કે, કોરોનાકાળનો સંયમ હજુ પણ યથાવત છે. બહારથી ઘરે આવીને સૌથી પહેલા ખુદને સેનિટાઈઝ કરે છે, ત્યાર પછી જ પરિવારની નજીક જાય છે. કહે છે- સ્થિતિ સારી છે, પરંતુ જોખમ હજુ ટળ્યું નથી. જ્યાં સુધી મહામારી સમાપ્ત થતી નથી, આપણે સંયમ તો રાખવો
જ પડશે.

આફતની તસવીર.... સંકટમાં સ્વજનો વચ્ચે પહોંચીને શાંતિ પ્રાપ્ત થઈ
આફતની તસવીર.... સંકટમાં સ્વજનો વચ્ચે પહોંચીને શાંતિ પ્રાપ્ત થઈ

દિલ્હી બોર્ડર પર રામપુકારનો રડતો ફોટો લૉકડાઉનની આફતનો ચહેરો બની ગયો હતો. તંત્રણ તેને બેગુસરાય જિલ્લાના બરિયાપુર ગામ(બિહાર) મોકલ્યો. ત્યારથી રામપુકાર પોતાના ગામમાં જ છે. ત્રણ પુત્રીઓનો પિતા રામપુકાર કહે છે, હવે હું ક્યારેય દિલ્હી નહીં જાઉં. ગામમાં જ મજુરી કરીને આજીવિકા કમાઈ લઈશ. એ દિવસોને યાદ કરતા રામપુકાર કહે છે, મારી પાસે કોઈ કામ ન હતું. હાથમાં પૈસા પણ બચ્યા ન હતા. રહેવા-ખાવાનું કોઈ ઠેકાણું ન હતું. આંખો સામે દુનિયા સમાપ્ત થઈ રહી હતી. થોડા દિવસ પહેલા જ પુત્રને ગુમાવ્યો હતો. આથી હું કોઈ પણ સ્થિતિમાં પત્ની અને પુત્રીઓ પાસે પહોંચવા માગતો હતો. કોઈ રસ્તો ન દેખાયો ત્યારે સાથીદારો સાથે પગપાળા જ ઘરે જવા નીકળી પડ્યો હતો. પોલીસે રોક્યો તો હું મારા આંસુ રોકી શક્યો નહીં.

કોરોનાથી મળ્યા 12 બોધપાઠ
1. સૃષ્ટિ સર્વશક્તિમાન:
આપણે જાણ્યું કે, સૃષ્ટિ પર કોઈનું નિયંત્રણ નથી. આપત્તિએ સ્વચ્છ હવા, પાણીની જરૂરિયાત સમજાવી.
2. પરિવાર સૌથી મોટી તાકાત: ગમે તેટલી મોટી મુશ્કેલી હોય, પરિવાર સાથે હોય તો દરેક સમસ્યાનો ઉકેલ કાઢવો શક્ય છે.
3. આરોગ્ય સૌથી મોટી મૂડી : કોરોનાએ શીખવાડ્યું કે તંદુરસ્તી સૌથી જરૂરી છે. જે તંદુરસ્ત છે, તે જ બીમારી સામે લડશે.
4. મજબૂત ઈચ્છાશક્તિ : વેક્સિન આવે ત્યાં સુધી મહામારી સામેની લડાઈમાં સરકાર-સમાજની ઈચ્છાશક્તિ કામ લાગી.
5. સંયમ દ્વારા સમાધાન : લૉકડાઉનમાં સંયમ મહામારી વિરુદ્ધ મોટું હથિયાર હતું. આગળ પણ તે જ ગામ લાગશે. જીવતા રહીશું તો જગ જીતીશું.
6. શિસ્ત સાથે જીત : સાફ-સફાઈ હોય કે બે હાથનું અંતર... આવા શિસ્તપાલનથી જ સ્થિતિ બગડતાં અટકી.
7. કાલ નહીં, આજમાં જીવવું : આપણે હંમેશા આવતીકાલની ચિંતામાં આજને જીવવાનું ભૂલી જઈએ છીએ. આપણે શીખ્યું કે, આજને જીવવું જરૂરી છે.
8. મુશ્કેલીમાં પણ ખુશીની શોધ : લૉકડાઉનમાં નાની-નાની વસ્તુઓમાં પણ ખુશીઓ શોધી. આપણો દૃષ્ટિકોણ બદલાયો.
9. આપણે સમાજનો ભાગ : આફતમાં સામાજિક તાણા-વાણાની ભૂમિકા મહત્ત્વની છે. એકજૂથ સમાજ સંકટને હરાવે છે.
10. સૌનું સન્માન : ડાૅક્ટર-પોલીસ જ નહીં, સફાઈ કર્મચારીનું પણ સન્માન કરવાનું શીખ્યા. દરેકનું મહત્ત્વ છે, કોઈ પણ કામ નાનું નથી.
11. બચત જરૂરી છે : પૈસા ખુશીઓ ખરીદી શકતા નથી, પરંતુ મુસીબતમાં કામ જરૂર લાગે છે. આપણે બચતનું મહત્ત્વ સમજ્યા.
12. વિજ્ઞાન પર વિશ્વાસ : વાઈરસ સાથે અસલી લડાઈ લડી વિજ્ઞાનીઓએ. પ્રથમ વખત આટલા ટૂંકા સમયમાં વેક્સિનનું નિર્માણ કરાયું.

આ છે ભવિષ્યના 9 સવાલ
સવાલ: કોરોના ક્યારે નાબૂદ થશે? શું માસ્ક હંમેશા પહેરવું પડશે?

જવાબ: વેક્સિનનો અર્થ કોરોના નાબૂદ થવાનો નહીં, માત્ર ફેલાવો ઘટશે. બની શકે નવા સ્ટ્રેઈન આવે અને વેક્સિન અપડેટ થતી રહે. કેટલાક વર્ષ તો માસ્ક પહેરવું જ પડશે.

સવાલ: શિક્ષણ, ઈલાજ જેવી વસ્તુઓ ટેક્નોલોજીના સહારે ક્યાં સુધી?
જવાબ: ના, થોડા સમય માટે ઓનલાઈન માધ્યમ અપનાવાયા, પરંતુ ઓફલાઈન માર્કેટ સમૃદ્ધ છે. ઓનલાઈનનું ચલણ આમ તો વધી રહ્યું હતું, પરંતુ ઓફલાઈન માર્કેટ વધુ મજબૂત થશે.

સવાલ: આરોગ્ય સુવિધાઓ વધુ સારી બનાવવા શું કરવું પડશે?
જવાબ:
કોરોના કાળમાં બીજી બીમારીઓના સ્થાને માત્ર કોવિડનો ઈલાજ થયો. આરોગ્ય સુવિધાઓ 60% ખાનગી ક્ષેત્ર પર નિર્ભર છે. નબળાઈઓ બહાર આવી છે, એટલે તેને દૂર કરવા પર કામ થશે.

સવાલ: ડિજિટલાઈઝેશનના કારણે શું સાઈબર જોખમ વધશે?
જવાબ:
સાવધાની જરૂરી છે. માત્ર આપણો ડેટા લીક કરવા કે વેચવાને કારણે અજાણ્યા કોલ અને એસએમએસની સંખ્યા વધી થઈ ગઈ છે. આવું પ્રોફાઈલિંગ તો કોરોનાથી પહેલા પણ ન હતું.

સવાલ: કોરોનાકાળમાં લાઈફ સ્ટાઈલ વધુ કેટલી બદલાશે?
જવાબ:
હાથ ધોવાની જેમ ટેવ પડી છે, એવી જ રીતે ખાણી-પીણીની ટેવો પણ બદલાશે. જે સક્ષમ છે તેઓ ઓર્ગેનિક પ્રોડક્ટ પર શિફ્ટ થશે. બેલેન્સ્ડ ખાણી-પીણી અને ઘરે જ કસરતની વ્યવસ્થા હવે સામાન્ય બનશે.

સવાલ: બગીચા-થિયેટર બંધ રહ્યા. મનોરંજન શું મોબાઈલ પર મર્યાદિત થઈ જશે?
જવાબ:
લાઈવ એન્ટરટેઈનમેન્ટની માગ ઘટશે નહીં. રાહતો મળ્યા પછી ક્લબો અને થિયેટરોમાં ક્ષમતા કરતાં વધુ લોકો પહોંચવા લાગ્યા છે. જોકે, ઓટીટી અને મોબાઈલ જેવી નવી રીતો પણ ચાલુ રહેશે.

સવાલ: સ્કૂલ-કોલેજ બંધ રહ્યા, આગળ ઈ-શિક્ષણ ચાલશે કે પરિવર્તન આવશે?
જવાબ:
ઓફલાઈન એજ્યુકેશન પાછું આવી રહ્યું છે. ઓનલાઈન એજ્યુકેશન ક્લાસરૂમનો વિકલ્પ ન બની શકે. બાળકોનાં ઓવરઓલ ડેવલપમેન્ટ માટે આઉટડોર એક્ટિવિટીઝ ખૂબ જરૂરી છે.

સવાલ: પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પરિવર્તન આવશે કે ખાનગી વ્હિકલ વધશે?
જવાબ:
કોવિડ પછી ખાનગી વાહનોની ખરીદી વધી છે. એટલે, ખાનગી વ્હીકલ તો વધશે, પરંતુ લાંબા અંતરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉપયોગિતા ઘટશે નહીં. ખાસ કરીને એર કનેક્ટિવીટી સુધરશે.

સવાલ: લૉકડાઉનમાં અનેકના રોજગાર ગયા, કમાણીના નવા રસ્તા કેવી રીતે ખૂલશે?
જવાબ:
કોરોનાકાળમાં સ્વરોજગારના અનેક ઉદાહરણ જોવા મળ્યા, આ ટ્રેન્ડ વધશે. એગ્રી-ફૂડ પ્રોસેસિંગનું એક્સપોર્ટ, હેલ્થ અને શિક્ષણ ક્ષેત્ર લોકોને પોતાનો વ્યવસાય આપવાની સાથે રોજગાર પેદા કરશે.

એક વર્ષમાં કુલ રોજગાર લગભગ જૂના સ્તરે પાછા ફર્યા
લૉકડાઉનના એક વર્ષના અંદર મોટાભાગના રોજગાર પાછા આવી ગયા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા અનુસાર, લૉકડાઉનથી પહેલા દેશમાં કુલ 40.3 કરોડ રોજગાર હતા. જેમાં કૃષિ, નોકરિયાત અને અસંગઠિત ક્ષેત્ર સામેલ છે. ફેબ્રુઆરી, 2021માં રોજગારની કુલ સંખ્યા 39.9 કરોડ થઈ ગઈ, જે લૉકડાઉનથી પહેલાની સરખામણીમાં 40 લાખ ઓછી છે. અસંગઠિત ક્ષેત્રમાં રોજગારમાં થયેલા ઘટાડાને કૃષિ ક્ષેત્રએ પૂરો કર્યો છે. લૉકડાઉન પહેલા દેશમાં બેરોજગારીનો દર 7.63% હતો, જ્યારે ફેબ્રુઆરી, 2021માં બેરોજગારીનો દર ઘટીને 6.9% રહી ગયો છે. સીએમઆઈઈના સીઈઓ મહેશ વ્યાસ કહે છે કે, આ આંકડાના આધારે કહી શકાય નહીં કે અર્થતંત્ર સુધરી ગયું છે. આ આંકડા પર્યાપ્ત ઈન્ડિકેટર નથી. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ ( કામમાં લાગેલા 15 વર્ષથી 60 વર્ષના લોકોની ટકાવારી) હજુ પણ ગયા વર્ષની સરખામણીએ ઓછી છે. ગયા વર્ષે તે 42.65 હતી, જે ગત ફેબ્રુઆરીમાં 40.6 રહી છે. આ જ રીતે રોજગારીનો દર ગયા વર્ષની સરખામણીએ હજુ પણ ઓછો છે. સીએમઆઈઈના આંકડા અનુસાર લૉકડાઉન પહેલા રોજગારનો દર 39.4 હતો, જે હવે 37.9 રહ્યો છે. લૉકડાઉનથી પહેલા સંગઠિત ક્ષેત્રમાં કુલ 8.6 કરોડ નોકરીઓ હતી, હવે 8.2 કરોડ છે. વ્યાસના અનુસાર કુલ રોજગારમાં આવેલા ઘટાડામાં મોટો વર્ગ વેતનભોગી છે. લૉકડાઉન અને તેની અસરનું વધુ નુકસાન 20થી 30 વર્ષના યુવાનો અને મહિલાઓને થયું છે.

ગામમાં રોજગાર ઓછા ઘટ્યા

મહિનોરોજગારનો દર- શહેરરોજગારનો દર- ગામકુલ રોજગાર
ફેબ્રુઆરી, 202036.92%40.65%40.3 કરોડ
ફેબ્રુઆરી, 202134.64%39.70%39.9 કરોડ

સૌથી વધુ નુકસાન વેતનભોગીઓને

મહિનો

રોજગાર(વેતનભોગી)

ફેબ્રુઆરી,20208.6 કરોડ
ફેબ્રુઆરી,20218.2 કરોડ
ઘટાડો40 લાખ
મહિનો

રોજગાર(અસંગઠિત)

ફેબ્રુઆરી,202012.5 કરોડ
ફેબ્રુઆરી,202112.4 કરોડ
ઘટાડો10 લાખ

આપણા જીવ બચાવવા 741 ડૉક્ટરોએ પોતાની કુરબાની આપી

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) અનુસાર દેશભરમાં કોરોના કાળ દરમિયાન કુલ 741 ડૉક્ટર્સનાં મોત થયા. જેમાંથી 44 મહિલા ડૉક્ટર્સ હતાં. એક લાખથી વધુ પોલીસ કર્મચારી દેશભરમાં સંક્રમિત થયા. મહારાષ્ટ્રમાં 32 હજાર સંક્રમિતમાંથી 349નાં મોત.

રાજ્યમૃત્યુ
તમિલનાડુ88
પ. બંગાળ79
આંધ્ર પ્રદેશ70
મહારાષ્ટ્ર70
કર્ણાટક66
ઉત્તર પ્રદેશ65
ગુજરાત51

વેક્સિન : 71 દેશોને 6 કરોડ ડોઝ આપી ચૂક્યા છીએ, જેમાંથી 1 કરોડ ગરીબ દેશોને દાનમાં આપી

 • 15 માર્ચ સુધી ભારત સરકાર તરફથી દુનિયાનાં 71 દેશોને અલગ-અલગ શ્રેણીમાં કુલ 5 કરોડ 86 લાખ 40 હજાર કોવિડ વેક્સિનનાં ડોઝ અપાયા છે.
 • 3.39 કરોડ ડોઝ ભારતીય કંપનીઓ તરફથી વેપારી ધોરણે વેચવામાં આવ્યા છે. બ્રિટને ભારત પાસેથી વેક્સિનના 50 લાખ ડોઝ ખરીદ્યા છે.
 • 81 લાખથી વધુ ડોઝ ભારત સરકારને આર્થિક રીતે નબળા દેશોને દાનમાં આપ્યા છે. સૌથી વધુ અફઘાનિસ્તાનને 20 લાખ અને મયાનમારને 17 લાખ ડોઝ દાનમાં આપ્યા છે.
 • 15 માર્ચ સુધી 32 દેશોને 1.65 કરોડથી વધુ ડોઝ મૈત્રી કરાર હેઠળ આપવામાં આવ્યા છે.

વર્ષના અંત સુધી 300 કરોડ ડોઝ બનાવી લઈશું

 • 18.6 કરોડ વેક્સિન ડોઝનો ઓર્ડર સીરમ અને ભારત બાયોટેક કંપનીને અપાયો છે.
 • 7.5 કરોડ ડોઝ મળી ચૂક્યા છે અને તેને રાજ્યોને સપ્લાય પણ કરી દેવાયા છે.
 • 7-8 કરોડ વેક્સિન દર મહિને ઉત્પાદન ક્ષમતા માર્ચ સુધી બંને કંપની પ્રાપ્ત કરી લેશે.
 • 11 કરોડ દર મહિનાની ક્ષમતા એપ્રિલમાં હશે. વર્ષના અંત સુધી 300 કરોડ વેક્સિન બનાવી શકીએ છીએ.

કોરોના ડિક્શનરી: એવા અજાણ્યા શબ્દ જે હવે આપણી જિંદગીનો હિસ્સો બની ગયા
કોરોના મહામારીમાંથી નીકળેલા અનેક શબ્દ જીવનનો ભાગ બની ગયા છે. 2020માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં જોડાયેલા મોટાભાગના શબ્દ આ મહામારી સાથે જોડાયેલા હતા. 100 કરોડથી વધુ લોકોએ લૉકડાઉનને વર્ષનો શબ્દ માન્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, ક્વોરેન્ટાઈન-આઈસોલેશન, એન્ટીબોડી, એન્ટીજન, માસ્ક/પીપીઈ કિટ, ડિસઈન્ફેક્ટન્ટ્સ, ક્મ્યુનિટી ટ્રાન્સમિશન, સુપર-સ્પ્રેડર, હોટ સ્પોટ, કન્ટેઈનમેન્ટ ઝોન, ન્યૂ નોર્મલ, ઝૂમ કોલ્સ, વેબિનાર, વર્ક ફ્રોમ હોમ, ફ્રન્ટલાઈન વર્કર, આરટીપીસીઆર જેવા શબ્દો હવે આપણા જીવનનો હિસ્સો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો