• Gujarati News
  • National
  • Barbara Jarabica Reveals: Raj Became Mehul Choksi, Gifted A Fake Diamond Ring bracelet

PNB પછી ગર્લફ્રેન્ડને પણ છેતરી:બાર્બરાએ ઘટસ્ફોટ કરતાં કહ્યું: રાજ બનીને મળ્યો હતો મેહુલ ચોક્સી, નક્લી ડાયમંડની રિંગ-બ્રેસ્લેટ ગિફ્ટ કર્યાં હતાં

4 મહિનો પહેલા
  • પંજાબ નેશનલ બેન્ક સ્કેમ કેસમાં આરોપી મેહુલ ચોક્સી હજી પણ ડોમિનિકામાં છે
  • મેહુલ ચોક્સી વિવાદમાં તેની કથિત ગર્લફ્રેન્ડ બાર્બરાનો વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે

પંજાબ નેશનલ બેન્ક સ્કેમમાં આરોપી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકા દેશમાં પોલીસની કસ્ટડીમાં છે. મેના છેલ્લા સપ્તાહમાં એન્ટિગુઆથી ભાગેલો મેહુલ ચોક્સી ડોમિનિકામાંથી મળ્યો છે. તેને ભારત લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ સમગ્ર વિવાદમાં એક મહિલાનો સતત ઉલ્લેખ થઈ રહ્યો છે અને તેનું નામ છે બાર્બરા જરાબિકા.

ડાયમંડ રિંગ-બ્રેસ્લેટ ગિફ્ટ કર્યાં હતાં-બાર્બરા
બાર્બરા જરાબિકાને મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે. પહેલાં મેહુલ ચોક્સી તરફથી તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો પરંતુ હવે બર્બરાએ પણ તેના તરફથી ખુલાસા કરવાનું શરૂ કર્યું છે. એક મીડિયા મુલાકાતમાં બાર્બરાએ મેહુલ ચોક્સી વિશે ઘણા નવા ઘટસ્ફોટ કર્યા છે. બાર્બરાએ જણાવ્યું હતું કે તે મેહુલ ચોક્સીની મિત્ર હતી. મેહુલે તેનું નામ રાજ જણાવ્યું હતું. બાર્બરાના જણાવ્યા પ્રમાણે, મેહુલ ચોક્સીએ ગયા વર્ષે તેની વિઝિટ દરમિયાન તેની સાથે મિત્રતા કરી હતી. મેહુલે તેને ડાયમંડ રિંગ અને બ્રેસ્લેટ પણ ગિફ્ટ કર્યાં હતાં, પરંતુ એ નકલી ડાયમંડનાં હતાં.
મેહુલ ચોક્સી દ્વારા લગાવવામાં આવેલા કિડનેપિંગના આરોપ વિશે બાર્બરાએ કહ્યું હતું કે એ વાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. તેનું નામ કેસમાં મેહુલ ચોક્સીના વકીલ અને પરિવારના લોકોએ સામેલ કર્યું છે.

કિડનેપિંગના આરોપ વિશે બાર્બરાએ કહ્યું- એ વિશે મારે કોઈ લેવા-દેવા નથી.
કિડનેપિંગના આરોપ વિશે બાર્બરાએ કહ્યું- એ વિશે મારે કોઈ લેવા-દેવા નથી.

મેહુલ ચોક્સીએ બાર્બરા વિશે શું કહ્યું હતું?
મેહુલ ચોક્સીની ડોમિનિકા પોલીસે ધરપકડ કરી છે. તેણે જામીન અરજી પણ દાખલ કરી દીધી છે. જોકે મેહુલ ચોક્સી સતત પોતાને નિર્દોષ ગણાવે છે. મેહુલ ચોક્સી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે બાર્બરા એન્ટિગુઆમાં તેની પડોશમાં રહેતી હતી અને બંને સાથે વોક કરવા જતાં હતાં.

બાર્બરા એન્ટિગુઆમાં મેહુલ ચોક્સીની પડોશી હતી.
બાર્બરા એન્ટિગુઆમાં મેહુલ ચોક્સીની પડોશી હતી.

23 મે વિશે મેહુલ ચોક્સી તરફથી જણાવવામાં આવ્યું હતું કે બાર્બરાએ તેને ડિનર માટે પિક કરવાનું કહ્યું હતું. મેહુલ જ્યારે બાર્બરાના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં પહેલેથી 8-10 લોકો હાજર હતા. તેમણે મેહુલ સાથે મારઝૂડ કરી અને આ દરમિયાન બાર્બરાએ તેને બચાવવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. જે લોકો ત્યાં હતા તેમણે પોતાની જાતને એન્ટિગુઆની પોલીસ ગણાવી અને તેને ત્યાંથી બીજી કોઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો.

ડોમિનિકાની જેલમાં મેહુલ ચોક્સી.
ડોમિનિકાની જેલમાં મેહુલ ચોક્સી.

જામીન માટે સુનાવણી કરાશે
પંજાબ નેશનલ બેન્કનું 13,500 કરોડનું કૌભાંડ કરનાર મેહુલ ચોક્સીના જામીન વિશે મંગળવારે સુનાવણી થવાની છે. ડોમિનિકાની કોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. મેહુલ ચોક્સીએ પોતાની જાતને નિર્દોષ ગણાવીને પોતાને એન્ટિગુઆનો નાગરિક કહ્યો છે. ભારત તરફથી પણ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગામી ટૂંક સમયમાં ભારતને પ્રત્યાર્પણમાં સફળતા મળવાની શક્યતા ખૂબ ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...