• Gujarati News
  • National
  • Baran Husband And Wife Going On The Highway Stopped By Goons, Assult Women, Ralasthan Latest News Update

રાજસ્થાન હાઈવે પર ગેંગરેપ:બાઈકથી જતા દંપતીને રોકીને બંધક બનાવ્યું, પતિના હાથ-પગ બાંધ્યા અને તેની સામે જ પત્ની સાથે ચાર લોકોએ દુષ્કર્મ કર્યું

10 મહિનો પહેલા
  • રસ્તા પર ઉભેલી રડતી બાળકીને જોઈને ટ્રક ડ્રાઈવરે મદદ કરી

રાજસ્થાનના બારાંમાં શનિનારે રાત્રે 10 વાગે નેશનલ હાઈવે-90 પર ગેંગરેપની ઘટના બની છે. બાઈકથી ગામ પરત ફરતાં દંપતીને એક વૃદ્ધ સહિત પાંચ લોકોએ રોક્યાં હતા અને પછી તેમને બંધક બનાવ્યા હતા. ત્યારપછી તે બંનેને ધમકાવીને બાજુના ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બદમાશોએ પત્નીની સાડીથી પતિના હાથ-પગ અને મોઢું બાંધ્યા હતા અને તેની સામે જ પત્ની સાથે ગેંગરેપ કર્યો હતો.

ઘટનાની માહિતી મળતાં જ એસપી વિનીત કુમાર બંસલ, ASP વિજય સ્વર્ણકાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પીડિત મહિલાને હોસ્પિટલ મોકલી અને પતિના હાથ-પગ ખોલ્યા હતા.

બાલાજીના દર્શન કરીને પરત આવતું હતું દંપતી
પીડિતા શનિવારે પતિ અને 8 વર્ષની બહેન સાથે કામખેડા બાલાજીના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત આવતાં આવતા રાત થઈ ગઈ હતી. બાઈકથી નેશનલ હાઈવે-90 થઈને તેઓ ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ બે બાઈક પર જતા લોકોએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રાત્રે અંદાજે 10 વાગે છજાવા બાવડી પાસે સુનસાન રસ્તાનો લાભ લઈને બદમાશોએ તેમને ઘેરી લીધા હતા અને તેમને ધમકાવીને બાજુના ખેતરમાં લઈ ગયા હતા. બદમાશોમાંથી એક વૃદ્ધે નાની બહેનને રસ્તા પર જ રોકી લીધી હતી.

રસ્તા પર ઉભેલી બાળકીને જોઈને ટ્રક ડ્રાઈવરે મદદ કરી
બહેન અને જીજાના ના આવવાથી અંધારામાં રસ્તાના કિનારે ઉભેલી છોકરી રડવા લાગી હતી. તેણે ત્યાંથી પસાર થતાં લોકોને વાહન રોકવાનો ઈશારો કર્યો હતો. બાળકીને રસ્તા પર એકલા જોઈને ટ્રેક ડ્રાઈવરે ટ્રક રોકી હતી. બાળકીને રોવાનું કારણ પુછ્યું તો તેણે ઘટના ક્રમ જણાવ્યો. કોઈ દુર્ઘટના થઈ હોવાની શક્યતાએ ટ્રક ડ્રાઈવરે ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ રોક્યા.

અમુક લોકોએ ભેગા થઈને સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. ત્યાં ભેગા થયેલા લોકોએ બાળકી સાથે બહેન અને જીજાની તપાસ કરવા માટે ખેતરમાં જઈને બુમો પાડવાનું શરૂ કર્યું હતું. ત્યાં સુધીમાં પોલીસ પણ ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી. ત્યારપછી આજુબાજુના ખેતરોમાં સઘન રીતે તપાસ શરૂ કરતાં મહિલા બેભાન હાલતમાં મળી હતી. બીજી બાજુ તેનો પતિ હાથ-પગ અને મોઢું બાંધેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. તુરંત જ મહિલાને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પીડિત મહિલાના પૂર્વ પતિના ભાઈ સામે નામજોગ ફરિયાદ
પોલીસે જણાવ્યું કે, આ કેસમાં અમુક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે, પીડિતાના રિપોર્ટના આધારે પોલીસે બંધક બનાવવા, ગેંગરેપ સહિત વિવિધ કલમ અંતર્ગત કેસ નોંધી લીધો છે. કેસમાં પીડિતાના પૂર્વ પતિના ભાઈ સહિત અમુક આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. અમુક શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

2019માં થઈ હતી આવી ઘટના
26 એપ્રિલ 2019માં પતિ સાથે બાઈક પર જતી પરણીતાને 5 યુવકોએ અલવરના થાનાગાઝી વિસ્તારમાં રોકીને સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. ત્યારેપણ પતિને બંધક બનાવીને તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. પતિ પાસેથી પૈસા પણ છીનવી લીધા હતા અને આટલું જ નહીં પરંતુ તેમણે મહિલાનો અશ્લિ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પણ વાઈરલ કરી દીધો હતો. ઘટનાની ફરિયાદ 6 દિવસ પછી 2 મે 2019માં થાનાગાઝી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય રહી હતી. રાહુલ ગાંધી સહિત ઘણાં નેતાઓ પીડિતાને મળવા માટે પહોંચ્યા હતા.