તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષાદળોનું અભિયાન:જમ્મુ-કાશ્મીરના બારામુલામાં અથડામણ, 2 આતંકી ઠાર અને 2નું આત્મસમર્પણ

શ્રીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પુલવામાના અવંતીપોરામાં 4 આતંકીની ધરપકડ, ઘાતક હથિયારો કબજે લેવાયાં

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઉપરાંત 2 આતંકીઓએ સૈન્ય સામે આત્મસમર્પણ પણ કરી દીધું હતું. પોલીસના જણાવ્યાનુસાર વનીગામ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાનમાં આતંકીઓને ઘેરી લેવાયા હતા. અથડામણમાં 2 આતંકીઓને ઠાર મરાયા હતા. હાલ એ તપાસ કરવામાં આવી રહી છે કે આ આતંકીઓ કયા સંગઠન સાથે જોડાયેલા હતા.

બીજી બાજુ તોંગદુનુમાં લશ્કર-એ-તોઈબાના 2 આતંકીઓએ સુરક્ષાદળો સામે આત્મસમર્પણ કરી દીધું હતું. તેમને ઘેરી લીધા બાદ સુરક્ષાદળોએ તેમના પરિવારજનોને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. તેમના દ્વારા અપીલ કરાયા બાદ આતંકીઓએ આત્મસમર્પણ કરી દીધું હતું. પુલવામા જિલ્લાના દાદસારા અને લાર્મોહ ગામમાં સુરક્ષાદળો દ્વારા આતંકી સંગઠન અલ બદ્રના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ યાવર અજીજ ડાર, સજ્જાદ અહેમદ પારે, આબિદ મજીદ શેખ અને શૌકત અહેમદ ડાર તરીકે જાહેર કરવામાં આવી હતી. આ લોકોની પાસેથી 1 એકે-56 રાઈફલ, મેગેઝિન, હેન્ડ ગ્રેનેડ સહિત અન્ય ઘાતક હથિયારો પણ મળી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...