​​​​​​​​​​​​​​સોનાલીને ડ્રગ્સ અપાયુ હતું તે ક્લબ તોડી નહીં શકાય:સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો, કર્લીઝ ક્લબની તમામ કોમર્શિયલ એક્ટિવિટી પર પ્રતિબંધ

એક મહિનો પહેલા

સુપ્રીમ કોર્ટે ગોવાની કર્લીઝ ક્લબને તોડી પાડવા પર પ્રતિબંધક લગાવી દીધો છે. કોર્ટે આ શરતે સ્ટે મૂક્યો છે કે હવે ક્લબમાં કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નહીં થાય. શુક્રવારે સવારથી જ ક્લબનું ડિમોલિશન ચાલુ હતું. ક્લબને તોડી પાડવા માટે બુલડોઝર પણ આવી ગયું હતું. આ એ જ ક્લબ છે, જેમાં બીજેપી નેતા સોનાલી ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.

ગોવા પ્રશાસન અનુસાર, કર્લીઝ ક્લબને 'નો ડેવલપમેન્ટ ઝોન'માં બનાવવામાં આવી છે. ગોવા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (GCZMA) 2016માં એને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ક્લબના માલિક એડવિન નુન્સે આ આદેશને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)માં પડકાર્યો હતો. NGTએ 6 સપ્ટેમ્બરે GCZMAના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. આ પછી 8 સપ્ટેમ્બર (ગુરુવારે) જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ક્લબના ડિમોલિશનનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

અંજુના બીચ પર આવેલી કર્લીઝ ક્લબનું ડિમોલિશન શુક્રવારે સવારથી જ શરૂ થઈ ગયું હતું.
અંજુના બીચ પર આવેલી કર્લીઝ ક્લબનું ડિમોલિશન શુક્રવારે સવારથી જ શરૂ થઈ ગયું હતું.

સોનાલી છેલ્લે આ ક્લબમાં જોવા મળી હતી
સોનાલી ફોગાટ તેના PA સુધીર સાંગવાન અને તેના પાર્ટનર સુખવિન્દર સાથે 23 ઓગસ્ટની સવારે ગોવાના કર્લીઝ ક્લબમાં છેલ્લીવાર જોવા મળી હતી. આ પછી તેનું મૃત્યુ થયું. ક્લબના સીસીટીવી ફૂટેજમાં સુધીર સોનાલીને બળજબરીથી પ્રવાહી પીવડાવતો જોવા મળે છે. તેણે પૂછપરછ દરમિયાન સોનાલીને ડ્રગ્સ આપ્યાની પણ કબૂલાત કરી હતી. આ પછી ગોવા પોલીસે ક્લબને સીલ કરી દીધી હતી.

સોનાલીની 23 ઓગસ્ટે હત્યા કરવામાં આવી હતી
સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટે ગોવામાં મોત થયું હતું. એ સમયે તેનો પીએ સુધીર અને સુધીરનો મિત્ર સુખવિંદર તેની સાથે હાજર હતા. ગોવા પોલીસે સોનાલીના ભાઈ રિંકુની ફરિયાદ પર સુધીર સાંગવાન અને સુખવિંદર વિરુદ્ધ હત્યા અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્લબ ઓપરેટરો એડવિન નુન્સ, દત્તા પ્રસાદ સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

NGTએ કર્લી ક્લબને 15 દિવસમાં તોડી પાડવા જણાવ્યું છે
NGTના આદેશમાં કર્લીઝ ક્લબને તોડી પાડવાની પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. NGTએ ક્લબને વીજળી અને પાણીનું કનેકશન પણ કાપી નાખવા જણાવાયું હતું. આ સાથે આબકારી કમિશનરને ક્લબનું બાર લાઇસન્સ રદ કરવા પણ કહેવામાં આવ્યું હતું. અંજુમા પંચાયતને પણ ટ્રિબ્યુનલ દ્વારા નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...