તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Banned Nurses From Speaking In Malayalam While On Duty; Withdrew The Order After Protests, Saying The Circular Was Issued Without Information

દિલ્હીની જીબી પંત હોસ્પિટલમાં હોબાળો:ડ્યૂટી દરમિયાન નર્સોને મલયાલમમાં બોલવાની સામે પ્રતિબંધ; વિરોધ બાદ આદેશ પરત લીધો, કહ્યું- જાણકારી વગર પરિપત્ર જાહેર થયું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહુલ ગાંધી અવે શશિ થરૂરે સોશિયલ મીડિયામાં વાંધો ઉઠાવ્યો

દિલ્હીની ગોવિંદ વલ્લભ પંત ઈન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ એજ્યુકેશન એન્ડ રિસર્ચે પહેલા નર્સિંગ સ્ટાફને મલયાલમમાં બોલવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. ત્યારપછી જ્યારે વિરોધ શરૂ થયો ત્યારે, 24 કલાકની અંદર જ પરિપત્રને પરત ખેંચી લેવાયો હતો. હોસ્પિટલ પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે આ પરિપત્ર એમની જાણકારી વિના જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

શનિવારના રોજ હોસ્પિટલ પ્રશાસને એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં કહ્યું હતું કે નર્સિંગ સ્ટાફ ઈંગ્લિશ અથવા હિંદીમાં જ ચર્ચા-વિચારણા તથા વાતચીત કરી શકે છે. જો તે કોઈ અન્ય ભાષામાં વાતચીત કરશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે.

આ કારણોસર પરિપત્ર જાહેર
હોસ્પિટલ પ્રશાસનને ઘણીવાર એવી ફરિયાદો મળી હતી કે નર્સિંગ સ્ટાફ પોતાના રાજ્ય અને સ્થાનિક ભાષામાં વાત કરે છે, જેના કારણે દર્દીઓને એમની વાત સમજવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. જેથી આ પ્રકારનું પરિપત્ર જાહેર કર્યું હતું. કારણ કે મોટાભાગની ફરિયાદોમાં નર્સો મલિયાલમ ભાષાનો ઉપયોગ કરતી હોય એવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોટાભાગના દર્દીઓ નર્સિંગ સ્ટાફની વાત સમજી શકતા નહોતા,જેથી અસુવિધાઓ સર્જાઈ હતી. ઉપર દર્શાવેલા તમામ કારણોને પરિણામે નર્સિંગ સ્ટાફને પરિપત્ર દ્વારા આદેશ આપ્યો હતો કે તેઓ ફક્ત હિંદી અને અંગ્રેજી ભાષાનો જ પ્રયોગ કરી શકે છે, અથવા તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ શકે છે.

રાહુલ-થરૂરે વાંધો ઉઠાવ્યો
આ કેસ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શશિ થરૂર જેવા દિગ્ગજોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે આ આઘાતજનક છે કે ભારત જેવા લોકશાહી દેશમાં સરકારી સંસ્થા તેના નર્સિંગ સ્ટાફને તેમની માતૃભાષામાં ના બોલવા માટે પણ કહી શકે છે, જેઓ તેમને સમજી શકે છે. આ સ્વીકાર્ય નથી.

અન્ય સમાચારો પણ છે...