બાંગ્લાદેશમાં હિન્દુઓ ટાર્ગેટ પર:મંદિરો પર હુમલા પછી ઉપદ્રવીઓએ 65 હિન્દુઓના ઘર સળગાવ્યા, સોશિયલ મીડિયા પોસ્ટ પર થયો વિવાદ

ઢાકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 13 ઓક્ટોબરથી હિન્દુઓની વિરુદ્ધ હિંસક ઘટનાઓ બની રહી છે

બાંગ્લાદેશમાં હિન્દુઓની વિરુદ્ધ હિંસક ઘટનાઓ ધીરે-ધીરે વધી રહી છે. હિન્દુ મંદિરો અને શ્રદ્ધાળુઓ પર જીવલેણે હુમલા પછી હવે હિન્દુઓના ઘરોમાં આગ લગાવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. અહીંના રંગપુર જિલ્લામાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેટલાક લોકોએ હિન્દુ સમદાયના ઘરોમાં આગ લગાવી દીધી. તેમાં 20 ઘર સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયા. આ ઘટના પીરગંજમાં રામનાથપુર યુનિયનમાં માજિપારા વિસ્તારમાં રવિવારે સાંજે બની હતી.

બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વિટ કરીને લખ્યું કે રંગપુરના પીરગંજમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.
બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વિટ કરીને લખ્યું કે રંગપુરના પીરગંજમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.
આગ લગાવવામાં આવતા 20 ઘર સંપૂર્ણ રીતે સળગી ગયા.
આગ લગાવવામાં આવતા 20 ઘર સંપૂર્ણ રીતે સળગી ગયા.
દેશમાં 13 ઓક્ટોબરથી હિન્દુઓની વિરુદ્ધ હિંસક ઘટનાઓ બની રહી છે.
દેશમાં 13 ઓક્ટોબરથી હિન્દુઓની વિરુદ્ધ હિંસક ઘટનાઓ બની રહી છે.

ફેસબુક પોસ્ટને લઈને આગ લગાડવામાં આવી
યુનિયન પરિષદના ચેરમેન મોહમ્મદ સદીકુલ ઈસ્લામે જણાવ્યું કે ઉપદ્રવિઓએ 65 ઘરોમાં આગ લગાવી હતી. આગ ચાંપનાર લોકો સ્થાનિક સંસ્થા જમાત-એ-ઈસ્લામી અને તેની સ્ટુડન્ટ વિંગ ઈસ્લામી છાત્ર શબિરના સભ્ય હતા. પોલીસના જણાવ્યા મુજબ, એક હિન્દુ વ્યક્તિએ ફેસબુક પર ધર્મને લઈને અપમાનજનક પોસ્ટ કરી હતી, જે પછી હિંસા ભડકી હતી.

એક હિન્દુ વ્યક્તિએ ફેસબુક પર ધર્મને લઈને અપમાનજનક પોસ્ટ કરી હતી, તે પછી તોફાનો વધ્યા હતા અને ઘરોને આગ લગાડવામાં આવી હતી.
એક હિન્દુ વ્યક્તિએ ફેસબુક પર ધર્મને લઈને અપમાનજનક પોસ્ટ કરી હતી, તે પછી તોફાનો વધ્યા હતા અને ઘરોને આગ લગાડવામાં આવી હતી.

બાંગ્લાદેશના બે મંત્રીઓએ આપ્યા નિવેદન
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટના પછી દેશના બે મોટા મંત્રીઓએ બે અલગ-અલગ પ્રસંગે નિવેદન આપ્યા છે. ગૃહ મંત્રી અસદુજમન ખાને રવિવારે કહ્યું કે દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર જે હુમલા થયા તે પ્રી-પ્લાન્ડ હતા અને ષડયંત્ર અંતર્ગત કરવામાં આવ્યા હતા. જ્યારે સૂચના રાજ્ય મંત્રી મુદાદ હસને કહ્યું કે ઈસ્લામ દેશનો ધર્મ નથી.

બાંગ્લાદેશના ચાંદપુર જિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન ભીડે હિન્દુ મંદિર પર હુમલો કર્યો.
બાંગ્લાદેશના ચાંદપુર જિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન ભીડે હિન્દુ મંદિર પર હુમલો કર્યો.

બાંગ્લાદેશ એક સિક્યુલર રાષ્ટ્ર, ઈસ્લામ રાષ્ટ્રીય ધર્મ નથી
બાંગ્લાદેશના સૂચના રાજ્ય મંત્રી મુરાદ હસને કહ્યું કે બાંગ્લાદેશ એક સેક્યુલર રાષ્ટ્ર છે અને અમે રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના બનાવેલા 1972ના બંધારણ પર પરત ફરીશું. બાંગ્લાદેશ ક્યારેય ધાર્મિક કટ્ટરપંથીઓનું આશ્રય સ્થાન ન બની શકે. જોકે આ નિવેદન તેમણે મંદિરો પર હુમલાના સંદર્ભમાં આપ્યું નહોતું.

13 ઓક્ટોબરથી શરૂ થયા મંદિરો પર હુમલા
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા 13 ઓક્ટોબરથી શરૂ થયા, જ્યારે આઠમના દિવસે મૂર્તિ વિસર્જનના પ્રસંગે ઘણા પૂજા મંડપોમાં તોડફોડ થઈ. ચિટ્ટાગામમાં કોમિલા વિસ્તારમાં દુર્ગા પંડાલો પર થયેલા હુમલામાં 4 લોકોના મૃત્યુ થયા હતા. સોશિયલ મીડિયા પર અફવા ઉડી હતી કે પંજા પંડાલમાં કુરાન મળ્યું છે, તે પછી ઘણી જગ્યાઓએ હિંસક ઘટનાઓ થઈ. ચાંદપુર, ચિટ્ટગામ, ગાજીપુર, બંદરબન, ચપાઈનબાબગંજ અને મૌલવીબજારમાં ઘણા પૂજા પંડાલોમાં તોડફોડ કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...