બાંગ્લાદેશથી તરીને ભારત આવી પ્રેમીકા:22 વર્ષની છોકરી એક કલાક તરીને ભારત આવી, પ્રેમી સાથે લગ્ન કર્યા; હવે ધરપકડ

24 દિવસ પહેલા

બાંગ્લાદેશથી ભારત આવેલી 22 વર્ષની કૃષ્ણા મંડળની અજબ-ગજબ પ્રેમ કહાની છે. તે ભારત તેના પ્રેમીને મળવા જાનવરોથી ભરેલા સુંદરબન ડેલ્ટા પાર કરીને પશ્ચિમ બંગાળ આવી ગઈ, લગ્ન પણ કરી લીધા. પરંતુ હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ તેને ફરી બાંગ્લાદેશ પરત મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

કૃષ્ણા મંડળની થોડા સમય પહેલાં જ ફેસબુક દ્વારા ભારતમાં રહેતા આશિક મંડલ સાથે મિત્રતા થઈ હતી. જે થોડા જ સમયમાં પ્રેમમાં ફેરવાઈ. તેમણે લગ્નનો નિર્ણય કર્યો. કૃષ્ણા પાસે પાસપોર્ટ નહતો, તેથી તેને ભારતમાં પ્રવેશ મળતો નહતો. કંટાળીને તેણે સુંદરબન ડેલ્ટા તરીને ભારત આવવાનો નિર્ણય કર્યો.

પત્નીની ધરપકડ, પતિ પરેશાન
કૃષ્ણા અંદાજે એક કલાક નદીમાં તરીને ભારતની સીમામાં પહોચી હતી. તેણે ગયા સપ્તાહે કોલકાતાના મંદિરમાં લગ્ન કરી લીધા છે. પોલીસને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કૃષ્ણાની ઝરપકડ કરી લીધી. અધિકારીઓનું કહેવું છે કે, કૃષ્ણા પાસે ભારત આવવાના જરૂરી દસ્તાવેજો નથી. તેથી તેને બાંગ્લાદેશ બોર્ડર પર અધિકારીઓને સોંપી દેવામાં આવશે. હવે કૃષ્ણાના પતિ આશિક મંડલ ખૂબ પરેશાન છે અને કાયદાની મદદ લેવાનું વિચારી રહ્યા છે.

પહેલાં પણ થઈ ચૂકી છે આવી ઘુસણખોરી
આવું પહેલીવાર નથી જેમાં કોઈએ સુંદરબન તરીને ભારતમાં ઘુસણખોરી કરી હોય. આ વર્ષની શરૂઆતમાં પણ એક છોકરો આ જ રીતે ચોકલેટ લેવા માટે ભારતમાં ઘુસ્યો હતો. ત્યારે કોર્ટે તેને 15 દિવસની જેલની સજા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...