બેંગલુરુમાં ડેન્ટિસ્ટ માએ બાળકીને ચોથા માળેથી ફેંકી:4 વર્ષની મૂક-બધિર બાળકીને ફેંક્યા બાદ પોતે રેલિંગ પર બેઠી રહી

બેંગલુરુ5 દિવસ પહેલા

બેંગલુરુમાં એક મહિલાએ પોતાની 4 વર્ષની બાળકીને ચોથા માળથી નીચે ફેંકી દીધી. બાળકીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જે બાદ મહિલા પોતે બાલકનીની રેલિંગ પર ચઢીને બેઠી રહી. તેને પોલીસને જણાવ્યું કે બાળકીને ફેંક્યા પછી તે રેલિંગ પરથી કૂદીને આત્મહત્યા કરવાની હતી. મહિલાનું નામ સુષમા ભારદ્વાજ છે, જ્યારે બાળકીનું નામ દૃતિ બાલકૃષ્ણન જણાવવામાં આવી રહ્યું છે.

કંપારી છૂટી જાય તેવી આ ઘટના સેન્ટ્રલ બેંગલુરુના સંપનગિરામાનગરમાં અદ્વૈત આશ્રય એપરા્ટમેન્ટની છે. આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા બાળકીને તેડીને બાલકનીમાં લાવે અને થોડી વાર પછી તેને નીચે ફેંકી દે છે. જે પછી મદદ માટે બૂમો પાડવા લાગી અને પોતે પણ કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ તેને બચાવી લીધી.

કરિયરમાં મુશ્કેલી પડતી હોવાને કારણે આવું પગલું ભર્યું
મહિલા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે, જ્યારે તેનો પતિ કિરણ બાલકૃષ્ણ સોફ્ટવેર એન્જિનિયર છે. પોલીસે જણાવ્યું કે બાળકી બાળકી માનસિક રીતે અસ્વસ્થ અને બોલવા-સાંભળવામાં અક્ષમ હતી. આ કારણે મહિલા પરેશાન રહેતી હતી. તે પોતાનું કરિયર બનાવી શકતી ન હતી અને તેનો દોષ તે માસૂમ પર ઢોળતી હતી. અને તેથી માએ ક્રૂરતાની તમામ હદ વટાવી બાળકીને મારી નાખવાનું આવું હિચકારું પગલું ભર્યું.

મર્ડર ચાર્જ પર મહિલાની ધરપકડ
પોલીસે જણાવ્યું કે પતિએ મહિલા વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે, જે બાદ મર્ડરના આરોપમાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે આ મામલે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. મહિલાની મેન્ટલ હેલ્થ કન્ડિશન પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પહેલા એક વખત સુષમાએ પોતાની બાળકીને રેલવે સ્ટેશન પર છોડી દીધી હતી. જ્યારે સુષમાના પતિને આ વાતની જાણ થઈ તો તે સ્ટેશન જઈને બાળકીને શોધીને લાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...