• Gujarati News
 • National
 • Balvir Puri Becomes The New Head Of Shri Baghambari's Throne, Chadar Ceremony Is Completed

બલવીર પુરી બન્યા મહંત:શ્રી બાઘંબરી ગાદીના નવા વડા બન્યા બલવીર પુરી, ચાદર વિધિ સંપન્ન, પંચ પરમેશ્વરોએ કર્યું તિલક

પ્રયાગરાજ15 દિવસ પહેલા
બલબીર પુરીનો ચાદર વિધિ કાર્યક્રમ
 • બલવીર પુરીએ પોતાના ગુરુ નરેન્દ્ર ગિરીની સમાધિ પર જઈને તેમના આશીર્વાદ લીધા હતા

બલવીર પુરી પ્રયાગરાજના બાઘંબરી ગાદી મઠના નવા મહંત બન્યા છે. દેશભરમાંથી આવેલા પંચ પરમેશ્વર અને અનેક અખાડાના મહામંડલેશ્વરોએ તેમને ચાદર ઓઢાડી હતી અને તિલક કરીને આશીર્વાદ આપ્યા હતા. મહંત બલવીર બાઘંબરી ગાદીની સાથે સાથે તેમને સૂતેલા હનુમાન મંદિરની જવાબદારી પણ મળી છે. ચાદર વિધિ સંપન્ન થયા બાદ બલવીર પુરી સૌપ્રથમ તેમના ગુરુ નરેન્દ્ર ગિરીની સમાધિ પર ગયા અને તેમના આશીર્વાદ લીધા હતા.

બલવીર પુરી મહંત બન્યા બાદ બાઘંબરી ગાદી મઠનો કાર્યક્રમ શરૂ થયો. તેની શરૂઆત મહંત બલવીરે 16 સંન્યાસીઓને દાન અને ભોજન આપીને કરાવી હતી.

ગુરુના મોતનું સત્ય જલ્દી જ સામે આવશે : બલવીર પુરી
બલવીર પુરીએ ચાદર વિધિ બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે ગુરુ નરેન્દ્ર ગિરીના પગલે ચાલ્યા બાદ તેમની પ્રથમ પ્રાથમિકતા મઠને આગળ વધારવાની રહેશે. મઠમાં દરેકને સન્માન મળે તેનો પ્રયાસ કરવામાં આવશે. નરેન્દ્ર ગિરીના મોતના કેસમાં તેમણે કહ્યું કે દેશની સૌથી મોટી એજન્સી તપાસ કરી રહી છે. તેમના નિધનથી અમે બધા ખૂબ જ દુખી છીએ. આશા છે કે ટૂંક સમયમાં તપાસ એજન્સી સત્ય સામે લાવશે.

બલવીર પુરીએ ચાદર વિધિ બાદ સૌથી પહેલા પોતાના ગુરુ નરેન્દ્ર ગિરિના આશીર્વાદ લીધા હતા.
બલવીર પુરીએ ચાદર વિધિ બાદ સૌથી પહેલા પોતાના ગુરુ નરેન્દ્ર ગિરિના આશીર્વાદ લીધા હતા.

બલવીર 'પુરી'થી થયા 'ગિરિ'
બલવીર શરૂઆતથી જ પોતાના નામમાં પુરી લગાવતા રહ્યા છે. પરંતુ હવે બાઘંબરી ગાદીના મહંત બન્યા બાદ તેમના નામની સાથે 'ગિરિ' જોડાઈ ગયું છે. વાસ્તવમાં, શ્રી બાઘંબરી ગાદી મઠની સ્થાપના 1982 માં શ્રી નિરંજની અખાડાના મહાત્મા બાબા કિશન ગિરિ દ્વારા કરવામાં આવી હતી. આ ગિરિને નાગા સન્યાસીની ગાદી પણ માનવામાં આવે છે. આ કારણોસર, હવે મહંત બન્યા પછી, બલવીરના નામમાં 'ગિરિ ઉમેરવામાં આવ્યું છે.

જયઘોષ કરતાં સાધુ-સંત.
જયઘોષ કરતાં સાધુ-સંત.

શ્રી નિરંજની અખાડાના પંચ પરમેશ્વર બન્યા સાક્ષી
અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશનંદ ગીરી મહારાજ અને સચિવ રવિન્દ્ર પુરીની ઉપસ્થિતિમાં ચાદર વિધિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે જ્યારે કોઈ અખાડાના નવા અનુગામીની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે તેને ચાદર વિધિથી મહંત બનાવવામાં આવે છે. આ અમારા અખાડાઓની પરંપરા રહી છે.

બલબીર પુરી ચાદર વિધિ બાદ સાધુ-સંતોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
બલબીર પુરી ચાદર વિધિ બાદ સાધુ-સંતોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

કોણ છે બલવીર પુરી

 • બલવીર પુરી અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરિના નજીકના શિષ્યોમાંના એક હતા.
 • 1998માં તેઓ નિરંજની અખાડાના સંપર્કમાં આવ્યા.
 • 2001માં નરેન્દ્ર ગિરિ સાથે તેમનો સંપર્ક થયો હતો. તે સમયે નરેન્દ્ર ગિરિ નિરંજની અખાડાના કાર્યકારી મહંત હતા.
 • આ પછી બલવીર પુરીએ અખાડામાં નરેન્દ્ર ગિરિ પાસેથી દીક્ષા લીધી અને તેમના શિષ્ય બન્યા.
 • ધીરે ધીરે નરેન્દ્રને ગિરિની નજીકના અને વિશ્વાસુ સહયોગી તરીકે ઓળખ બની.
 • નરેન્દ્ર ગિરિ જ્યારે નિરંજની અખાડા વતી બાઘંબરી ગાદીના પીઠાધીશ્વર તરીકે પ્રયાગરાજ આવ્યા ત્યારે બલવીર પણ તેમની સાથે અહીં આવ્યા હતા.
 • નરેન્દ્ર ગિરિએ સાથી તરીકે બલવીરને જે પણ જવાબદારી સોંપી હતી, તેણે તે સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે નિભાવી.
 • નરેન્દ્ર ગિરિ તેના પર સંપૂર્ણ પણે નિર્ભર હતા અને વિશ્વાસ કરતાં હતા. કુંભ અને મોટા પર્વ દરમિયાન અખાડા અને મઠની તરફથી ખર્ચા માટે આવતા લાખો રૂપિયા બલબીરની પાસે જ રાખવામાં આવતા હતા.
 • આ રૂપિયા બલબીરની દેખરેખમાં ખર્ચ કરવામાં આવતા હતા. આ વર્ષે થયેલ હરિદ્વાર કુંભ દરમિયાન તેમણે આ ભૂમિકા સારી રીતે નિભાવી હતી.
 • આનંદ ગિરિ સાથેના વિવાદ અને વધતાં અંતરે જ બલબીર પુરીને નરેન્દ્ર ગિરિની વધુ નજીક લાવ્યા.
અન્ય સમાચારો પણ છે...