• Gujarati News
  • National
  • Baljinder Kaur Was A Victim Of Domestic Violence In Punjab; Husband's Act Captured On CCTV

AAPના ધારાસભ્યને થપ્પડ મારવાનો વીડિયો:પંજાબમાં બલજિંદર કૌર ઘરેલુ હિંસાનો શિકાર બની; CCTVમાં કેદ થયું પતિનું કૃત્ય

ચંદીગઢએક મહિનો પહેલા
  • બલજિંદર કૌરે તેના પતિ સાથેના વિવાદ બાદ સાસરિયાંનું ઘર છોડી દીધું હતું

પંજાબના તલવંડી સાબોના આમ આદમી પાર્ટી (AAP)નાં ધારાસભ્ય પ્રોફેસર બલજિંદર કૌર ઘરેલુ હિંસાનો શિકાર બની હતી. પતિ સુખરાજ બલે ધારાસભ્ય પત્ની બલજિંદર કૌરને થપ્પડ મારી દીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલો જુલાઈ મહિનાનો છે. જોકે એનું રેકોર્ડિંગ હવે સામે આવ્યું છે.

જોકે હજુ સુધી ધારાસભ્ય બલજિંદર કૌર અને તેમના પતિ સુખરાજ બલે આ અંગે કંઈ કહ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બલજિંદર કૌરે તેના પતિ સાથેના વિવાદ બાદ સાસરિયાંનું ઘર છોડી દીધું હતું અને હાલમાં તે તેના મામાના ઘરે જગરામ તીર્થમાં રહે છે.

પતિએ ધારાસભ્ય બલજિંદર કૌરને થપ્પડ મારી દીધી હતી.
પતિએ ધારાસભ્ય બલજિંદર કૌરને થપ્પડ મારી દીધી હતી.

મહિલા આયોગ નોટિસ લેશે
પંજાબ મહિલા આયોગનાં અધ્યક્ષ મનીષા ગુલાટીએ કહ્યું હતું કે ધારાસભ્ય માટે ઘરેલુ હિંસાનો શિકાર બનવું દુઃખદ છે. અત્યારસુધી આ મામલો તેના ઘરની ચાર દીવાલમાં હતો. હવે એનો વીડિયો પબ્લિક પ્લેટફોર્મ પર આવી ગયો છે, આથી પંચ એની નોંધ લઈને કાર્યવાહી કરશે.

ધારાસભ્ય બલજિંદર કૌર અને પતિ સુખરાજ બલ.
ધારાસભ્ય બલજિંદર કૌર અને પતિ સુખરાજ બલ.

CM માન સમક્ષ કાર્યવાહી કરવાની માગ કરશે
પંજાબના મહિલા વિકાસમંત્રી ડૉ.બલજિત કૌરે કહ્યું હતું કે ધારાસભ્ય બલજિંદર કૌરે આ અંગે કોઈ ફરિયાદ કરી નથી. તેમણે પક્ષ સાથે જોડાયેલાં છે, તેથી આ મામલે સીએમ ભગવંત માન પાસેથી કાર્યવાહીની માગ કરવામાં આવશે.

ધારાસભ્ય બલજિંદર કૌર અને પતિ સુખરાજ બલના લગ્નનો ફોટો.
ધારાસભ્ય બલજિંદર કૌર અને પતિ સુખરાજ બલના લગ્નનો ફોટો.
અન્ય સમાચારો પણ છે...