• Gujarati News
  • National
  • Bajrang Dal Workers In Hajipur When Caught Said It Is Our Grandfather's Business To Earn As A Monk.

બિહારમાં સાધુ બનેલા મુસ્લિમોને મારવાનો VIDEO:હાજીપુરમાં બજરંગદળના કાર્યકરોએ પકડ્યા ત્યારે કહ્યું- સાધુ બનીને કમાવાનો અમારો બાપ-દાદાનો ધંધો છે

પટના12 દિવસ પહેલા
  • પોલીસે બજરંગ દળના જિલ્લા પ્રમુખ સહિત 6થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે.

બિહારના વૈશાલી જિલ્લાના હાજીપુરમાં સાધુના વેશમાં પકડાયેલા 6 મુસ્લિમ પુરુષોની મારપીટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ તમામને લાકડી વડે વારંવાર મારતો જોવા મળી રહ્યો છે. આ લોકોને મારતી વખતે આ વ્યક્તિએ બૂમો પાડીને પૂછી રહ્યો છે કે તમારું લક્ષ્ય શું છે, આ રીતે હિન્દુ સંસ્કૃતિની મજાક ઉડાવવાથી તમને જરા પણ ડર લાગ્યો નહીં.

પોલીસના જણાવ્યા અનુસાર, માર મારનાર વ્યક્તિ બજરંગ દળનો કાર્યકર છે. પોલીસે બજરંગ દળના જિલ્લા પ્રમુખ આર્યન સિંહ સહિત 6થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

મુસલમાનોએ કહ્યું- તેઓ બળદ સાથે ફરતા-ફરતા ભીખ માંગતા હતા
હાજીપુર વિસ્તારમાં આ મુસ્લિમો સાધુઓના વેશમાં હતા અને બળદ સાથે ભીખ માંગતા હતા. અહીંના લોકોએ જણાવ્યું કે તેઓ ઘણા દિવસોથી આ લોકોને જોઈ રહ્યા હતા. શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી, જેમાં તમામ 6 લોકોએ જણાવ્યું કે તેઓ મુસ્લિમ છે. તે સન્યાસીનો ઝભ્ભો પહેરીને ફરે છે. તેમના પિતા અને દાદા પણ આ જ રીતે ભીખ માંગવાનું કામ કરતા હતા. આ પછી રવિવારે લોકોએ તેમને હાજીપુરના કદમ ઘાટથી પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

માર માર્યા બાદ લોકોએ ભિખારીઓને પોલીસને હવાલે કરી દીધા હતા.
માર માર્યા બાદ લોકોએ ભિખારીઓને પોલીસને હવાલે કરી દીધા હતા.

તમામ લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે
પૂછપરછ દરમિયાન પોલીસને બે લોકો પાસેથી આધાર કાર્ડ મળ્યા હતા. તેમની ઓળખ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના રૂપડીહા પોલીસ સ્ટેશન વિસ્તારના મહેબૂબ અલી, સુબરાતી, મોહમ્મદ હસન, મોહમ્મદ કરીમ, સૈયદ અલી, હલીલ અહેમદ તરીકે થઈ છે. પૂછપરછ બાદ પોલીસે તેમને છોડી દીધા હતા.

સાધુઓના વેશમાં ફરતા આ લોકોએ જણાવ્યું કે તેઓ ઘણી પેઢીઓથી ભગવાન ભોલેનાથને ભક્તિ કરતા આવ્યા છે.
સાધુઓના વેશમાં ફરતા આ લોકોએ જણાવ્યું કે તેઓ ઘણી પેઢીઓથી ભગવાન ભોલેનાથને ભક્તિ કરતા આવ્યા છે.

લોકોને શંકા જતા સાધુઓ પર નજર રાખવાનું શરૂ કર્યું
સાધુઓના વેશમાં આવેલા આ 6 લોકોએ ત્રણ દિવસ પહેલા હાજીપુરના કદમ ઘાટ પર પડાવ નાખ્યો હતો. નંદી બળદને પીકઅપ વાહનમાં લાવવામાં આવ્યો હતો. બે દિવસ સુધી ગામડે ગામડે ફર્યા બાદ આ લોકો ઉત્તર પ્રદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન ઘાટ અને આસપાસના લોકોને તેમની હિલચાલ, તેમની પ્રવૃત્તીઓ પર શંકા ગઈ, ત્યારબાદ લોકોએ આ સાધુઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતુ.

આ બાબતની જાણકારી અનેય લોકોને થતા ઘાટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા અને 6 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ લોકોને જ્યારે તેમની વાસ્તવિકતા વિશે પૂછવામાં આવ્યું તો પહેલા તેઓએ જણાવ્યું કે તેઓ ઘણી પેઢીઓથી ભગવાન ભોલેનાથની ભક્તિ કરી રહ્યા છે. તેમાંથી બે લોકોએ તેમની ઓળખના પુરાવા તરીકે તેમના આધાર કાર્ડ પણ બતાવ્યા હતા. પરંતુ લોકોએ તેમને પોલીસને હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...