• Gujarati News
  • National
  • Bajrang Dal Activist's Killer Jailed In Karnataka, BJP Besieged; A Video Of The Jail Came Out

રાજકીય વિવાદ:કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરના હત્યારાના જેલમાં ઠાઠ, ભાજપ ઘેરાઈ; જેલનો વીડિયો બહાર આવ્યો

બેંગલુરુ3 મહિનો પહેલાલેખક: વિનય માધવ
  • કૉપી લિંક

કર્ણાટકના શિવમોગામાં 20 ફેબ્રુઆરીએ બજરંગ દળના કાર્યકર હર્ષાની હત્યાના આરોપીઓની જેલમાં થતી ખાસ સરભરાનો વીડિયો સામે આવતા ભાજપ સરકાર બરાબરની ફસાઈ છે. હર્ષાના પરિવારજનોનો આરોપ છે કે, જ્યારે તેમણે આ મુદ્દો રાજ્ય સરકાર સામે ઉઠાવ્યો, તો તેમણે યોગ્ય જવાબ પણ ના આપ્યો. શિવમોગાના બહુચર્ચિત બજરંગ દળ કાર્યકર હર્ષા હત્યા કેસમાં મોહમ્મદ ખાસિક અને અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તમામ આરોપી પર યુએપીએ હેઠળ કેસ નોંધાયો છે.

આ તપાસ એનઆઈએને સોંપાઈ હતી. હર્ષાના પરિવારને અનેક સંગઠનોએ મદદ કરી હતી. ભાજપે પણ જોરશોરથી આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે ચારેય આરોપી બેંગલુરુની જેલમાં બંધ છે. હાલ વાઈરલ થયેલા વીડિયોમાં આરોપીઓ મોબાઈલ પર વીડિયો કૉલ કરતા દેખાઈ રહ્યા છે. તેમાં આરોપી તેમના પરિવારને કહી રહ્યા છે કે, તેમને જેલમાં કોઈ મુશ્કેલી જ નથી. તેઓ એકદમ આરામથી રહી રહ્યા છે. એટલે સવાલ ઉઠ્યા છે કે, હત્યાના આરોપીઓ પાસે જેલમાં મોબાઈલ કેવી રીતે પહોંચ્યા. વળી, તેઓ એવું કેમ કહે છે કે, જેલમાં તેઓ આરામથી રહી રહ્યા છે, તેમને કોઈ મુશ્કેલી જ નથી. આ રીતે તેમની કોણ મદદ કરી રહ્યું છે.

વીડિયો વાઈરલ થયા પછી રાજ્ય એસીબીએ જેલમાં દરોડાની પાડીને મોબાઈલ ફોન જ નહીં, હથિયરાો અને ડ્રગ્સ પણ ઝડપી પાડ્યું. આ મામલા પછી હર્ષાના પરિવારે સરકાર પર લાપરવાઈનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, સરકારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. હર્ષાની બહેન અશ્વિનીએ રાજ્ય ગૃહ મંત્રી અરાગા જેનેન્દ્રની પણ મુલાકાત લીધી હતી, પરંતુ આ મામલામાં કોઈ ખાસ આશ્વાસન નહીં મળતા અશ્વિની ગૃહ મંત્રી સાથેની બેઠક પણ અધૂરી છોડીને જતા રહ્યા હતા.

અશ્વિનીનો આરોપ છે કે, મારા ભાઈના હત્યાકાંડમાં અધિકારીઓ અને નેતાઓ તરફથી પણ કોઈ જવાબ નથી મળ્યો. આ ઉપરાંત તેમણે અમને આપેલા વચનો પણ નથી પાળ્યા. આ મુદ્દે ગૃહ મંત્રી જેનેન્દ્રનું કહેવું છે કે, હર્ષા હત્યા કેસમાં તપાસ યોગ્ય દિશામાં ચાલે છે. હર્ષાના પરિવારજનો લાગણીમાં, આવેશમાં વાત કરી રહ્યા છે. આરોપીઓ સામે કાયદા પ્રમાણે કાર્યવાહી ચાલુ જ છે.

શિવમોગા પૂર્વ સીએમ યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો
હર્ષાની હત્યા કર્ણાટકના શિવમોગા જિલ્લામાં થઈ હતી. તે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો છે. એટલું જ નહીં, તે ગૃહ મંત્રી જેનેન્દ્રનો પણ ગૃહ જિલ્લો છે. હત્યાકાંડ વખતે ભાજપે આ મુદ્દે રાજકીય લાભ લેવા અનેક હિંદુત્વવાદી સંગઠનોનું સમર્થન કર્યું હતું. તેનાથી ભાજપને તટિય કર્ણાટક અને મલનાડ ક્ષેત્રમાં પણ સમર્થન મળ્યું હતું. તેનાથી ભાજપને કોંગ્રેસનો મુકાબલો કરવામાં પણ રાજકીય મદદ મળી હતી, પરંતુ હવે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને અન્ય મંત્રીઓ આ મુદ્દે ચૂપ છે. તેના કારણે સંઘ પરિવાર સાથે સંકળાયેલા સંગઠનોમાં ભાજપ પ્રત્યે રોષ છે. આ સંગઠનોનું કહેવું છે કે, ભાજપ તરફથી હર્ષા હત્યાકાંડમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...