તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bahadurgarh First Made Casteist Remarks, Then Sprinkled Petrol In The Name Of Martyrdom And Set It On Fire, Died In The Hospital

ખેડૂત આંદોલનમાં દુર્ઘટના:પહેલાં જાતિવાદી  ટિપ્પણી કરી પછી શહીદીની વાત કરી પેટ્રોલ છાંટી યુવકને જીવતો સળગાવ્યો, દારૂ પીધા પછી થયો વિવાદ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ટીકરીમાં આવેલા હરિયાણા-દિલ્હી બોર્ડર પર એક આંદોલનકારીને જબરજસ્તી જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. મૃતકના ભાઈના નિવેદનના આધારે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. આ સાથે જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આગ લગાવવાનો આરોપી જાતીય નિવેદન કરતો જોવા મળી રહ્યો છે. ત્યારપછી તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઘટના પછી આંદોલન ફરી એક વાર વિવાદોમાં આવી ગયું છે.

ઘટના બહાદુરગઢના બાયપાસ પર આવેલા કસાર ગામની ઘટના છે. મળેલી માહિતી પ્રમાણે બુધવારે રાતે અંદાજે 3 વાગે ખેડૂત આંદોલનમાં સામેલ કસાર ગામના મુકેશ નામના એક વ્યક્તિને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યો છે. ત્યારપછી તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં થોડા કલાકની સારવાર પછી યુવકનું મોત થયું હતું. મૃતક મુકેશના ભાઈ જગદીશે જણાવ્યું કે, મુકેશ બુધવારે સાંજે 5 વાગે ઘેથી આંટો મારવા બહાર નીકળ્યો હતો. ત્યારે જ તે ખેડૂત આંદોલનકારીઓ પાસે પહોંચ્યો હતો. મને ફોન આવ્યો હતો કે, મારા ભાઈ પર આંદોલનકારીઓએ મારી નાખવાના હેતુથી પેટ્રોલ છાંટીને આગ લગાવી છે.

જગદીશે વધુમાં જણાવ્યું કે, હું પૂર્વ સરપંચ ટોનીને લઈને ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મુકેશ ગંભીર રીતે દાઝેલો હતો. અમે મુકેશને તુરંત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન મુકેશે જણાવ્યું કે, આંદોલમાં કૃષ્ણ નામના એક વ્યક્તિ જેણે સફેદ કપડાં પહેરેલા હતા. તેણે પહેલા મને દારૂ પીવડાવ્યો અને પછી મને આગ લગાડી દીધી હતી. તેના કારણે તે ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હતો. મુકેશને સિવિલ હોસ્પિટલમાંથી જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પરંતુ પરિવારજનો તેને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

કૃષ્ણા નામના આ વ્યક્તિ પર આગ લગાવવાનો આરોપ
કૃષ્ણા નામના આ વ્યક્તિ પર આગ લગાવવાનો આરોપ

પોલીસે મૃતક મુકેશના ભાઈના નિવેદનના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હત્યારોપી અત્યારે ફરાર છે. પોલીસનો દાવો છે કે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવશે. આ ઉપરાંત ઘટના સ્થળેથી એક વીડિયો સામે આવ્યો છે.જેમાં આગ લગાવવાનો આરોપી જાતિવાદી ટિપ્પણી કરી રહ્યો છે. ત્યારપછી તેણે જ મુકેશને દારૂ પીવડાવ્યો. આંદોલનમાં શહીદ થવાના નામે તેના પર પેટ્રોલ છાંટવામાં આવ્યું અને પછી તેને આગ લગાડી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...