તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bacterial Attack In China, More Than 3,000 People Affected, Bacteria Spread After Gas Leak From Factory

નવી આફત:ચીનમાં બેક્ટેરિયાનો હુમલો, ત્રણ હજારથી વધુ લોકો પીડિત, ફેક્ટરીમાંથી ગેસ લીક થયા પછી બેક્ટેરિયા ફેલાયો

બેઈજિંગ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોના વાઈરસના હુમલા પછી હવે ઉત્તર-પૂર્વ ચીનમાં હજારો લોકો બેક્ટેરિયા ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. આ બેક્ટેરિયા વેક્સિન ન બનાવનારી સરકારી બાયો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાંથી ગયા વર્ષે ગેસ લીક થયા બાદ ફેલાયો છે. લગભગ 30 લાખની વસ્તી ધરાવતા લાન્ઝુ પ્રાંતમાં 3245 લોકો પીડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઈન્ફેક્શનથી કોઈનું મોત થયું નથી. 22 હજાર લોકોના સ્ક્રિનિંગ પછી 1401 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. માલ્ટા અથવા મેડિટરેનિયન ફીવર તરીકે ઓળખાતી આ બીમારી ઈન્ફેક્શનનો ભોગ બનેલા પશુ અથવા પશુના ઉત્પાદનના ઉપયોગથી થઈ શકે છે. તેમાં તાવ, સાંધાનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો થતો જોવા મળે છે.

ચીની અધિકારીએ કહ્યું કે આ ઈન્ફેક્શન માણસથી માણસમાં ફેલાઈ રહ્યું નથી. બાયો ફાર્માસ્યુટિકિલ પ્લાન્ટે એક્સપાયર થઈ ચૂકેલા ડિસઈન્ફેકટન્ટનો ઉપયોગ કર્યો હતો. અહીં બ્રુસેલ વેક્સીન બનાવાતી હતી. આ કારણે ફેક્ટરીના એક્ઝોસ્ટમાંથી બેક્ટેરિયા સંપૂર્ણ રીતે સાફ થઈ શક્યો નહીં. ફેક્ટરીમાંથી નીકળતો ગેસ એરોસેલ બનીને હવામાં જઈ લાન્ઝુ વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સુધી પહોંચી ગયો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં 200 લોકોને તેની અસર થઈ હતી. આ બેક્ટેરિયા ફેલાવવામાં પશુઓ મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...