પશ્ચિમ બંગાળ:ચેન્નઈથી આવેલા 7 યુવકોને ગામલોકોએ હોમ ક્વોરન્ટાઇનને બદલે આંબા પર આશરો આપ્યો

પશ્ચિમ બંગાળ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 5 દિવસથી આ યુવકો ઝાડ પર રહે છે
  • તેઓ શૌચાલય જવા, કપડાં ધોવા અને જમવા જ નીચે ઉતરે છે
  • ગામમાં અલગ રૂમની વ્યવસ્થા ન થતા આંબા પર રહેવાની ફરજ પડી

કોલકાતા: દેશમાં 21 દિવસના લોકડાઉનમાં વિદેશ અથવા તો અન્ય રાજ્યમાંથી આવતા લોકોને ફરજીયાત હોમ ક્વોરન્ટાઇનમાં જ રહેવાની સૂચના આપી છે. ચેન્નઈ પૈસા કમાવા ગયેલા 7 યુવકોને પશ્ચિમ બંગાળમાં તેમના ગામ ભંગડીમાં પગ મૂકવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ યુવકોને ગામની બહાર આંબાનાં વૃક્ષ રહેવા આશરો આપ્યો છે. 
છેલ્લા 5 દિવસથી 7 યુવકો એક પણ ફરિયાદ કર્યા વગર ઝાડની ડાળી પર જ પોતાનું ઘર સમજીને રહે છે. ઝાડની ડાળીને મજબૂત કરવા બામ્બુ સ્ટિક વાપરી છે. તો જમીનથી આશરે 8-10 ફુટ વૃક્ષ પર છે. આંબા પર લાઈટ માટે પ્લગ પોઈન્ટ પણ છે. અહિ તેઓ ફોન ચાર્જ પણ કરી શકે છે.  ગામના લોકોએ આ યુવકોને માસ્ક પહેરી રાખવા પણ કહ્યું છે. 7 યુવકો આખો દિવસ ઝાડ પર જ રહે છે, માત્ર શૌચાલય જવા, કપડાં ધોવા અને જમવા જ નીચે આવે છે. 
ચેન્નઈથી પરત આવ્યા બાદ ડોક્ટરે તેમને હોમ ક્વોરન્ટાઇનમાં રહવાનું કહ્યું હતું, પણ ગામવાસીઓએ તેમની રહેવાની વ્યવસ્થા આંબા પર કરી દીધી.આ સાત યુવકોની ઉંમર 22 થી 24 વર્ષ વચ્ચેની છે, તેઓ શહેરમાં ઓટો પાર્ટ્સની દુકાનમાં નોકરી કરતા હતા. 24 વર્ષીય બિજોય સિંહે જણાવ્યું કે, અમે મોટા ભાગનો સમય ઝાડ પર જ વિતાવીએ છીએ. અમે સંપૂર્ણ આઈસોએલશનમાં છે. ગામના લોકોને અમારાથી ડરવાની કોઈ જરૂર નથી.
તો બીજી તરફ એક ગામવાસીએ કહ્યું કે, ડોક્ટરે સાત યુવાનોને  હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા કહ્યું હતું. તેમના માટે અલગ રૂમની વ્યવસ્થા કરી શકીએ તેમ નહોતા, આથી બધાના હિતનું ધ્યાન
રાખીને અમે તેમને આંબા પર રાખ્યા છે. ગામવાસીઓ ઘડિયાળના કાંટે આ યુવાનો પર નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...