દુ:ખ તો થઈ રહ્યું છે પણ...:રાજીનામુ આપ્યા બાદ ફેસબુક પોસ્ટ મારફતે બાબુલ સુપ્રિયોનું છલકાયું દુ:ખ, કહ્યું-રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું છે અને રાજીનામુ આપ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદી કેબિનેટ વિસ્તરણમાં 43 મંત્રીઓએ શપથ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળમાં પ્રથમ વખત કેબિનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. તેને પગલે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આસનસોલથી સાંસદ સુપ્રિયોએ ફેસબુક પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી. પદ પરથી રાજીનામુ આપતા તેમનું દર્દ છલકાઈ ગયું હતું. તેમણે કહ્યું કે રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું છે અને તેમણે રાજીનામુ આપ્યું છે.

બાબુલ સુપ્રિયોએ PM મોદીને પ્રધાનમંડળમાં સ્થાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને ખુશી છે કે તેમની ઉપર ભ્રષ્ટાચારનો એક પણ દાગ લાગ્યો નથી.

બાબુલ સુપ્રિયોએ તેમની એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે હા, જ્યારે ધુમાડો થાય છે તો ક્યાંક આગ ચોક્કસ લાગી હોય છે. મને રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું છે અને હું રાજીનામુ આપ્યું છે. હું આદરણીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને પોતાના પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું અને દેશની સેવા કરવાનું સૌભાગ્ય આપ્યું.

પોતાના માટે દુખી, તેમના માટે ખુશ

તેમણે લખ્યું કે મારા એવા સહયોગીઓ માટે મારી શુભેચ્છાઓ કે જેમનું નામ અહીં કહી શકતો નથી, પણ જેઓ બંગાળથી મંત્રી તરીકે શપથ લેશે. હું ચોક્કસપણે મારા માટે દુખી છું, પણ નવા મંત્રીઓ માટે ઘણો ખુશ છું.બાબુલ સુપ્રિયોએ કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ ફેસબુક પોસ્ટ લખી.

મંત્રીપરિષદમાં પહેલા ફેરફાર
બાબુલ સુપ્રિયો ઉપરાંત, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ, રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડા અને શ્રમ મંત્રી ગંગાવાર સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓએ ફેરફાર અગાઉ બુધવારે રાજીનામા આપ્યા હતા.