• Gujarati News
  • National
  • Babul Supriyo BJP Politics | Ex Union Minister Babul Supriyo And West Bengal MP Leaves Bharatiya Janata Party (BJP)

બાબુલ સુપ્રિયોનો રાજકારણમાંથી સંન્યાસ:બંગાળ ચૂંટણીમાં હાર્યા પછી BJPને મોટો ઝટકો, સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખી રાજકારણમાંથી વિદાય લીધી

3 મહિનો પહેલા
ફાઇલ ફોટો

પુર્વ કેન્દ્રિય મંત્રી અને પશ્ચિમ બંગાળની આસનસોલ સીટથી બીજી વખતના BJP સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી વિદાય લીધી છે. તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને કહ્યુ છે કે તેઓ રાજનીતિમાં માત્ર સમાજ સેવા કરવા આવ્યા હતા.

તેમણે કહ્યુ કે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં રહેવાની જરૂરત નથી. તે રાજકારણથી અલગ થઇને પણ પોતાના સમાજસેવાના ઉદ્શ્યને પૂરો કરી શકે છે. તેમણે એ વાત પર પણ જોર આપ્યુ છે કે તેઓ હંમેશા ભાજપનો ભાગ હતા અને રહેશે.

છેલ્લા કેટલાક દિવસોથી તેઓ રાજકારણમાંથી નિવૃત્ત થઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. તે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા. બાબુલ સુપ્રિયોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર બંગાળના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. બાબુલ સુપ્રિયોએ કરેલી પોસ્ટ તેમના જ શબ્દોમાં વાંચો...

ચોલલામ: એટલે કે હવે જાઉ છું
અલવિદા!
મે દરેક બાબત સાંભળી-પિતા, માં, પત્ની, પુત્રી, એક-બે પ્યારા દોસ્ત.. દરેકની સલાહ લીધા પછી મેં નિર્ણય કર્યો કે હવે રાજકરણમાંથી સંન્યાસ લેવો જોઇએ. હાં, પણ હુ એ ક્લિયર કરી દઉ કે હું બીજી કોઇ પાર્ટીમાં નથી જઇ રહ્યો-#TMC,# કોંગ્રેસ, #CPIM, ક્યાય નહી. મને બીજી કોઇ પણ પાર્ટીના નેતાઓએ ફોન પણ નથી કર્યો. હું ક્યાય નથી જઇ રહ્યો. હું એક ટીમ પ્લેયર છું. હંમેશા એક ટીમને સાથ આપ્યો છે #Mohunbagan(બંગાળની ફુટબોલ ટીમ મોહન બગાન) અને રાજકારણમાં માત્ર ભાજપ(પશ્ચિમબંગાળ)ને સાથ આપ્યો છે..બસ!!

સામાજિક કાર્ય કરવું હોય તો રાજકારણમાં આવ્યા વિના કરી શકો છો. છેલ્લા કેટલાક દિવસોમાં મેં વારંવાર વિચાર્યું અને રાજકારણ છોડવાનું મન બનાવી લીધું. આજે મેં નક્કી કર્યું. હું માનનીય અમિત શાહ અને માનનીય નડ્ડાજીનો તેમના દરેક રીતે પ્રેરીત કરવા માટે હંમેશા આભારી રહીશ.

હું તેમના પ્રેમને ક્યારેય ભૂલી શકું નહીં. ક્યાંક ને ક્યાંક કોઇ વ્યક્તિ વિચારી શકે છે કે હું કોઇ પદ માટે સોદાબાજી કરી રહ્યો છું. પરંતુ તે સાચું નથી, તેથી તેના વિશે કોઈ શંકા ન હોવી જોઈએ. હું પ્રાર્થના કરું છું કે તેઓ મને ગેરસમજ કર્યા વિના મને માફ કરશે.

અન્ય સમાચારો પણ છે...