પ્રયાગરાજમાં 10 જૂનના રોજ સર્જાયેલી હિંસાના માસ્ટરમાઈન્ડ જાવેદ ઉર્ફે પંપના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. બપોરે લગભગ 12:35 વાગે બુલડોઝર ચલાવવાની શરૂઆત થઈ હતી. પોલીસે જણાવ્યું કે જાવેદનું આ ઘર કાયદાની મર્યાદામાં રહીને તોડવામાં આવ્યું છે. હિંસાના મુખ્ય આરોપી જાવેદ મોહમ્મદના ઘરે રવિવારે સવારે પોલીસે તપાસ પણ કરી હતી. તેના ઘરમાં 12 બોર અને 315 બોરની પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત કેટલાક કારતૂસ અને દસ્તાવેજ મળી આવ્યા છે. આ અંગે પણ તપાસ થઈ રહી છે. વહીવટીતંત્રએ આશરે સાડા ચાર કલાકમાં 3 બુલડોઝર અને પોકલેન્ડ મશીનથી જાવેદનું મકાન તોડી પાડ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગૌસનગર વિસ્તારમાં માસ્ટરમાઈન્ડ જાવેદ આલીશાન ઘર હતું. બુલડોઝર ચલાવવામાં આવ્યું તે અગાઉ ઘરમાંથી સામાન હટાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
કાર્યવાહી માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા હતી
પોલીસે અહીં મજબૂત સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. ઘરની બહાર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ હતી. પોલીસને ઘરમાંથી ઝંડા લાગેલા કેટલાક ડંડા મળ્યા છે. સુરક્ષા માટે લગભગ 10 હજાર પોલીસ કર્મચારીઓને ડ્યુટી પર લગાવવામાં આવ્યા હતા. હિંસાવાળી જગ્યાથી જાવેદના ઘરનું અંતર લગભગ 10 કિલોમીટર છે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ હિંસા પછી અત્યાર સુધીમાં 304 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજી બીજા 36 ઉપદ્વવીઓના ઘરે બુલડોઝર ચાલશે.
ઉપદ્રવીઓ વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી તસવીરોમાં
68 ઉપદ્રવીઓને જેલમાં મોકલવામાં આવ્યા
પ્રયાગરાજ પોલીસે જણાવ્યું કે તોફાન કરનારા 70 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમની પર 29 કલમ લગાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 68 ઉપદ્વવીઓને કોર્ટમાં રજૂ કરીને તેમને નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમાં ચાર ઉપદ્રવીઓ સગીર છે. તેમને બાળ સરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ હાલ મીડિયા અને પબ્લિક પાસેથી મળેલા વીડિયો અને CCTV ફુટેજના આધારે હિંસા કરનારની તપાસ કરી રહી છે.
આરોપી ઘર છોડીને ભાગી ગયા છે
પોલીસ અટાલા, કરૈલી અને અન્ય આસપાસના વિસ્તારમાં સતત સર્ચ કરી રહી છે. જોકે મોટાભાગના ઉપદ્રવીઓ ઘર છોડીને ભાગી ગયા છે. ઉપદ્રવીઓના ઘરે મહિલાઓ જ છે. શૌકત અલી માર્ગ, મિર્જા ગાલિબ રોડથી લઈને મજદિયા ઈસ્લામિયા ઈન્ટર કોલેજવાળી ગલીમાં તમામ ઘરને તાળા લાગેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.