• Gujarati News
  • National
  • Baba Ka Dhaba Another Video Viral | Kanta Prasad Made A Shocking Revelation About The Financial Dispute With YouTuber Pride; Learn Detailed Information

'બાબા કા ઢાબા'નો વધુ એક વીડિયો વાઇરલ:કાંતા પ્રસાદે યુટ્યૂબર ગૌરવ સાથેના નાણાકીય વિવાદ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો; જાણો વિગતવાર માહિતી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાંતા પ્રસાદ અને યુટ્યૂબર ગૌરવની ફાઈલ તસવીર. - Divya Bhaskar
કાંતા પ્રસાદ અને યુટ્યૂબર ગૌરવની ફાઈલ તસવીર.
  • બાબાએ 5 લાખનું રોકાણ કરીને રેસ્ટોરાં શરૂ કરી હતી, ખોટ જતાં બંધ કરવી પડી

બાબા કા ઢાબાના માલિક ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે, જેમાં તેમણે યુટ્યૂબર ગૌરવ વાસનને એક વીડિયો મેસેજ આપ્યો હતો, જેનો વીડિયો અત્યારે વહેતો થયો છે. જાણો સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી......

પ્રથમ લોકડાઉન પછી સોશિયલ મીડિયામાં છવાયેલા કાંતા પ્રસાદે માલવીયનગરમાં રેસ્ટોરાં ખોલી હતી. બીજા લોકડાઉનમાં બાબાની નવી રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી. હવે બાબા ફરીથી પાછા પોતાના ઢાબા પર આવી ગયા છે. એવામાં ફરી એકવાર બાબાનો વીડિયો વહેતો થયો છે, જેમાં તેઓ યુટ્યૂબર ગૌરવ વાસનની માફી માગી રહ્યા છે.

વીડિયોમાં બાબા બે હાથ જોડીને ગૌરવ અંગે કહી રહ્યા છે કે એ છોકરો ચોર નહોતો તથા મેં પણ ક્યારેય તેને ચોર કહ્યો નહોતો. બસ, અમારાથી એક ચૂક થઇ ગઇ હતી, હું તેની માફી માગું છું. જનતા જનાર્દને કહ્યું હતું કે જો મારાથી કોઇ ભૂલ થઇ હોય તો મને માફ કરજો.

બાબા v/s ગૌરવ વિવાદ

  • ગૌરવે ઓક્ટોબર 2020માં બાબા કા ઢાબાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો, જેને પરિણામે રાતોરાત બાબા સ્ટાર બની ગયા હતા. ત્યાર બાદ બાબા કા ઢાબા પર ગ્રાહકોની લાંબી લાઈન લાગી. એ ઉપરાંત તેમને ઓનલાઈન-ઓફલાઈન લાખો રૂપિયાની મદદ પણ મળી હતી. ત્યાર બાદ બાબા અને ગૌરવ વાસન વચ્ચે વિવાદ થયો હતો.
  • બાબાએ ગૌરવ પર મદદમાં મળેલા પૈસા ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે બાબાને હિટ કરાવનારા યુટ્યૂબર ગૌરવે કહ્યું હતું કે તેમની ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. બાબાને કોઈ ગેરમાર્ગે દોરે છે, પોલીસ આ કેસમાં સત્યને સામે લઈ આવશે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે બાબા કા ઢાબા ચલાવનાર કાંતા પ્રસાદે પોતાના જીવને જોખમ હોવાનું કહ્યું હતું. તેઓ એટલા ડરી ગયેલા હતા કે તેમને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગતો હતો. બાબાનો આરોપ છે કે તેમને સતત મારી નાખવાની ધમકી મળી રહી છે. તેમના ઢાબાને સળગાવી નાખવાની પણ ધમકી મળી રહી છે.
કાંતા પ્રસાદે 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને રેસ્ટોરાં ઓપન કરી હતી. ખોટ જતાં બંધ કરવી પડી.
કાંતા પ્રસાદે 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને રેસ્ટોરાં ઓપન કરી હતી. ખોટ જતાં બંધ કરવી પડી.

40 લાખ રૂપિયાની ધનરાશિ પ્રાપ્ત થઈ
બાબાનો વીડિયો જ્યારે પ્રથમ વેળાએ વાઇરલ થયો હતો ત્યારે કાંતા પ્રસાદની સહાય કરવા માટે સેંકડો લોકોની ભીડ ઊમટી પડી હતી. નેતા સાથે બાબા કા ઢાબાના સમર્થનના ટ્વીટ કર્યા હતા અને તેમની મદદ કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બાબાને સહાય રૂપે 40 લાખ રૂપિયાની ધનરાશિ મળી હતી. 2 મહિનાની અંદર બાબા કાંતા પ્રસાદે 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને પોતાના ઢાબાથી થોડે દૂર એક રોસ્ટોરાં ખોલી હતી, પરંતુ નુકસાન થતાં તેને બંધ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...