તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ayodhya To Have A Magnificent Ram Temple With Gold Ornaments In Three And A Half Years, The Temple Will Have More Than 300 Pillars

પ્રથમ વખત પ્રસ્તુત 3-ડી તસવીર:અયોધ્યામાં સાડા ત્રણ વર્ષમાં બનશે સ્વર્ણ કળશજડિત ભવ્ય રામમંદિર, મંદિરમાં 300થી વધુ સ્તંભ હશે

અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીરામ મંદિરની ઊંચાઈ 33 ફૂટ વધાર્યા પછી તેનાં ગુંબજોની સંખ્યા 300થી વધુ થશે. - Divya Bhaskar
શ્રીરામ મંદિરની ઊંચાઈ 33 ફૂટ વધાર્યા પછી તેનાં ગુંબજોની સંખ્યા 300થી વધુ થશે.

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે મંગળવારે ટ્વિટર પર ભવ્ય શ્રીરામ મંદિરની નવી થ્રી ડી ઈમેજ બહાર પાડી છે. તેના તમામ શીખર કળશને સોને મઢાશે. મંદિર બન્યા પછી લગભગ સાડા ત્રણ વર્ષનો સમય લાગશે. મંદિર ત્રણ માળનું બનશે. મંદિરનું શિખર 161 ફુટ ઊંચુ કરાયા પછી ગુંબજોની સંખ્યા 3થી વધીને 5 થઈ ગઈ છે. મંદિરના વાસ્તુકાર નિખિલ સોમપુરા અનુસાર નવા મોડલમાં ઊંચાઈ, આકાર, ક્ષેત્રફળ અને પાયાની સંરચનામાં ઘણું પરિવર્તન કરાયું છે. એટલા માટે ખર્ચ કહી શકાશે નહીં.

મંદિરના પાયાનું ખોદકામ 20થી 25 ફુટ ઊંડું હશે. પ્લેટફોર્મની ઊંચાઈ પણ 14 ફૂટ સુધીની રખાશે. દિવ્યાંગો માટે અલગથી પ્લેટફોર્મ બનાવાઈ રહ્યું છે.

પાંચેય ગુંબજના નીચેના ભાગમાં 4 ભાગ હશે
તસવીરમાં પ્રથમ વખથ અંદરના ભવ્ય ગુંબજ બતાવાયા છે. પાંચેય ગુંબજના નીચેના ભાગમાં ચાર ભાગ હશે. જેમાં સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગમંડપ પણ બનશે. અહીં શ્રદ્ધાળુઓના બેસવા અને કાર્યક્રમ માટે સ્થાન રહેશે.

અયોધ્યામાં દરેક સ્થળેથી મંદિરના સુવર્ણ કળશ દેખાશે
રામમંદિરની સંરચના જ એવી હશે કે તેના સુવર્ણ કળશ અને શિખર ધ્વજ અયોધ્યામાં દરેક સ્થળેથી જોઈ શકાશે. આ મંદિર અયોધ્યાનું સૌથી ઊંચું મંદિર હશે. હાલ અહીં હનુમાનગઢી સૌથી ઊંચું મંદિર છે. રામમંદિરમાં 25X25નું ગર્ભગૃહ બનાવાશે. ગર્ભગૃહ અને કળશ સોનાથી બનાવવામાં આવી શકે છે. આ અંગે એક-બે દિવસમાં નિર્ણય લેવાશે. કળશ બનાવવામાં જર્મનીની ટેક્નોલોજી અપનાવાશે. રાજસ્થાનના ભરતપુર-રુપબાસના પથ્થરોથી દીવાલ, છત, પિલ્લર, પાયો વગેરે બનાવાશે. ત્યાંના જ પથ્થરોથી લાલ કિલ્લો, તાજમહલ, સંસદભવન, રાષ્ટ્રપતિભવન વગેરે સ્થાપિત કરાયા છે. મકરાનાના સંગેમરમરથી ડેલી, મુખ્ય પ્રવેશદ્વાર તૈયાર કરાશે. ફ્લોરમાં જાલોરના ગ્રેનાઈટ લગાવાશે. પથ્થરો કંડારવાનું કામ પૂરું થવા આવ્યું છે. તેના માટે કારસેવકપુરમ્ નજીક કાર્યશાળા 1990થી ચાલી રહી છે.

30 વર્ષથી મંદિર માટે પથ્થરો કંડારવાનું કામ ચાલુ છે
પથ્થરો કંડારવાની કાર્યશાળાના કર્તાહર્તા હનુમાન યાદવ કહે છે કે 30 વર્ષથી અહીં દરરોજ 100-150 લોકો કામ કરે છે. સોથી વધુ મંદિરોના નિર્માણમાં સહયોગી રહેલા આઈપીએસ કિશોર કુણાલ કહે છે કે ત્રણ વર્ષમાં મંદિરનું માળખું તૈયાર થઈ જશે. ભરતપુરના બંસી પહાડપુરના લાલ પથ્થર અત્યંત સુંદર છે. આ પથ્થરોથી જ બિહારમાં અનેક મંદિરો બનાવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...