અયોધ્યામાં રામમંદિરની નવી તસવીર સામે આવી છે. આ તસવીરો ગર્ભગૃહ અને મંદિરના ભૂતલ (ગ્રાઉન્ડ ફ્લોર)ની છે. પહેલીવાર આ તસવીરોમાં જોવા મળે છે કે મંદિરના ગર્ભગૃહમાં બધા સ્તંભ ઊભા કરી દેવામાં આવ્યા છે. રામલલાનાં દર્શન એટલે ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 32 દાદરા બનવાના છે, જેમાંથી 24 બની ગયા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, મંદિર હવે આકાર લઇ રહ્યું છે. 70% કામ પૂરું થઈ ગયું છે. આ તસવીરો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જાહેર કરી છે.
રામમંદિરના ગર્ભગૃહની ત્રણેય બાજુ દીવાલો રામમંદિરના ગર્ભગૃહના એક ભાગમાં ચોખટ અને દીવાલો આકાર લેતી જોવા મળી રહી છે. જ્યારે ત્રણેય બાજુ દીવાલો ઊભી થઈ ગઈ છે. 20 ફૂટ ઊંચી દીવાલો મકરાનાના સફેદ આરસપહાણથી બનાવવામાં આવી રહી છે. આ સિવાય તસવીરોમાં સિંહદ્વાર, ગર્ભગૃહની દીવાલો અને પિલર નિર્માણની ભવ્યતાને દર્શાવવામાં આવી છે.
ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રના જણાવ્યા પ્રમાણે, મંદિર નિર્માણનું કામ નિર્ધારિત સમયથી આગળ વધી રહ્યું છે. જલદી જ ગર્ભગૃહનું સ્ટ્રક્ચર બનવાનું કામ શરૂ થઈ જશે. રામમંદિરની છત ઉપર લગભગ 200 બીમની કોતરણીનું કામ થઈ ગયું છે. બીમની કોતરણીનું કામ રામસેવક પુરમ અને રામઘાટ સ્થિત વર્કશોપમાં કરવામાં આવી રહ્યું છે. જે પથ્થરો ઉપર કોતરણી થઈ ગઈ છે તેને રામજન્મભૂમિ પરિસરમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ચાલો હવે મંદિર નિર્માણની 10 નવી તસવીરો જોઈએ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.