તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ayodhya Ram Mandir Bhoomi Pujan August 5 News Updates: Ram Mandir Bhoomi Pujan Rituals Starts In Ayodhya Uttar Pradesh

અયોધ્યામાં અનુષ્ઠાન શરૂ:ભગવાન રામ અને માતા સીતાના કુળદેવી તેમજ ગણેશજીની પૂજા સાથે મંદિરનું ભૂમિપૂજન શરૂ, તૈયારીઓની સમીક્ષા કરવા માટે CM યોગી પણ પહોંચ્યા

અયોધ્યા2 મહિનો પહેલા
  • 4 ઓગસ્ટે રામની અર્ચના થશે, 5 ઓગસ્ટે વડાપ્રધાન મંદિરનો શિલાન્યાસ કરશે
  • શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે

500 વર્ષ લાંબા સંઘર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો શુભ અવસર આવી ગયો છે. સોમવારે ગણેશજીની પૂજા સાથે ત્રણ દિવસનું અનુષ્ઠાન શરૂ થયું છે.ત્યારપછી માતા સીતાના કુળદેવી અને ભગવાન રામના કુળદેવીની પૂજા કરવામાં આવી. અયોધ્યા અને બનારસના 21 પંડિત ગણેશ પૂજા કરાવી રહ્યા છે. અહીંયા ચારેય તરફ રામ નામની ગુંજ છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સીતાજીના કુળદેવી છોટી દેવી કાળીની પૂજા કરી રહ્યા છે
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સીતાજીના કુળદેવી છોટી દેવી કાળીની પૂજા કરી રહ્યા છે

સીતાજી પિયરથી કુળદેવીની પ્રતિમા લાવ્યા હતા
એક માન્યતા પ્રમાણે જનકપુરમાં વિવાહ પછી જ્યારે માતા સીતા અયોધ્યા આવ્યા ત્યારે તેમના કુળદેવીની પ્રતિમા પણ સાથે લાવ્યા હતા. તેમણે રામ જન્મભૂમિ પાસે જ તેમની સ્થાપના કરી હતી. આ રીતે બેનીગંજમાં સીતામાતાના કુળદેવીનું મંદિર છે. એક માન્યતા છે કે, મહારાજ સુદર્શને દ્વાપર યુગમાં તેની સ્થાપના કરી હતી.

ભગવાન શ્રીરામના કુળદેવી બડી દેવી કાલીની આરતી ઉતારતા મંદિર ટ્રસ્ટના સભ્ય
ભગવાન શ્રીરામના કુળદેવી બડી દેવી કાલીની આરતી ઉતારતા મંદિર ટ્રસ્ટના સભ્ય

વડાપ્રધાન પહેલા હનુમાનજીના આશીર્વાદ લેશે
મંગળવારે અયોધ્યામાં રામ અર્ચના કાર્યક્રમ હનુમાનગઢીમાં સવારે 8 વાગ્યાથી શરૂ થશે. અહીંયા વર્ષભરમાં એક વખત થતી નિશાન પૂજા પણ કરાશે. ત્યારપછી 5 ઓગસ્ટે રામ જન્મભૂમિમાં ભગવાન રામના મંદિરનો પાયો રખાશે. વડાપ્રધાન અયોધ્યામાં સૌથી પહેલા હનુમાનગઢી જશે. જ્યાં તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મંદિરમાં વિશેષ પૂજા કરશે.
હનુમાન મંદિરના પૂજારી મધુવન દાસે જણાવ્યું કે, હનુમાનને સાથે લીધા વગર કોઈ કામ શરૂ ન થઈ શકે. એટલા માટે મોદી અને યોગી હનુમાનગઢી પર વિશેષ પૂજા માટે આવી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાંસ્કૃતિક એકમ સંસ્કાર ભારતીએ માટીના 5100 ઘડાને કલાત્મક રીતે સજાવ્યા છે. તેને સમારોહ સ્થળ તરફ જતા રસ્તા પર રાખવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાંસ્કૃતિક એકમ સંસ્કાર ભારતીએ માટીના 5100 ઘડાને કલાત્મક રીતે સજાવ્યા છે. તેને સમારોહ સ્થળ તરફ જતા રસ્તા પર રાખવામાં આવશે.

અયોધ્યા માર્ગ પર રંગ બેરંગી ઘડા રાખવામાં આવશે
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાંસ્કૃતિક એકમ સંસ્કાર ભારતી માટીના 5100 ઘડાને કલાત્મક ઢબે સજાવી રહી છે. જેમાં રંગ, કપડા, કેરીના પાન, અને દીવડાની સજાવટ કરાવામાં આવી રહી છે. આ ઘડા સાકેત મહાવિદ્યાલયથી પસાર થતા અયોધ્યા માર્ગ પર મુકવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી પણ અયોધ્યા પહોંચ્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તૈયારીઓની સમીક્ષા કરવા માટે સોમવારે અયોધ્યા પહોંચ્યા છે. તે ગઈકાલે જ આવવાના હતા, પણ રાજ્યના કેબિનેટ મંત્રી કમલ રાનીના નિધનને કારણે તેમણે મુલાકાત રદ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો