અયોધ્યામાં 5મો દીપોત્સવ:9.51 લાખ દીવડા પ્રગટાવવાનો બન્યો રેકોર્ડ, લેઝર શો-હોલોગ્રાફિક્સ રામાયણ થઈ; CM બોલ્યા- હવે કારસેવા થઈ તો ગોળી નહીં પુષ્પવર્ષા થશે

અયોધ્યાએક મહિનો પહેલાલેખક: રમેશ મિશ્ર
  • 32 ઘાટ પર 10 લાખ દીવડાઓનું ડેકોરેશન, 5 મિનિટ સુધી દીવો ચાલુ રહેવો જરૂરી

અયોધ્યા આજે રામમય છે. બુધવારે 5માં દીપોત્સવ પર આજે સરકારે પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. સવારે શ્રીરામે અયોધ્યા આગમનને પ્રતીકાત્મક રીતે દર્શાવત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બપોરે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન (હેલીકોપ્ટર)માં અયોધ્યા પહોંચ્યા. CM યોગી આદિત્યનાથે હેલીપેડથી તમામનું સ્વાગત કર્યું. જે બાદ પ્રભુ રામને રામકથા પાર્ક સુધી રથમાં લાવવામાં આવ્યા. જ્યાં ભગવાને રામનો રાજ્યભિષેક થયો. CM યોગીએ રામનું રાજતિકલ કર્યું.

આ દરમિયાન CM યોગીએ કહ્યું, 31 વર્ષ પહેલા અયોધ્યાં શું થતું હતું. 30 ઓક્ટોબર અને 2 નવેમ્બર 1990નાં રોજ રામભક્તો પર બર્બર રીતે ગોળીઓ ચલાવી હતી. તમે જોશો કે જો આગામી કારસેવા થશે તો ગોળી નહીં ચાલે. રામભક્તો અને કૃષ્ણભક્તો પર પુષ્પવર્ષા થશે.

દીવડાં પ્રગાટવવાની પ્રક્રિયા શરૂ થઈ. સરયૂના કિનારે રામની પૈડી સાથે સંલગ્ન 32 ઘાટ પર લગભગ 9.51 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા. તો સમગ્ર અયોધ્યામાં 12 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો.

રામકથા પાર્કમાં ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. CM યોગીએ આરતી ઉતારી રાજતિલક કર્યું.
રામકથા પાર્કમાં ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. CM યોગીએ આરતી ઉતારી રાજતિલક કર્યું.
CM યોગીએ ફુલમાળાથી રામ-સીતાનું સ્વાગત કર્યું હતું
CM યોગીએ ફુલમાળાથી રામ-સીતાનું સ્વાગત કર્યું હતું

CM યોગીની મહત્વની વાતો

  • 31 વર્ષ પહેલા અયોધ્યામાં 30 ઓક્ટોબર અને 2 નવેમ્બર 1990નાં રોજ રામભક્તો પર બર્બરતાથી ગોળીઓ ચલાવી હતી.
  • ત્યારે 'જયશ્રી રામ' બોલવું ગુનો ગણાતો હતો પરંતુ લોકશાહીની તાકાત કેટલી મજબૂત હોય છે આ તાકાતનો તમે અનુભવ કરાવ્યો.
  • જે લોકો 31 વર્ષ પહેલા રામભક્તો પર ગોળીઓ ચલાવતા હતા, તેઓ પોતાની તાકાત સામે ઝુકેલા છે. જો કેટલાંક વધુ વર્ષ તમે આ રીતે જ ચાલશો તો આગામી કારસેવા માટે તે અને તેમનું આખું પરિવાર લાઈનમાં હશે.
  • તમે જોશો કે આગામી કારસેવા માટે ગોળી નહીં ચાલે. રાભક્તો અને કૃષ્ણભક્તો પર પુષ્પવર્ષા થશે.
  • ગત સરકારમાં આ પૈસા કબ્રસ્તાનની દીવાલ બનાવવામાં ખર્ચાતા હતા, આજે મંદિરોના પુનનિર્માણ અને બ્યુટીફિકેશન માટે ખર્ચાય છે.
  • જેઓને કબ્રસ્તાન સાથે પ્રેમ હતો તેઓ જનતાના પૈસા ત્યાં વાપરતા હતા. જેઓને ધર્મ અને સંસ્કૃતિ સાથે પ્રેમ છે તેઓ પૈસા તેમના ઉત્થાન માટે લગાડી રહ્યાં છે.
  • મને યાદ છે કે 2017, 2018, 2019માં પણ એક જ નારો ગુંજી રહ્યો હતો- 'યોગીજી એક કામ કરો, મંદિરનું નિર્માણ કરો.' હું ત્યારે પણ કહેતો હતો કે મંદિર નિર્માણ માટે આધારશિલા તૈયાર કરવામાં આવી રહી છે.
CM યોગીએ કહ્યું કે દુનિયા દિવાળી ઉજવે છે, તે અયોધ્યાની ભેટ છે. 2017માં પ્રદેશ સરકારે અયોધ્યામાં દીપોત્સવના કાર્યક્રમને આગળ વધાર્યું હતું.
CM યોગીએ કહ્યું કે દુનિયા દિવાળી ઉજવે છે, તે અયોધ્યાની ભેટ છે. 2017માં પ્રદેશ સરકારે અયોધ્યામાં દીપોત્સવના કાર્યક્રમને આગળ વધાર્યું હતું.
અયોધ્યામાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના પ્રતીક રૂપ
અયોધ્યામાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના પ્રતીક રૂપ
CM યોગીએ ભગવાન રામનું ફુલ અને હારથી સ્વાગત કર્યું
CM યોગીએ ભગવાન રામનું ફુલ અને હારથી સ્વાગત કર્યું
અયોધ્યામાં નીકળી ભગવાન રામની શોભાયાત્રા
અયોધ્યામાં નીકળી ભગવાન રામની શોભાયાત્રા

11 રથવાળી શોભાયાત્રા નીકળી, નાચતા-ગાતા લોકો નજરે પડ્યા
અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રામાં 11 રથ સામેલ હતા. રથો પર ભગવાન રામના જીવન સાથે જોડાયેલા 11 પ્રસંગ જોવા મળ્યા. આ યાત્રાને ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ ગ્રીન સિગ્નલ આપી રવાના કરી હતી. શોભાયાત્રા સાકેત પીજી કોલેજથી નીકળી હતી જે રામકથા પાર્ક પહોંચી હતી. આ પ્રસંગે લોકો નાચતા-ગાતા પ્રભુ રામનું સ્વાગત કરતા જોવા મળ્યા. આ રથયાત્રા જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા.

કેવટ પ્રસંગ ભજવતા કલાકારો
કેવટ પ્રસંગ ભજવતા કલાકારો

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં ફરી નામ નોંધાવવાની તૈયારી
ડો.રામમનોહર લોહિયા અવધ વિશ્વવિદ્યાલય પ્રશાસને રામની પૈડી પર દીવડા મૂકવાના કામને અંતિમ રૂપ આપ્યું છે. કુલપતિ પ્રો.રવિશંકર સિંહના ગાઈડન્સમાં વિશ્વવિદ્યાલય પ્રશાસને 32 ઘાટ પર લગભગ 200 કોઓર્ડિનેટર, 32 સુપરવાઈઝર અને 32 ઈન્ચાર્જની નિમણૂક કરી છે. વિશ્વવિદ્યાલય પરિસરમાં ઘણા વિભાગ, મહાવિદ્યાલય, સ્વયંસેવી સંસ્થાઓ અને ઈન્ટર કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વોલન્ટિયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આઝાદીનો અમૃત મહોત્સવ, કેવટ પ્રસંગની પેટર્ન
રામની પૈડીના 32 ઘાટ પર રામાયણકાળના પ્રસંગ માટે 10 લાખથી વધુ દીવડાઓને ગોઠવવામાં આવ્યા છે. 3 નવેમ્બરે તેમાં તેલ નાખવાની સાથે 9 લાખ 51 હજાર દીવા પ્રગટાવવાનું લક્ષ્ય છે. પ્રત્યેક સ્વયંસેવકે 75 દીવા પ્રગટાવવાના છે. રામની પૈડીના ઘાટ નંબર 2 પર આઝાદીની અમૃત મહોત્સવની પેટર્ન આપવામાં આવી છે. ઘાટ નંબર 3 અને 4 પર કેવટ પ્રસંગ અને રામ-રાવણ યુદ્ધની પેટર્ન પર દીવાઓ મૂકવામાં આવ્યા છે. ઘાટ નંબર 5 અને 6 પર રામભક્ત હનુમાન, જ્યારે એક પર ભારત શ્રેષ્ઠનો લોગો બનતો જોવા મળી રહ્યો છે.

વોલન્ટિયરને અસુવિધા ન થાય એ માટે બસોની વ્યવસ્થા
વિશ્વવિદ્યાલયના નોડલ અધિકારી ડો. શૈલેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે વોલન્ટિયર માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ-19ના પ્રોટોકોલની સાથે તેમને દીવડા પ્રગટાવવાનું કહેવામાં આવ્યું છે. આઈડી કાર્ડ વગર કોઈને ઘાટ પર પ્રવેશ મળશે નહિ.

આ રીતે થાય છે દીવડાઓની ગણતરી
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના ટાઈમ કન્સલટન્ટ નિશ્લ ભનોટે જણાવ્યું હતું કે રેકોર્ડ માટે દરેક દીવો ઓછામાં ઓછો 5 મિનિટ એકસરખો પ્રગટવો જોઈએ. એક ડ્રોન દ્વારા અમે દીવાઓની ગણતરી કરીએ છીએ. બીજું ડ્રોન અમને દીવાના પ્રગટવા અને ન પ્રગટવા અંગે માહિતી આપે છે.

અન્ય સમાચારો પણ છે...