તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ayodhya Deepotsav 2020 Latest News Update;11 Thousand Lamps Will Be Lit For The First Time In Ram Temple

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરયૂના તટે સૂરજના હસ્તાક્ષર...:અવધપુરીમાં પહોંચ્યા રઘુરાય, રામની પૈડી પર શરૂ થયો દીપોત્સવ; ગયા વર્ષે 4.04 લાખ દીપ પ્રગટ્યા હતા, 2021માં ફરી નવો વિક્રમ સર્જશે

અયોધ્યા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અયોધ્યામાં સરયૂની નજીક રામની પૈડી પર દીપોત્સવની શરૂઆત. - Divya Bhaskar
અયોધ્યામાં સરયૂની નજીક રામની પૈડી પર દીપોત્સવની શરૂઆત.

શ્રીરામજન્મ ભૂમિ પર મંદિર નિર્માણની શરૂઆત પછી આ પ્રથમ દિવાળી છે. શુક્રવારે સાંજે સરયૂ તટ પર આસ્થા અને આત્મીયતાના 6 લાખથી વધુ દીપ પ્રગટાવાયા. રામ-રામ જય રાજારામના જયઘોષ સાથે આટલી મોટી સંખ્યામાં દીપપ્રાગટ્યને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી યોગીઆદિત્ય નાથ વગેરે સરયૂની આરતી કરી હતી. ગુજરાત, રાજસ્થાન, મ.પ્ર. છત્તીસગઢ અને મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓએ માય એફએમ દ્વારા 1 લાખથી વધુ દીવા અયોધ્યા મોકલ્યા હતા.

अवधपुरी प्रभु आवत जानी। भई सकल सोभा कै खानी॥
बहइ सुहावन त्रिबिध समीरा। भइ सरजू अति निर्मल नीरा॥

અર્થાત્: પ્રભુને આવતા જાણી અવધપુરી સંપૂર્ણપણે શોભાની ખાણ થઈ ગઈ, સુંદર હવા વહેવા લાગી, સરયૂનું જળ અત્યંત નિર્મળ થઈ ગયું.

આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- ભગવાન રામનું મંદિર બનવાની રાહ જોવામાં દુનિયાભરના ભક્તોની પેઢીઓ જતી રહી. ભક્તોનું આ સપનું વડાપ્રધાન મોદીના કારણે પૂરું થયું. આજે પાંચ સદીનો સંકલ્પ પૂર્ણ થઈ રહેલો જોઈ રહ્યા છીએ.

રામની પૈડી પર યોગી આદિત્યનાથે સરયૂની આરતીની સાથે દીપોત્સવની શરૂઆત કરી.
રામની પૈડી પર યોગી આદિત્યનાથે સરયૂની આરતીની સાથે દીપોત્સવની શરૂઆત કરી.

અપડેટ્સ :

  • મુખ્યમંત્રી અને રાજ્યપાલ 3 વાગે હેલિકોપ્ટરથી સરયૂ ઘાટ પર ઉતાર્યા હતા. પર ઉતરે છે. અહીંથી જન્મભૂમી પહોંચીને રામલલાનું પૂજન કર્યું.
  • શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
  • ત્યારબાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ રામકથા પાર્ક પહોચ્યા હતા. જ્યાં હેલિકોપ્ટરથી પહોંચેલા રામ, સીતા અને લક્ષ્મણની આગેવાની કરી.
  • રામ, સીતા અને લક્ષ્મણના સ્વાગતમાં સરયૂ ઘાટ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
  • ત્યારબાદ ભરત મિલાપનો કાર્યક્ર્મ યોજાયો. તેમાં ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ મોર્ય પણ હાજર રહ્યા હતા.
  • મુખ્યમંત્રી અને રાજ્યપાલે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન અને ગુરુ વશિષ્ઠનું સ્વાગત કર્યું હતું.
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તમામને સાથે લઈને રામ કથા મંચ પર પહોંચ્યા.

દીપોત્સવ માટે સરયૂના 24 ઘાટોને 6 લાખ દીપોથી સજાવવામાં આવ્યા છે. જે સાંજે ઝગમગી ઉઠશે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ રામની પૈડી પર દીપદાન પણ કરશે.

યોગી આદિત્યનાથ અને આનંદીબેન પટેલ જન્મભૂમિ પહોંચીને રામલલાની પૂજા કરી.
યોગી આદિત્યનાથ અને આનંદીબેન પટેલ જન્મભૂમિ પહોંચીને રામલલાની પૂજા કરી.

અયોધ્યામાં ત્રણ દિવસના દીપોત્સવની શરૂઆત શુક્રવારથી જ થઈ રહી છે. આ દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક પણ થશે.

સરયૂ ઘાટ પર 6 લાખ દીપ એક સાથે પ્રગટાવવા માટે દિવસભર તૈયારીઓ ચાલતી રહી.
સરયૂ ઘાટ પર 6 લાખ દીપ એક સાથે પ્રગટાવવા માટે દિવસભર તૈયારીઓ ચાલતી રહી.
અયોધ્યામાં દીપોત્સવ માટે તંત્ર અને લોકોએ જોરદાર તૈયારીઓ કરી છે.
અયોધ્યામાં દીપોત્સવ માટે તંત્ર અને લોકોએ જોરદાર તૈયારીઓ કરી છે.
UPના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સરયૂ તટ પર દીપદાન કરશે
UPના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સરયૂ તટ પર દીપદાન કરશે
દિવાળીના અવસરે કાઢવામાં આવેલા ટેબલોમાં સામેલ સ્થાનિક કલાકાર.
દિવાળીના અવસરે કાઢવામાં આવેલા ટેબલોમાં સામેલ સ્થાનિક કલાકાર.

દીપોત્સવ સાથે જ યોગી અયોધ્યાના રામ કથા પાર્કમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાનું સ્વાગત કરશે. ભગવાનનો રાજ્યાભિષેક પણ થશે.આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે. બહારના લોકોના અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમના ઉદઘાટન પહેલાં ટેબલોનું પ્રદર્શન કરવામાં આવ્યું.
અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમના ઉદઘાટન પહેલાં ટેબલોનું પ્રદર્શન કરવામાં આવ્યું.

દીપ શ્રૃંખલામાં મહિલા સશક્તીકરણનું પ્રદર્શન
સરયૂના કાંઠા પર સજાવાયેલી દીપ શ્રૃંખલામાં મહિલા સશક્તીકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. અવધ યુનિવર્સિટીના કલા અને ફાઈન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ દીવા સાથે રામકથાના પ્રસંગોને દેખાડ્યા છે.

અયોધ્યામાં સૂચના તથા જનસંપર્ક વિભાગ તરફથી લગાવાયેલી તસવીર.
અયોધ્યામાં સૂચના તથા જનસંપર્ક વિભાગ તરફથી લગાવાયેલી તસવીર.

મુખ્ય ઝલકમાં ઘાટ નંબર-2 પર સામાજિક સમરસતા અને મહિલા સશક્તીકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. ઘાટ નંબર-3 પર વનવાસથી 14 વર્ષ પછી પાછા આવેલા ભગવાન શ્રીરામના પુષ્પક વિમાનને દીપથી તૈયાર કરવામાં આવ્યું છે. ઘાટ નંબર-5 પર પહાડ લઈને હનુમાનજીની છબી દેખાડવામાં આવી છે. તો આ તરફ 10 નંબરના ઘાટ પર શ્રીરામના દરબારની પેઈન્ટિંગ બનાવવામાં આવી છે.

અયોધ્યામાં સૂચના તથા જનસંપર્ક વિભાગ તરફથી લગાવાયેલી તસવીર.
અયોધ્યામાં સૂચના તથા જનસંપર્ક વિભાગ તરફથી લગાવાયેલી તસવીર.

ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો
DIG દીપક કુમારના જણાવ્યા પ્રમાણે, ડ્રોન કેમેરાથી આખાય અયોધ્યાની દેખરેખ રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત છે. અયોધ્યામાં જ 12 સ્થળ પર રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ અને દર્દી વાહનો માટે વિશેષ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે.

દીપોત્સવ 2020ના મુખ્ય કાર્યક્રમ

  • 3.00 વાગ્યે મુખ્યમંત્રી યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યા એરપોર્ટ પહોંચશે.
  • 3.30 વાગ્યે મુખ્યમંત્રી અને રાજ્યપાલ રામલલા સામે પહેલો દીપ પ્રગટાવશે.
  • 4.00 વાગ્યે રામ જન્મભૂમિ પરિસરથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ રામકથા પાર્ક રવાના થશે.
  • રામકથા પાર્કમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાનું સ્વાગત કરાશે. રાજ્યાભિષેક પણ થશે.
  • સાંજે 5.00 વાગ્યે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સરયૂ ઘાટ પર આરતી કરશે. ત્યાર પછી રામ કી પૈડી પર દીપદાન કરશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો