રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢમાં 4 વર્ષના અયાંશે જિલ્લાનું નામ રોશન કર્યું છે. આયાંશે 1 મિનિટ 38 સેકન્ડમાં હનુમાન ચાલીસા બોલીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સન્માન પછી આયાંશના ઘરે અભિનંદન આપનારા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે.
કિશનગઢની મહાવીર કોલોનીના રહેવાસી 4 વર્ષના આયાંશ ગર્ગના પુત્ર વિવેક ગર્ગે શહેરનું જ નહિ, સમગ્ર જિલ્લાનું નામ રોશન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આયાંશે 1 મિનિટ અને 38 સેકન્ડમાં હનુમાન ચાલીસા વાંચીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આયાંશની માતા શેફાલી અગ્રવાલે જણાવ્યું હતું કે કિડસી સ્કૂલના કેજીમાં હાલ તે અભ્યાસ કરી રહ્યો છે. ઘરમાં દાદા ઓમપ્રકાશ અગ્રવાલ અને દાદી ઉષા ગર્ગને હનુમાનચાલીસાના પાઠ કરતા જોઈને તે પણ હનુમાનચાલીસાના પાઠ કરવા લાગ્યો.
બાળકની કાબેલિયત જોઈને માતા શેફાલી અગ્રવાલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન વીડિયો બનાવીને સેન્ડ કર્યો. એ પછી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આયાંશનું નામ નોંધાયું હોવાની માહિતી છે. અહીંથી આયાંશ ગર્ગના નામનું પ્રમાણપત્ર, રેકોર્ડનું મેડલ અને પેન મળી. આ સિદ્ધિ મેળવવા બદલ પરિવારની સાથે ક્ષેત્રના લોકોએ પણ આયાંશને અભિનંદન આપતા શુભકામનાઓ પાઠવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.